Khedbrahma અંબાજી હાઈવે પર GEBની બેદરકારીથી 3 ભેંસના મોત

પેટ્રોલપંપની બાજુમાં જીવતો વીજ તાર પડયો એક જ કુટુંબ 15 માણસો સાવચેત થતા જીવ બચ્યા GEBને ફોન કરવા છતાં 20 મનિટિ સુધી કાર્યવાહી નહીં ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર GEBની બેદરકારી સામે આવી છે,જેમાં પેટ્રોલ પંપની પાસે આવેલી સોસાયટીમાં જીવતો વીજ વાયર પડતા 3 ભેંસના મોત નિપજયા છે.એક જ કુટુંબના 15 માણસો સાવચેત થતા જીવ બચ્યા હતા.સ્થાનિકોનો આક્ષેપ છે કે,GEBને ફોન કરવા છતાં 20 મનિટિ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પાટણમાં 22 દિવસ અગાઉ વીજવાયર પડતા ભેંસના મોત પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામે ભેસ માલિકે ભેંસ ચરવા માટે છોડી ખેતરમાં છોડી હતી ત્યારે તે દરમિયાન 11kv નો વીજ વાયર એકાએક ટુટી પડતા ભેંસો પર પડયો હતો જેના વીજ કરંટથી બે ભેંસ અને એક પાડીને ઘટના સ્થળે જ મોત થયું હતું.તયારે ભેસોના મોતથી પશુપાલકને દોઢ થી બે લાખ રૂપિયાનું થયું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.ઘટનાને પગલે સમી યુજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર અને ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. છોટાઉદેપુરમાં 22 દિવસ અગાઉ વીજવાયર પડતા યુવકનું મોત છોટા ઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના એક 32 વર્ષીય યુવક ગરમીથી બચવા ગાજરના વાડામાં ખાટલો નાખીને સૂતો હતો. ત્યારે અચાનક જીવતો વીજ વાયર યુવક પર પડતાં કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 8 જૂને વીજ વાયર પડતા ભેંસના મોત નખત્રાણા તાલુકાના ખીરસરા (નેત્રા) ગામની વાડીમાંથી પસાર થતી ભેંસો પર ચાલુ વીજ વાયર પડતા એક ગાય તથા સાત ભેંસના મોત નિપજયા હતા જેના કારણે માલધારી પશુપાલકોને અંદાજિત દસ લાખનું નુકસાન થયું છે. આ સમગ્ર ઘટનાની નખત્રાણા પોલીસે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે જ સમયે સાત ભેંસ અને એક ગાયનું વીજશોકથી મૃત્યુ થઈ ગયું હતું.

Khedbrahma અંબાજી હાઈવે પર GEBની બેદરકારીથી 3 ભેંસના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેટ્રોલપંપની બાજુમાં જીવતો વીજ તાર પડયો
  • એક જ કુટુંબ 15 માણસો સાવચેત થતા જીવ બચ્યા
  • GEBને ફોન કરવા છતાં 20 મનિટિ સુધી કાર્યવાહી નહીં

ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર GEBની બેદરકારી સામે આવી છે,જેમાં પેટ્રોલ પંપની પાસે આવેલી સોસાયટીમાં જીવતો વીજ વાયર પડતા 3 ભેંસના મોત નિપજયા છે.એક જ કુટુંબના 15 માણસો સાવચેત થતા જીવ બચ્યા હતા.સ્થાનિકોનો આક્ષેપ છે કે,GEBને ફોન કરવા છતાં 20 મનિટિ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

પાટણમાં 22 દિવસ અગાઉ વીજવાયર પડતા ભેંસના મોત

પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામે ભેસ માલિકે ભેંસ ચરવા માટે છોડી ખેતરમાં છોડી હતી ત્યારે તે દરમિયાન 11kv નો વીજ વાયર એકાએક ટુટી પડતા ભેંસો પર પડયો હતો જેના વીજ કરંટથી બે ભેંસ અને એક પાડીને ઘટના સ્થળે જ મોત થયું હતું.તયારે ભેસોના મોતથી પશુપાલકને દોઢ થી બે લાખ રૂપિયાનું થયું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.ઘટનાને પગલે સમી યુજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર અને ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.


છોટાઉદેપુરમાં 22 દિવસ અગાઉ વીજવાયર પડતા યુવકનું મોત

છોટા ઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના એક 32 વર્ષીય યુવક ગરમીથી બચવા ગાજરના વાડામાં ખાટલો નાખીને સૂતો હતો. ત્યારે અચાનક જીવતો વીજ વાયર યુવક પર પડતાં કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

8 જૂને વીજ વાયર પડતા ભેંસના મોત

નખત્રાણા તાલુકાના ખીરસરા (નેત્રા) ગામની વાડીમાંથી પસાર થતી ભેંસો પર ચાલુ વીજ વાયર પડતા એક ગાય તથા સાત ભેંસના મોત નિપજયા હતા જેના કારણે માલધારી પશુપાલકોને અંદાજિત દસ લાખનું નુકસાન થયું છે. આ સમગ્ર ઘટનાની નખત્રાણા પોલીસે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે જ સમયે સાત ભેંસ અને એક ગાયનું વીજશોકથી મૃત્યુ થઈ ગયું હતું.