પત્નીના પરિવારજનો પાસે ધામધૂમથી લગ્નની તૈયારીઓ કરાવી એનઆરઆઈ યુવક આવ્યો જ નહીં

                                                                  Image: Freepikમાંજલપુર વિસ્તારમાં રહેતી નિરાલીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારી સમાજની ચોપડીમાં નિશાંત પરિવારનો બાયોડેટા આવ્યો હતો. અને તેની માતા ચંદ્રિકાબેન નો મોબાઇલ નંબર લખ્યો હતો તે નંબર પર મારા પિતા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો ચંદ્રિકાબેન ને જણાવ્યું હતું કે મારો પુત્રમ મિકેનિકલ એન્જિનિયર છે અને કેનેડા ખાતે સ્થાયી થયો છે ત્યારબાદ અમને બંને પક્ષને પસંદ પડતા નિશાંત વડોદરા આવ્યો હતો અને બે ત્રણ દિવસ મારા ઘરે રોકાયો હતો અમને બંનેને એકબીજા પસંદ પડતા વિવાહ કર્યો હતો અને 17/ 2/ 2023 ના રોજ સાદાઈથી મારા ઘરે જ લગ્ન કર્યા હતા અને વડોદરા કચેરીમાં મેરેજ નું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મારા પતિને મેં કેનેડાની ફાઈલ કરવા માટે પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો આપ્યા હતા ત્યારબાદ નવમી માર્ચે મારા પતિ કેનેડા જતા રહ્યા હતા.નિશાંત ના કેનેડા ગયા પછી તેના માતા પિતા મારા ઘરે આવ્યા હતા ને કહ્યું હતું કે 17/ 2/ 2024 ના રોજે આપણે ફરીથી ધામધૂમ થી લગ્ન કરીએ શરૂઆતમાં મારા પિતાએ ના પાડી હતી પરંતુ મારા સાસુ સસરાના દબાણના કારણે મારા પિતા છેવટે તૈયાર થઈ ગયા હતા અને 17 મી તારીખ ના રોજ લગ્ન હોય પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો.તેમજ કેટરિંગ ફોટોગ્રાફી બ્યુટી પાર્લર ડોલી વગેરેની પણ વ્યવસ્થા કરી હતી. મારા સાસુ સસરા એ પણ આવીને બધી તૈયારીઓ જોઈ લીધી હતી. ત્યારબાદ સાસુ સસરાએ વિદેશ જવાનો ખર્ચ દાગીના રોકડા અને કારની માગણી કરી હતી પરંતુ મારા પિતાએ ના પાડતા તેઓનું વર્તન અચાનક બદલાઈ ગયું હતું. મારા પતિ નિશંતે પણ તારીખ 12-10-2023 થી મારી સાથે વાતચીત કરવાનું ઓછું કરી ધીમે ધીમે બંધ કરી દીધું હતું અને મારો નંબર બ્લોક કરી દીધો હતો મારા સાસુ સસરા પણ અમારી સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું મારા પિતા દ્વારા વારંવાર પૂછતા તેઓ સ્પષ્ટ જવાબ આપતા ન હતા.મારા મામા તથા માતા પિતા સાસરીમાં ગયા હતા અને વડોદરા ખાતે રાખેલા પ્રસંગની આખરી તૈયારી અંગે વાતચીત કરી હતી તે સમયે મારા સાસુ સસરાએ ફરીથી દહેજ ની માંગણી કરી હતી અને કહ્યું હતું કે આ માંગણી પૂરી કર્યા પછી જ આગળની વાતચીત થાય છે અને અમને જણાવ્યું હતું કે હું પોલીસમાં છું મારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ છે અમારું કોઈ કશું બગાડી શકશે નહીંમારા સાસુ સસરા અગાઉ નક્કી કર્યા મુજબ તારીખ 17 /2/ 2024 ના રોજ વડોદરા ખાતે આવ્યા ન હતા અને મારા પતિ નીશાંતે પણ મારી કેનેડાની ફાઈલ વીટ્રો અથવા કેન્સલ કરી દીધી હતી. તેમણે મારી જાણ બહાર મારા ઇ-મેલ આઇડી ના પાસવર્ડ પણ બદલી નાખ્યા હતા. અને કહેતા હતા કે છૂટાછેડા ના કાગળ ઉપર સહી કરશો પછી જ ડીટેલ આપવામાં આવશે.માંજલપુર પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે નિશાંત ખુશાલભાઈ પઢીયાર રહેવાસી અમરેલી હાલ રહેવાસી કેનેડા તથા ચંદ્રિકાબેન ખુશાલભાઈ પઢીયાર અને ખુશાલભાઈ પઢીયાર બંને રહેવાસી ઓપન જેલની સામે ઓમ નગર અમરેલી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી જાય

પત્નીના પરિવારજનો પાસે ધામધૂમથી લગ્નની તૈયારીઓ કરાવી એનઆરઆઈ યુવક આવ્યો જ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


                                                                  Image: Freepik

માંજલપુર વિસ્તારમાં રહેતી નિરાલીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારી સમાજની ચોપડીમાં નિશાંત પરિવારનો બાયોડેટા આવ્યો હતો. અને તેની માતા ચંદ્રિકાબેન નો મોબાઇલ નંબર લખ્યો હતો તે નંબર પર મારા પિતા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો ચંદ્રિકાબેન ને જણાવ્યું હતું કે મારો પુત્રમ મિકેનિકલ એન્જિનિયર છે અને કેનેડા ખાતે સ્થાયી થયો છે ત્યારબાદ અમને બંને પક્ષને પસંદ પડતા નિશાંત વડોદરા આવ્યો હતો અને બે ત્રણ દિવસ મારા ઘરે રોકાયો હતો અમને બંનેને એકબીજા પસંદ પડતા વિવાહ કર્યો હતો અને 17/ 2/ 2023 ના રોજ સાદાઈથી મારા ઘરે જ લગ્ન કર્યા હતા અને વડોદરા કચેરીમાં મેરેજ નું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મારા પતિને મેં કેનેડાની ફાઈલ કરવા માટે પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો આપ્યા હતા ત્યારબાદ નવમી માર્ચે મારા પતિ કેનેડા જતા રહ્યા હતા.

નિશાંત ના કેનેડા ગયા પછી તેના માતા પિતા મારા ઘરે આવ્યા હતા ને કહ્યું હતું કે 17/ 2/ 2024 ના રોજે આપણે ફરીથી ધામધૂમ થી લગ્ન કરીએ શરૂઆતમાં મારા પિતાએ ના પાડી હતી પરંતુ મારા સાસુ સસરાના દબાણના કારણે મારા પિતા છેવટે તૈયાર થઈ ગયા હતા અને 17 મી તારીખ ના રોજ લગ્ન હોય પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો.તેમજ કેટરિંગ ફોટોગ્રાફી બ્યુટી પાર્લર ડોલી વગેરેની પણ વ્યવસ્થા કરી હતી. મારા સાસુ સસરા એ પણ આવીને બધી તૈયારીઓ જોઈ લીધી હતી. ત્યારબાદ સાસુ સસરાએ વિદેશ જવાનો ખર્ચ દાગીના રોકડા અને કારની માગણી કરી હતી પરંતુ મારા પિતાએ ના પાડતા તેઓનું વર્તન અચાનક બદલાઈ ગયું હતું. મારા પતિ નિશંતે પણ તારીખ 12-10-2023 થી મારી સાથે વાતચીત કરવાનું ઓછું કરી ધીમે ધીમે બંધ કરી દીધું હતું અને મારો નંબર બ્લોક કરી દીધો હતો મારા સાસુ સસરા પણ અમારી સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું મારા પિતા દ્વારા વારંવાર પૂછતા તેઓ સ્પષ્ટ જવાબ આપતા ન હતા.

મારા મામા તથા માતા પિતા સાસરીમાં ગયા હતા અને વડોદરા ખાતે રાખેલા પ્રસંગની આખરી તૈયારી અંગે વાતચીત કરી હતી તે સમયે મારા સાસુ સસરાએ ફરીથી દહેજ ની માંગણી કરી હતી અને કહ્યું હતું કે આ માંગણી પૂરી કર્યા પછી જ આગળની વાતચીત થાય છે અને અમને જણાવ્યું હતું કે હું પોલીસમાં છું મારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ છે અમારું કોઈ કશું બગાડી શકશે નહીં

મારા સાસુ સસરા અગાઉ નક્કી કર્યા મુજબ તારીખ 17 /2/ 2024 ના રોજ વડોદરા ખાતે આવ્યા ન હતા અને મારા પતિ નીશાંતે પણ મારી કેનેડાની ફાઈલ વીટ્રો અથવા કેન્સલ કરી દીધી હતી. તેમણે મારી જાણ બહાર મારા ઇ-મેલ આઇડી ના પાસવર્ડ પણ બદલી નાખ્યા હતા. અને કહેતા હતા કે છૂટાછેડા ના કાગળ ઉપર સહી કરશો પછી જ ડીટેલ આપવામાં આવશે.

માંજલપુર પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે નિશાંત ખુશાલભાઈ પઢીયાર રહેવાસી અમરેલી હાલ રહેવાસી કેનેડા તથા ચંદ્રિકાબેન ખુશાલભાઈ પઢીયાર અને ખુશાલભાઈ પઢીયાર બંને રહેવાસી ઓપન જેલની સામે ઓમ નગર અમરેલી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી જાય