Suratમાં જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી,શહેર બન્યુ જળમગ્ન જુઓ Video

સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ડભોલી, સિંગણપોર પાણીથી બેટમાં ફેરવાયું વેડ રોડ, કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ સનસનાટી મચાવી છે,સુરતમાં જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે.રસ્તાઓ નદીઓ બન્યા હોય તેવી સ્થિતિ સામે આવી છે.ચાર કિલોમીટર સુધી રોડ પાણીમાં ડૂબ્યો છે.તો પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.ધોધમાર વરસાદથી શેહરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ.જયા જુઓ ત્યા માત્ર પાણી જ પાણી કતારગામ ખાતે વરસાદી પાણી ભરાયા છે,તો સુરતનો કોઈ એવો વિસ્તાર બાકી નથી કે જયાં પાણી ભરાયા ના હોય.કમરસુધીના પાણી ભરાતા લોકો રસ્તા વચ્ચે અટવાઈ ગયા છે.પ્રિ-મોન્સૂનની કામગીરી પર ઉઠયા સવાલ.મોડી રાતથી જ પડતા ભારે વરસાદને કારણે શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ગઈકાલ રાતે જ એકધારો વરસાદ સુરત શહેરમાં વરસી રહ્યો છે. તેના કારણે ઉધના વિસ્તારમાં રેલ્વે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. વેચાણ વાળા વિસ્તાર હોવાને કારણે દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે-સાથે અઠવા વિસ્તારમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તા ઉપર પાણી ફરી વળવાના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસે પણ વાહનચાલકોએ પોતાની લાઈટ ચાલુ કરીને વહન ચલાવવાની ફરજ પડી રહી છે. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ, પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી અમદાવાદ ,આણંદ ,પંચમહાલ , વડોદરા સુરેન્દ્રનગર, પોરબંદર ,જુનાગઢ ,ગીર સોમનાથ, મોરબી ,દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો ઉત્તરગુજરાતના બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા ,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા ,દાહોદ ,મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે,હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Suratમાં જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી,શહેર બન્યુ જળમગ્ન જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ
  • ડભોલી, સિંગણપોર પાણીથી બેટમાં ફેરવાયું
  • વેડ રોડ, કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા

સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ સનસનાટી મચાવી છે,સુરતમાં જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે.રસ્તાઓ નદીઓ બન્યા હોય તેવી સ્થિતિ સામે આવી છે.ચાર કિલોમીટર સુધી રોડ પાણીમાં ડૂબ્યો છે.તો પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.ધોધમાર વરસાદથી શેહરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ.

જયા જુઓ ત્યા માત્ર પાણી જ પાણી

કતારગામ ખાતે વરસાદી પાણી ભરાયા છે,તો સુરતનો કોઈ એવો વિસ્તાર બાકી નથી કે જયાં પાણી ભરાયા ના હોય.કમરસુધીના પાણી ભરાતા લોકો રસ્તા વચ્ચે અટવાઈ ગયા છે.પ્રિ-મોન્સૂનની કામગીરી પર ઉઠયા સવાલ.મોડી રાતથી જ પડતા ભારે વરસાદને કારણે શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ગઈકાલ રાતે જ એકધારો વરસાદ સુરત શહેરમાં વરસી રહ્યો છે. તેના કારણે ઉધના વિસ્તારમાં રેલ્વે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. વેચાણ વાળા વિસ્તાર હોવાને કારણે દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે-સાથે અઠવા વિસ્તારમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તા ઉપર પાણી ફરી વળવાના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસે પણ વાહનચાલકોએ પોતાની લાઈટ ચાલુ કરીને વહન ચલાવવાની ફરજ પડી રહી છે. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ, પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા છે.


ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદ ,આણંદ ,પંચમહાલ , વડોદરા સુરેન્દ્રનગર, પોરબંદર ,જુનાગઢ ,ગીર સોમનાથ, મોરબી ,દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો ઉત્તરગુજરાતના બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા ,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા ,દાહોદ ,મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે,હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.


ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.