ઈ-ટુ વ્હીલર્સમાં છ મહિનાથી સબસિડી બંધ છતાં ડીલર ડિસ્કાઉન્ટથી શહેરમાં વેચાણ વધ્યું

રિપેરિંગની સમસ્યા છતાં અમદાવાદમાં મહિને 1,200થી 1,500 ઇ- ટુવ્હીલર અને કારનું વેચાણએપ્રિલથી કારમાં પણ સબસિડી બંધ, ફરી ચાલુ કરવી કે નહીં તે અંગે ચૂંટણી પછી નિર્ણય જાન્યુઆરી,2024થી 15 એપ્રિલ સુધીમાં 2,969 ઇ-વાહનોનું વેચાણ થયું ઇલેક્ટ્રિકલ વાહનોના વેચાણમાં વધારો થાય તે માટે આપવામાં આવતી સબસિડી હાલ બંધ થઈ ગઈ છે. ઈ-ટુવ્હિલર પર તો આશરે છ મહિના પહેલાં જ બંધ કરી દેવાઈ છે. જોકે વાહન ડીલરો દ્વારા ગ્રાહકોને આકર્ષવા પોતાની રીતે ડિસ્કાઉન્ટ આપી રહ્યા હોવાથી ઈ-ટૂ વ્હિલરનું વેચાણ વધ્યું છે. બંધ સબસિડી, ચાર્જિંગ સ્ટેશનના અભાવ અને રિપેરિંગની સમસ્યા છતાં અમદાવાદમાં મહિને 1,200થી 1,500 ઇ- ટુવ્હીલર અને કારનું વેચાણ થાય છે. જાન્યુઆરી, 2023થી ડિસેમ્બર,2024 સુધીમાં છેલ્લા એક વર્ષમાં 18 હજાર ઇ-ટુવ્હીલર અને કારનું વેચાણ થયું છે. જેની સામે જાન્યુઆરી,2024થી 15 એપ્રિલ સુધીમાં 2,969 ઇ-વાહનોનું વેચાણ થયું છે. વાહન ડીલરોએ કહ્યું કે, ચાલુ વર્ષે સરકાર દ્વારા સબસિડી સહિતની સુવિધા નહીં વધારાય તો વેચાણમાં ખાસ કોઈ વધારાનો અંદાજ નથી. એપ્રિલથી કારમાં પણ સબસીડી બંધ છે, ચાલુ રાખવી કે નહીં તે અંગે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે. અમદાવાદમાં 2017થી ઇ-ટુવ્હીલર અને કાર સહિત કોમર્શિયલ વાહનોનું વેચાણ શરૂ થયું હતું, જેમાં ઇ-ટુવ્હીલર અને કારમાં દર મહિને વેચાણ વધે છે. કોમર્શિયલના ઇ-વાહનોમાં ધીમી ગતિએ વેચાણ વધી રહ્યું છે. છેલ્લા સાડા સાત વર્ષ પછી ઇ-ટુવ્હીલર અને કારનું વેચાણ મહિને 1,200થી 1,500 સુધી પહોંચ્યું છે. ઈ-વાહનોના વેચાણને પ્રોત્સાહન આપતી સબસિડી બંધ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા ટુવ્હીલરમાં તો આશરે છ મહિના પહેલાં જ સબસિડી બંધ કરી દેવાઇ છે. સ્થાનિક આરટીઓ અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ઇ-ટુવ્હીલરની અરજી સબસિડી નહીં થઇ શકે. પરંતુ ઇ-કારની સબસિડી માટેની અરજી સબમિટ થઇ શકશે પણ સબસિડી નહીં મળે. કારણકે, ઈલેક્ટ્રિક કારમાં ગત 31મી માર્ચે કેન્દ્રની ઇ-વાહનો પરની સબસિડીની પોલિસી એક્સપાયર થઇ જતાં હાલ ઇ-કારમાં પણ સબસિડી બંધ છે. સબસિડી ચાલુ રાખવી કે નહીં તે અંગેનોે નિર્ણય ચૂંટણી પછી જ થશે. આ સિવાય શહેરમાં ચાર્જિંગ સ્ટેશન વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન સાથે મળી નવા ચાર્જિંગ સ્ટેશન સરળતાથી મળી રહે તે માટે આયોજન ચાલી રહ્યું છે. ચૂંટણીના કારણે થોડો વિલંબ થશે. નિષ્ણાતોએ કહ્યું કે, સુવિધા વગર ઇ-વાહનની ખરીદી પછી ગ્રાહકો અટવાઇ જાય છે. આથી સ્થાનિક આરટીઓ અને અન્ય સરકારી તંત્રએ ઇ-વાહન ડીલરો અને ગ્રાહકોના સૂચનો પર ધ્યાન આપવું જોઇએ.

ઈ-ટુ વ્હીલર્સમાં છ મહિનાથી સબસિડી બંધ છતાં ડીલર ડિસ્કાઉન્ટથી શહેરમાં વેચાણ વધ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રિપેરિંગની સમસ્યા છતાં અમદાવાદમાં મહિને 1,200થી 1,500 ઇ- ટુવ્હીલર અને કારનું વેચાણ
  • એપ્રિલથી કારમાં પણ સબસિડી બંધ, ફરી ચાલુ કરવી કે નહીં તે અંગે ચૂંટણી પછી નિર્ણય
  • જાન્યુઆરી,2024થી 15 એપ્રિલ સુધીમાં 2,969 ઇ-વાહનોનું વેચાણ થયું

ઇલેક્ટ્રિકલ વાહનોના વેચાણમાં વધારો થાય તે માટે આપવામાં આવતી સબસિડી હાલ બંધ થઈ ગઈ છે. ઈ-ટુવ્હિલર પર તો આશરે છ મહિના પહેલાં જ બંધ કરી દેવાઈ છે. જોકે વાહન ડીલરો દ્વારા ગ્રાહકોને આકર્ષવા પોતાની રીતે ડિસ્કાઉન્ટ આપી રહ્યા હોવાથી ઈ-ટૂ વ્હિલરનું વેચાણ વધ્યું છે. બંધ સબસિડી, ચાર્જિંગ સ્ટેશનના અભાવ અને રિપેરિંગની સમસ્યા છતાં અમદાવાદમાં મહિને 1,200થી 1,500 ઇ- ટુવ્હીલર અને કારનું વેચાણ થાય છે. જાન્યુઆરી, 2023થી ડિસેમ્બર,2024 સુધીમાં છેલ્લા એક વર્ષમાં 18 હજાર ઇ-ટુવ્હીલર અને કારનું વેચાણ થયું છે. જેની સામે જાન્યુઆરી,2024થી 15 એપ્રિલ સુધીમાં 2,969 ઇ-વાહનોનું વેચાણ થયું છે. વાહન ડીલરોએ કહ્યું કે, ચાલુ વર્ષે સરકાર દ્વારા સબસિડી સહિતની સુવિધા નહીં વધારાય તો વેચાણમાં ખાસ કોઈ વધારાનો અંદાજ નથી. એપ્રિલથી કારમાં પણ સબસીડી બંધ છે, ચાલુ રાખવી કે નહીં તે અંગે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદમાં 2017થી ઇ-ટુવ્હીલર અને કાર સહિત કોમર્શિયલ વાહનોનું વેચાણ શરૂ થયું હતું, જેમાં ઇ-ટુવ્હીલર અને કારમાં દર મહિને વેચાણ વધે છે. કોમર્શિયલના ઇ-વાહનોમાં ધીમી ગતિએ વેચાણ વધી રહ્યું છે. છેલ્લા સાડા સાત વર્ષ પછી ઇ-ટુવ્હીલર અને કારનું વેચાણ મહિને 1,200થી 1,500 સુધી પહોંચ્યું છે. ઈ-વાહનોના વેચાણને પ્રોત્સાહન આપતી સબસિડી બંધ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા ટુવ્હીલરમાં તો આશરે છ મહિના પહેલાં જ સબસિડી બંધ કરી દેવાઇ છે. સ્થાનિક આરટીઓ અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ઇ-ટુવ્હીલરની અરજી સબસિડી નહીં થઇ શકે. પરંતુ ઇ-કારની સબસિડી માટેની અરજી સબમિટ થઇ શકશે પણ સબસિડી નહીં મળે. કારણકે, ઈલેક્ટ્રિક કારમાં ગત 31મી માર્ચે કેન્દ્રની ઇ-વાહનો પરની સબસિડીની પોલિસી એક્સપાયર થઇ જતાં હાલ ઇ-કારમાં પણ સબસિડી બંધ છે. સબસિડી ચાલુ રાખવી કે નહીં તે અંગેનોે નિર્ણય ચૂંટણી પછી જ થશે. આ સિવાય શહેરમાં ચાર્જિંગ સ્ટેશન વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન સાથે મળી નવા ચાર્જિંગ સ્ટેશન સરળતાથી મળી રહે તે માટે આયોજન ચાલી રહ્યું છે. ચૂંટણીના કારણે થોડો વિલંબ થશે. નિષ્ણાતોએ કહ્યું કે, સુવિધા વગર ઇ-વાહનની ખરીદી પછી ગ્રાહકો અટવાઇ જાય છે. આથી સ્થાનિક આરટીઓ અને અન્ય સરકારી તંત્રએ ઇ-વાહન ડીલરો અને ગ્રાહકોના સૂચનો પર ધ્યાન આપવું જોઇએ.