Ahmedabadમાં રોંગ સાઈડ 'રાજુઓ' સાવધાન ! હવે પોલીસ નોંધશે ગુનો

આવતીકાલથી 10 દિવસ ડ્રાઇવનું આયોજન હવે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ આ ડ્રાઈવમાં જોડાશે અમદાવાદ શહેરમાં આવતીકાલથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે પોલીસ ડ્રાઈવ કરશે,જેમાં કોઈ પણ વાહનચાલક હવે રોંગસાઈડમાં આવશે તો પોલીસ તેની સામે ગુનો નોંધશે.આવતીકાલથી 10 દિવસ માટે આ ડ્રાઈવનું આયોજન કરાયું છે.ટ્રાફિક અને સ્થાનિક પોલીસ ડ્રાઈવમાં જોડાશે અને કાર્યવાહી કરશે. અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ અમદાવાદમાં રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો સામે પોલીસ આવતીકાલથી ડ્રાઈવ શરૂ કરવા જઈ રહી છે.જેમાં પોલીસ દંડ નહી પણ હવે ગુનો નોંધશે,માટે રોંગ સાઈડ પર વાહન ચલાવતા પહેલા સો વાર વિચાર કરજો,આ ટ્રાફિક ડ્રાઈવ દરેક વિસ્તારમાં કરવામાં આવશે અને સાથે સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓની પણ મદદ લેવામાં આવશે,10 દિવસની ડ્રાઈવનું ખાસ આયોજન અમદાવાદ શહેર પોલીસ દ્રારા કરવામાં આવ્યું છે. પોલીસ ભરશે કડક પગલા અમદાવાદ હોય કે બીજું કોઈપણ શહેર, લોકોને રોન્ગ સાઈડમાં વાહન ચલાવવાનો અલગ જ ચસકો હોય છે. પોતાની નિશ્ચિત જગ્યાએ જવા માટે તેઓ થોડા ઘણા શોર્ટકટ લેતા હોય છે અને બાદમાં રોન્ગ સાઈડમાં આવતા વાહનોની સંખ્યા વધી જાય છે. પરંતુ શહેરમાં હવે જો આવું કઈક કર્યું તો ખેર નહીં હોય. પોલીસ કડક પગલા ભરવા માટે તૈયાર થઈ ગઈ છે. અકસ્માતનું પ્રમાણ ઘટશે અમદાવાદ શહેરની જ વાત કરી લઈએ તો 2024ના પહેલા પાંચ મહિનામાં જ 3032 લોકો એવા હતા જે રોન્ગ સાઈડમાં બેફામ ડ્રાઈવિંગ કરતા હતા. આટલા ડ્રાઈવર પાસેથી કૂલ 56 લાખ 58 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે. 16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા છે જેમને ટ્રાફિકના નાના મોટા નિયમભંગ બદલ દંડ ફટકારાયો છે. તેમની પાસેથી કૂલ દંડની રકમ 4 કરોડ 53 લાખ 79 હજાર રૂપિયા વસૂલવામાં આવી છે.

Ahmedabadમાં રોંગ સાઈડ 'રાજુઓ' સાવધાન ! હવે પોલીસ નોંધશે ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલથી 10 દિવસ ડ્રાઇવનું આયોજન
  • હવે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે
  • ટ્રાફિક અને સ્થાનિક પોલીસ આ ડ્રાઈવમાં જોડાશે

અમદાવાદ શહેરમાં આવતીકાલથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે પોલીસ ડ્રાઈવ કરશે,જેમાં કોઈ પણ વાહનચાલક હવે રોંગસાઈડમાં આવશે તો પોલીસ તેની સામે ગુનો નોંધશે.આવતીકાલથી 10 દિવસ માટે આ ડ્રાઈવનું આયોજન કરાયું છે.ટ્રાફિક અને સ્થાનિક પોલીસ ડ્રાઈવમાં જોડાશે અને કાર્યવાહી કરશે.

અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ

અમદાવાદમાં રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો સામે પોલીસ આવતીકાલથી ડ્રાઈવ શરૂ કરવા જઈ રહી છે.જેમાં પોલીસ દંડ નહી પણ હવે ગુનો નોંધશે,માટે રોંગ સાઈડ પર વાહન ચલાવતા પહેલા સો વાર વિચાર કરજો,આ ટ્રાફિક ડ્રાઈવ દરેક વિસ્તારમાં કરવામાં આવશે અને સાથે સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓની પણ મદદ લેવામાં આવશે,10 દિવસની ડ્રાઈવનું ખાસ આયોજન અમદાવાદ શહેર પોલીસ દ્રારા કરવામાં આવ્યું છે.

પોલીસ ભરશે કડક પગલા

અમદાવાદ હોય કે બીજું કોઈપણ શહેર, લોકોને રોન્ગ સાઈડમાં વાહન ચલાવવાનો અલગ જ ચસકો હોય છે. પોતાની નિશ્ચિત જગ્યાએ જવા માટે તેઓ થોડા ઘણા શોર્ટકટ લેતા હોય છે અને બાદમાં રોન્ગ સાઈડમાં આવતા વાહનોની સંખ્યા વધી જાય છે. પરંતુ શહેરમાં હવે જો આવું કઈક કર્યું તો ખેર નહીં હોય. પોલીસ કડક પગલા ભરવા માટે તૈયાર થઈ ગઈ છે.

અકસ્માતનું પ્રમાણ ઘટશે

અમદાવાદ શહેરની જ વાત કરી લઈએ તો 2024ના પહેલા પાંચ મહિનામાં જ 3032 લોકો એવા હતા જે રોન્ગ સાઈડમાં બેફામ ડ્રાઈવિંગ કરતા હતા. આટલા ડ્રાઈવર પાસેથી કૂલ 56 લાખ 58 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે. 16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા છે જેમને ટ્રાફિકના નાના મોટા નિયમભંગ બદલ દંડ ફટકારાયો છે. તેમની પાસેથી કૂલ દંડની રકમ 4 કરોડ 53 લાખ 79 હજાર રૂપિયા વસૂલવામાં આવી છે.