Suratમાં DCPએ પોલીસની સતર્કતા ચકાસવા PCRને કોલ કર્યો,બે પોલીસ કોન્સ્ટેબલની નિષ્કિયતા દેખાઈ

બેદરકારી બદલ DCPએ 2 કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ પોલીસની સતર્કતા ચકાસવા DCPએ કર્યો હતો કોલ બંને કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચ્યા જ નહી પાંડેસરા પોલીસની PCRમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલને DCP સસ્પેન્ડ કરતા સુરત પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.DCPએ પોલીસની સતર્કતા ચકાસી હતી અને ફોન કર્યો ત્યારે PCRમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ ઘટના સ્થળે પોહ્ચ્યા જ ન હતા જેના કારણે પોલીસ કોન્સ્ટેબલ રત્ના રબારી અને નિકુલસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ખાનગી ડ્રાઈવર હાજર ના રહ્યાં સુરતમાં ફરજ બજાવતા DCP વિજયસિંહ ગુર્જરે રાત્રીના સમયે પોલીસની સતર્કતા ચકાસી હતી અને તેમાં બે પોલીસ કોન્સ્ટેબલ ઉણા ના ઉતરતા તેમને ઘરભેગા થવાનો વારો આવ્યો છે,ડીસીપીએ રાત્રે પીસીઆર વાનને ફોન કર્યો અને જણાવ્યું કે આ જગ્યા પર આવી કોઈ ઘટના બની છે,તમે પહોંચો પણ પીસીઆર વાનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ તે જગ્યાએ ના પહોંચતા ડીસીપીએ તેમની સામે કડક પગલા ભરી તેમને સસ્પેન્ડ કર્યા છે.આ પીસીઆર વાનમાં ખાનગી ડ્રાઈવર ફરજ બજાવતા હતા. 6 જુન 2024ના રોજ સુરત પોલીસ વિવાદમાં આવી હતી દારૂના અડ્ડા પર જનતા રેડ પર સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી હતી. ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે પોલીસકર્મીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો હતો.સુરતમાં અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હોવાનું દેખાય છે. પોલીસ કર્મચારી ગુસ્સામાં મહિલાઓની મર્યાદા પણ નથી જાળવી રહ્યા અને કહ્યું કે, મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું. મહિલાને ધમકાવીને દાદાગીરી કરતા પોલીસકર્મીનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 24 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડા પોલીસ વિવાદમાં આવી ખેડામાં દારુની મહેફિલ બાદ પોલીસ અધિકારીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.લીવ રિઝર્વમાં મુકેલા ત્રણ PI સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. ત્રણ પીઆઇને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. નડીયાદ ટાઉન પીઆઇ હરપાલ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નડીયાદ પશ્ચિમના પીઆઇ યશવંત ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડતાલ પીઆઇ આર કે પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પોલીસ વિભાગ દ્વારા ત્રણેય અધિકારીઓને લીવ રિઝર્વ પર મૂકાયા હતા. 

Suratમાં DCPએ પોલીસની સતર્કતા ચકાસવા PCRને કોલ કર્યો,બે પોલીસ કોન્સ્ટેબલની નિષ્કિયતા દેખાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બેદરકારી બદલ DCPએ 2 કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ
  • પોલીસની સતર્કતા ચકાસવા DCPએ કર્યો હતો કોલ
  • બંને કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચ્યા જ નહી

પાંડેસરા પોલીસની PCRમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલને DCP સસ્પેન્ડ કરતા સુરત પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.DCPએ પોલીસની સતર્કતા ચકાસી હતી અને ફોન કર્યો ત્યારે PCRમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ ઘટના સ્થળે પોહ્ચ્યા જ ન હતા જેના કારણે પોલીસ કોન્સ્ટેબલ રત્ના રબારી અને નિકુલસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ખાનગી ડ્રાઈવર હાજર ના રહ્યાં

સુરતમાં ફરજ બજાવતા DCP વિજયસિંહ ગુર્જરે રાત્રીના સમયે પોલીસની સતર્કતા ચકાસી હતી અને તેમાં બે પોલીસ કોન્સ્ટેબલ ઉણા ના ઉતરતા તેમને ઘરભેગા થવાનો વારો આવ્યો છે,ડીસીપીએ રાત્રે પીસીઆર વાનને ફોન કર્યો અને જણાવ્યું કે આ જગ્યા પર આવી કોઈ ઘટના બની છે,તમે પહોંચો પણ પીસીઆર વાનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ તે જગ્યાએ ના પહોંચતા ડીસીપીએ તેમની સામે કડક પગલા ભરી તેમને સસ્પેન્ડ કર્યા છે.આ પીસીઆર વાનમાં ખાનગી ડ્રાઈવર ફરજ બજાવતા હતા.

6 જુન 2024ના રોજ સુરત પોલીસ વિવાદમાં આવી હતી

દારૂના અડ્ડા પર જનતા રેડ પર સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી હતી. ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે પોલીસકર્મીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો હતો.સુરતમાં અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હોવાનું દેખાય છે. પોલીસ કર્મચારી ગુસ્સામાં મહિલાઓની મર્યાદા પણ નથી જાળવી રહ્યા અને કહ્યું કે, મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું. મહિલાને ધમકાવીને દાદાગીરી કરતા પોલીસકર્મીનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

24 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડા પોલીસ વિવાદમાં આવી

ખેડામાં દારુની મહેફિલ બાદ પોલીસ અધિકારીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.લીવ રિઝર્વમાં મુકેલા ત્રણ PI સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. ત્રણ પીઆઇને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. નડીયાદ ટાઉન પીઆઇ હરપાલ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નડીયાદ પશ્ચિમના પીઆઇ યશવંત ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડતાલ પીઆઇ આર કે પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પોલીસ વિભાગ દ્વારા ત્રણેય અધિકારીઓને લીવ રિઝર્વ પર મૂકાયા હતા.