Ahmedabad :જેગુઆરના વિવાદમાં સફાઈ આપવામાં શૂરી પોલીસ ટ્રાયલ પૂર્ણ કરવામાં નિરસ

તથ્ય પટેલના કેસમાં 34 મુદતો, ટ્રાયલ જજ નિવૃત્ત થવાને આરે છેતથ્ય પટેલ કાયદાની છટકબારી વાપરી રહ્યો છે, પોલીસ તેની 'પાછળ ઢસડાય છે' નવ નિર્દોષના મોત મુદ્દે પરિજનોને ક્યારે ન્યાય મળશે તે સવાલ ફરીથી ઉઠયો નવ નવ નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલના કેસમાં ઘટના સમયે થયેલા ઉહાપોહના પગલે સરકારે મોટા ઉપાડે જાહેર કરેલું કે, આખા કેસની ટ્રાયલ અત્યંત ઝડપે પૂર્ણ કરી તથ્યને મહત્તમ સજા અપાવશે. પરંતુ આ કેસમાં સંકળાયેલી પોલીસને આમાં કોઈ જ રસ હોય તેમ લાગતું નથી.એટલું જ નહીં, ટ્રાફિક પોલીસને તો માત્ર જેગુઆર કોઈ છોડાવી ગયું છે કે નહીં તેની સફાઈ આપવામાં રસ છે પણ આખી ટ્રાયલ ઝડપથી પૂર્ણ થાય તે બાબતે સાવ નિરસ છે. અત્યાર સુધીમાં તથ્ય પટેલે કાયદાની છટકબારીઓનો ગેરલાભ લઈ 34થી વધુ મુદતો મેળવી છે, તેની સાથે પોલીસ પણ ઢસડાઈ રહી છે. એટલું જ નહીં આ ટ્રાયલ ચલાવી રહેલા જજ પણ હવે ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા છે. તો નવ નિર્દોષના મોત મુદ્દે પરિજનોને ક્યારે ન્યાય મળશે તે સવાલ ફરીથી ઉઠયો છે. ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી ગમખ્વાર અકસ્માત સર્જી એક સાથે નવ જણાંનો ભોગ લેવામાં આવ્યો હતો તે કારના માલિક ક્રિશ વારિયાએ પોતાની માલિકીની કાર છોડાવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સપ્ટેમ્બર 2023માં કરેલી અરજીમાં તપાસનીશ અધિકારીએ કાર નહીં છોડવા માટે કોર્ટને વિનતી કરી હતી.આ સાથે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, હાલમાં આ કેસની તપાસ ચાલુ છે અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત પૈકીના એકની હાલત ગંભીર હોવાથી તેની તપાસ થઈ શકી નથી.જેથી વધુ તપાસ કરીને કોર્ટમાં રિપોર્ટ આપવો છે. જો કે, તપાસનીશ અધિકારી દ્વારા તથ્ય કેસમાં વધુ તપાસ કરવા માટે કરેલી અરજી બાદ હજુ સુધી કોઈ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નથી. બીજી તરફ કાયદાકીય ગુંચ ઉભી કરીને તથ્ય પ્રજ્ઞેશ પટેલ આ કેસ હજુ સુધી ઓપન એટલે કે, ચાર્જફ્રેમ કરાવી શકયો નથી. એક સામટા નવ જણાના મોત નિપજતા સરકાર દ્વારા ગંભીર નોંધ લઈને આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલ સામે સાત દિવસમાં ચાર્જશીટ કરાવીને ઝડપી કેસ ચલાવીને સજા કરવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ આરોપી તથ્ય પટેલ સામેના કેસમાં એક વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતા હજુ સુધી કેસ ઓપન કરાવી શકયા નથી. આ ઉપરાંત જે જજ સમક્ષ ચાર્જશીટ મુકવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 34 મુદતો પડી હતી તે જજ જૂન માસમાં વય મર્યાદાને લીધે નિવૃત્ત થઈ રહ્યા છે જેના લીધે નવા જજ સમક્ષ કેસ મુકવામાં આવશે. એટલે જ નીચલી કોર્ટમાં 8મી જુલાની મુદત પડી છે.જયારે હાઈકોર્ટમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીમાં 9મી જુલાઈના રોજ મુદત પડી છે. ઈસ્ક્રોન બ્રિજમાં નવ જણાનો ભોગ લેનાર જેગુઆર કાર ક્રિશ વારિયાએ પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, જેગુઆર કારનો મૂળ માલિક છે. તેણે કાર વચગાળાના સમય માટે પરત મેળવવા કોર્ટ જે પણ શરત મૂકે એની સાથે સંમતિ દર્શાવી હતી. જેમાં તપાસ અધિકારીએ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ જણાવ્યું હતું કે ગાડીની કિંમત 70 લાખ રૂપિયા છે. અત્યારે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. એક ઘાયલ વ્યક્તિ હજી હોસ્પિટલમાં દાખલ છે, તેથી ગાડી પરત આપી શકાય નહિ. જો કે, તપાસનીશ અધિકારી દ્વારા સાત દિવસમાં ચાર્જશીટ જરૂરથી કરવામાં આવ્યું હતું પરંતુ 11 માસ અને 20 દિવસનો સમય થઈ ગયો હોવા છતાં તપાસનીશ અધિકારી દ્વારા હજુ સુધી વધુ તપાસનો કોઈ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નથી. બીજી તરફ તથ્ય પટેલ બીમારીના કારણો સર ટેમ્પરી જામીન મેળવા માટે બેવાર કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત કેસમાં ડિસ્ચાર્જ કરવા માટે કરેલી અરજી પણ નીચલી કોર્ટે ફગાવી દીધી હતી.જેની સામે તથ્ય પટેલએ હાઈકોર્ટમાં અરજી કરી છે.જેની સુનાવણી આગામી નવમી જુલાઈના રોજ રાખવામાં આવી છે. તથ્ય પટેલે બે વાર બીમારી અને ડિસ્ચાર્જ અરજી કરી ઇસ્કોન બ્રિજ પર બે ફામ કાર હંકારી નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર અને સંખ્યાબંધ લોકોને ઇજા પહોંચાડનાર તથ્ય પટેલએ બે વાર બીમારીના કારણોસર અને એક વાર ડિસ્ચાર્જ અરજી કરી હતી.જે નીચલી કોર્ટે ફગાવી દીધી હતી. આ પહેલા તથ્ય પ્રજ્ઞેશ પટેલે જેલમાં ઘરનું ટિફિન મેળવવા, ઘરના સભ્યોની મુલાકાત વધુ સમય આપવા અને 20 વર્ષનો હોવાથી ભણવા માટે મંજૂરી માંગતી અરજી કરી છે. જેમાં ગ્રામ્ય કોર્ટે જેલ મેન્યુનલ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. સપ્ટેમ્બર 2023માં ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો હતો પણ માલિકે છોડવી નહીં અમદાવાદ ડીસ્ટ્રીકટ જજએ જેગુઆર કાર અસલ માલિકને આપવા માટે હુકમ કર્યો હતો.જેમાં કોર્ટે શરતો લાદી હતી.જે શરતોમાં જેગુઆર કાર એક કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ કોર્ટમાં ભરવાનો હુકમ કર્યો છે. અરજદાર કારના માલિક કોર્ટની પરવાનગી વગર ગાડી કોઈને વેચી કે આપી શકશે નહિ. તપાસ અધિકારી ગાડી આપતી વખતે પંચનામું કરશે, ઉપરાંત ગાડીના ચારેય બાજુથી ફોટા પાડવાના રહેશે.

Ahmedabad :જેગુઆરના વિવાદમાં સફાઈ આપવામાં શૂરી પોલીસ ટ્રાયલ પૂર્ણ કરવામાં નિરસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તથ્ય પટેલના કેસમાં 34 મુદતો, ટ્રાયલ જજ નિવૃત્ત થવાને આરે છે
  • તથ્ય પટેલ કાયદાની છટકબારી વાપરી રહ્યો છે, પોલીસ તેની 'પાછળ ઢસડાય છે'
  • નવ નિર્દોષના મોત મુદ્દે પરિજનોને ક્યારે ન્યાય મળશે તે સવાલ ફરીથી ઉઠયો

નવ નવ નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલના કેસમાં ઘટના સમયે થયેલા ઉહાપોહના પગલે સરકારે મોટા ઉપાડે જાહેર કરેલું કે, આખા કેસની ટ્રાયલ અત્યંત ઝડપે પૂર્ણ કરી તથ્યને મહત્તમ સજા અપાવશે. પરંતુ આ કેસમાં સંકળાયેલી પોલીસને આમાં કોઈ જ રસ હોય તેમ લાગતું નથી.

એટલું જ નહીં, ટ્રાફિક પોલીસને તો માત્ર જેગુઆર કોઈ છોડાવી ગયું છે કે નહીં તેની સફાઈ આપવામાં રસ છે પણ આખી ટ્રાયલ ઝડપથી પૂર્ણ થાય તે બાબતે સાવ નિરસ છે. અત્યાર સુધીમાં તથ્ય પટેલે કાયદાની છટકબારીઓનો ગેરલાભ લઈ 34થી વધુ મુદતો મેળવી છે, તેની સાથે પોલીસ પણ ઢસડાઈ રહી છે. એટલું જ નહીં આ ટ્રાયલ ચલાવી રહેલા જજ પણ હવે ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા છે. તો નવ નિર્દોષના મોત મુદ્દે પરિજનોને ક્યારે ન્યાય મળશે તે સવાલ ફરીથી ઉઠયો છે.

ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી ગમખ્વાર અકસ્માત સર્જી એક સાથે નવ જણાંનો ભોગ લેવામાં આવ્યો હતો તે કારના માલિક ક્રિશ વારિયાએ પોતાની માલિકીની કાર છોડાવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સપ્ટેમ્બર 2023માં કરેલી અરજીમાં તપાસનીશ અધિકારીએ કાર નહીં છોડવા માટે કોર્ટને વિનતી કરી હતી.આ સાથે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, હાલમાં આ કેસની તપાસ ચાલુ છે અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત પૈકીના એકની હાલત ગંભીર હોવાથી તેની તપાસ થઈ શકી નથી.જેથી વધુ તપાસ કરીને કોર્ટમાં રિપોર્ટ આપવો છે. જો કે, તપાસનીશ અધિકારી દ્વારા તથ્ય કેસમાં વધુ તપાસ કરવા માટે કરેલી અરજી બાદ હજુ સુધી કોઈ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નથી.

બીજી તરફ કાયદાકીય ગુંચ ઉભી કરીને તથ્ય પ્રજ્ઞેશ પટેલ આ કેસ હજુ સુધી ઓપન એટલે કે, ચાર્જફ્રેમ કરાવી શકયો નથી. એક સામટા નવ જણાના મોત નિપજતા સરકાર દ્વારા ગંભીર નોંધ લઈને આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલ સામે સાત દિવસમાં ચાર્જશીટ કરાવીને ઝડપી કેસ ચલાવીને સજા કરવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ આરોપી તથ્ય પટેલ સામેના કેસમાં એક વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતા હજુ સુધી કેસ ઓપન કરાવી શકયા નથી. આ ઉપરાંત જે જજ સમક્ષ ચાર્જશીટ મુકવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 34 મુદતો પડી હતી તે જજ જૂન માસમાં વય મર્યાદાને લીધે નિવૃત્ત થઈ રહ્યા છે જેના લીધે નવા જજ સમક્ષ કેસ મુકવામાં આવશે. એટલે જ નીચલી કોર્ટમાં 8મી જુલાની મુદત પડી છે.જયારે હાઈકોર્ટમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીમાં 9મી જુલાઈના રોજ મુદત પડી છે.

ઈસ્ક્રોન બ્રિજમાં નવ જણાનો ભોગ લેનાર જેગુઆર કાર ક્રિશ વારિયાએ પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, જેગુઆર કારનો મૂળ માલિક છે. તેણે કાર વચગાળાના સમય માટે પરત મેળવવા કોર્ટ જે પણ શરત મૂકે એની સાથે સંમતિ દર્શાવી હતી. જેમાં તપાસ અધિકારીએ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ જણાવ્યું હતું કે ગાડીની કિંમત 70 લાખ રૂપિયા છે. અત્યારે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. એક ઘાયલ વ્યક્તિ હજી હોસ્પિટલમાં દાખલ છે, તેથી ગાડી પરત આપી શકાય નહિ. જો કે, તપાસનીશ અધિકારી દ્વારા સાત દિવસમાં ચાર્જશીટ જરૂરથી કરવામાં આવ્યું હતું પરંતુ 11 માસ અને 20 દિવસનો સમય થઈ ગયો હોવા છતાં તપાસનીશ અધિકારી દ્વારા હજુ સુધી વધુ તપાસનો કોઈ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નથી. બીજી તરફ તથ્ય પટેલ બીમારીના કારણો સર ટેમ્પરી જામીન મેળવા માટે બેવાર કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત કેસમાં ડિસ્ચાર્જ કરવા માટે કરેલી અરજી પણ નીચલી કોર્ટે ફગાવી દીધી હતી.જેની સામે તથ્ય પટેલએ હાઈકોર્ટમાં અરજી કરી છે.જેની સુનાવણી આગામી નવમી જુલાઈના રોજ રાખવામાં આવી છે.

તથ્ય પટેલે બે વાર બીમારી અને ડિસ્ચાર્જ અરજી કરી

ઇસ્કોન બ્રિજ પર બે ફામ કાર હંકારી નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર અને સંખ્યાબંધ લોકોને ઇજા પહોંચાડનાર તથ્ય પટેલએ બે વાર બીમારીના કારણોસર અને એક વાર ડિસ્ચાર્જ અરજી કરી હતી.જે નીચલી કોર્ટે ફગાવી દીધી હતી. આ પહેલા તથ્ય પ્રજ્ઞેશ પટેલે જેલમાં ઘરનું ટિફિન મેળવવા, ઘરના સભ્યોની મુલાકાત વધુ સમય આપવા અને 20 વર્ષનો હોવાથી ભણવા માટે મંજૂરી માંગતી અરજી કરી છે. જેમાં ગ્રામ્ય કોર્ટે જેલ મેન્યુનલ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.

સપ્ટેમ્બર 2023માં ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો હતો પણ માલિકે છોડવી નહીં

અમદાવાદ ડીસ્ટ્રીકટ જજએ જેગુઆર કાર અસલ માલિકને આપવા માટે હુકમ કર્યો હતો.જેમાં કોર્ટે શરતો લાદી હતી.જે શરતોમાં જેગુઆર કાર એક કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ કોર્ટમાં ભરવાનો હુકમ કર્યો છે. અરજદાર કારના માલિક કોર્ટની પરવાનગી વગર ગાડી કોઈને વેચી કે આપી શકશે નહિ. તપાસ અધિકારી ગાડી આપતી વખતે પંચનામું કરશે, ઉપરાંત ગાડીના ચારેય બાજુથી ફોટા પાડવાના રહેશે.