Gujarat News: સ્કૂલવાનમાં મોકલતા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો

ચાલુ સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓ નીચે પટકાયા વાનની ગતિ ધીમી હોવાથી દુર્ઘટના ટળી વીડિયો ગુજરાતના કોઈ જિલ્લાનો હોવાની વાત સ્કૂલ વાનચાલકની બેદરકારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચાલુ સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓ નીચે પટકાયા છે. તેમાં વાનની ગતિ ધીમી હોવાથી દુર્ઘટના ટળી છે. ત્યારે વીડિયો ગુજરાતના કોઈ જિલ્લાનો હોવાની વાત સામે આવી રહી છે. અગાઉ પણ અમદાવાદમાં બેફામ સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી. રોજના 3.50 લાખથી વધુ બાળકો રિક્ષામાં કે વાનમાં સ્કૂલે જાય છે અવાન-નવાર સ્કૂલવાન અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં બાળકોના જીવ જોખમાય છે. અમદાવાદ શહેરની જ જો વાત કરીએ તો રોજના 3.50 લાખથી વધુ બાળકો રિક્ષામાં કે વાનમાં સ્કૂલે જાય છે. શહેરમાં સ્કૂલવર્ધી માટે અંદાજે હજારો સ્કૂલવાન દોડે છે. બેફામ સ્કૂલ વાહન ચલાવતા ચાલકોને બાળકોના ભવિષ્યની પણ ચિંતા હોતી નથી. શિક્ષણ બોર્ડે સ્કૂલબસ માટે નિયમો બનાવ્યા છે પણ શાળામાં ચાલતી સ્કૂલબસમાં તેનું પાલન કરવામાં આવતું નથી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અગાઉ સુરતમાં સ્કૂલવાન ચાલકની બેદરકારી સામે આવી હતી. જેમાં સુરતના વેસુ આવાસ વિસ્તારમાં વાનચાલકે રિવર્સ લેતી વખતે એક બાળકને કચડવાની ઘટના બની હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયુ હતુ કે એક બાળક સાયકલ ચાલવતી વખતે નીચે પડી જાય છે તે દરમિયાન વાનચાલક ધ્યાન રાખ્યા વિના જ ગાડી રિવર્સમાં લે છે અને અચાનક આ બાળક વાન નીચે આવી જાય છે. આ ઘટના જોઈને લોકોએ બુમાબુમ કરી. આ દુર્ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્કૂલવાનમાં 20થી વધુ બાળકો ખીચોખીચ બેસાડ્યા હતા અમદાવાદમાં બેફામ સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ભારે ઝડપમાં વળાંક લેતા સ્કૂલવાનમાંથી 3 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનામાં એક બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે ગંભીર ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ સ્કૂલવાનમાં 20થી વધુ બાળકો ખીચોખીચ બેસાડ્યા હતા. જેમાં સ્કૂલવાન ચાલકની બેદરકારી મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે પંચામૃત સ્કૂલ ખાતે RTO અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. તપાસ હાથ ધરી હતી.

Gujarat News: સ્કૂલવાનમાં મોકલતા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલુ સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓ નીચે પટકાયા
  • વાનની ગતિ ધીમી હોવાથી દુર્ઘટના ટળી
  • વીડિયો ગુજરાતના કોઈ જિલ્લાનો હોવાની વાત

સ્કૂલ વાનચાલકની બેદરકારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચાલુ સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓ નીચે પટકાયા છે. તેમાં વાનની ગતિ ધીમી હોવાથી દુર્ઘટના ટળી છે. ત્યારે વીડિયો ગુજરાતના કોઈ જિલ્લાનો હોવાની વાત સામે આવી રહી છે. અગાઉ પણ અમદાવાદમાં બેફામ સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી.

રોજના 3.50 લાખથી વધુ બાળકો રિક્ષામાં કે વાનમાં સ્કૂલે જાય છે

અવાન-નવાર સ્કૂલવાન અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં બાળકોના જીવ જોખમાય છે. અમદાવાદ શહેરની જ જો વાત કરીએ તો રોજના 3.50 લાખથી વધુ બાળકો રિક્ષામાં કે વાનમાં સ્કૂલે જાય છે. શહેરમાં સ્કૂલવર્ધી માટે અંદાજે હજારો સ્કૂલવાન દોડે છે. બેફામ સ્કૂલ વાહન ચલાવતા ચાલકોને બાળકોના ભવિષ્યની પણ ચિંતા હોતી નથી. શિક્ષણ બોર્ડે સ્કૂલબસ માટે નિયમો બનાવ્યા છે પણ શાળામાં ચાલતી સ્કૂલબસમાં તેનું પાલન કરવામાં આવતું નથી.

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

અગાઉ સુરતમાં સ્કૂલવાન ચાલકની બેદરકારી સામે આવી હતી. જેમાં સુરતના વેસુ આવાસ વિસ્તારમાં વાનચાલકે રિવર્સ લેતી વખતે એક બાળકને કચડવાની ઘટના બની હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયુ હતુ કે એક બાળક સાયકલ ચાલવતી વખતે નીચે પડી જાય છે તે દરમિયાન વાનચાલક ધ્યાન રાખ્યા વિના જ ગાડી રિવર્સમાં લે છે અને અચાનક આ બાળક વાન નીચે આવી જાય છે. આ ઘટના જોઈને લોકોએ બુમાબુમ કરી. આ દુર્ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સ્કૂલવાનમાં 20થી વધુ બાળકો ખીચોખીચ બેસાડ્યા હતા

અમદાવાદમાં બેફામ સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ભારે ઝડપમાં વળાંક લેતા સ્કૂલવાનમાંથી 3 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનામાં એક બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે ગંભીર ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ સ્કૂલવાનમાં 20થી વધુ બાળકો ખીચોખીચ બેસાડ્યા હતા. જેમાં સ્કૂલવાન ચાલકની બેદરકારી મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે પંચામૃત સ્કૂલ ખાતે RTO અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. તપાસ હાથ ધરી હતી.