Ahmedabadમાં ભારે વરસાદને લઈ અખબારનગર અને મિઠાખળી અંડરબ્રિજ બંધ કરાયા

વટવામાં અનેક જગ્યાએ પાણી ભરાયા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી બાળકોએ વરસાદી પાણીમાં માણી મજા બપોર બાદ અમદાવાદમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે,વરસાદ બંધ થવાનુ નામ જ નથી લઈ રહ્યો ત્યારે અમદાવાદના વટવાના પુનિતનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ રહ્યાં છે.બાળકો વરસાદી પાણીમાં મજા માણી રહ્યાં છે.કોર્પોરેશન તંત્ર શહેરમાં વરસાદી પાણી દૂર કરવાની કામગીરી નહી કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ પડતા શહેરના અખબારનગર, મીઠાખળી અને ત્રાગડ અંડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે.બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 148 MM, બારડોલીમાં 130 MM, સુરત શહેરમાં 119 MM, વાપીમાં 117 MM, સુરતના મહુવામાં 116 MM, કામરેજમાં 115 MM, ઓલપાડમાં 111 MM, વલસાડમાં 102 MM, કપરાડામાં 89 MM અને ભરૂચ અને ખેરગામમાં 86 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે ત્રણ કલાક વરસાદની આપી છે આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ અગામી ત્રણ કલાકનું નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યુ છે,જેમાં અમદાવાદમાં આજે રેડ એલર્ટ અપાયું છે.પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે.આણંદ, ખેડા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.તો અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેશે.અમદાવાદના એસજી હાઈવે,ગોદરેજ ગાર્ડન સિટી તેમજ ગોતાની અમુક સોસાયટીઓમાં ભરાયા છે વરસાદી પાણી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા. લોકો પોતાના વાહનોને ધક્કા મારી અને લઈ જતા નજરે પડયા હતા.અમદાવાદમાં માત્ર એક ઇંચ વરસાદ પડતાની સાથે જ વિવિધ વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા.ન્યુ રાણીપ, ચાંદખેડા IOC રોડ, ત્રાગડ રોડ, ડી કેબીન સાબરમતી જવાહર ચોક રોડ સહિત પાણીમાં ગરકાવ થઈ ગયા છે.પ્રેમચંદ નગર પાસે નવી ગટર લાઈન નાખી છતાં પણ પાણી ભરાયા અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સુરત, નર્મદા, મોરબી,ભાવનગર, બોટાદ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.બીજી તરફ ગાંધીનગર, વડોદરા, ડાંગ,તાપી, નવસારી, વલસાડ,દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ,પોરબંદર, જામનગર,જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ,અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.મહિસગાર, દાહોદ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠે 40થી 60 કિ.મી. ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં બપોરના 1 વાગ્યા દરમિયાન નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તદુપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શકયતાઓ છે. જેમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે.

Ahmedabadમાં ભારે વરસાદને લઈ અખબારનગર અને મિઠાખળી અંડરબ્રિજ બંધ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વટવામાં અનેક જગ્યાએ પાણી ભરાયા
  • પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
  • બાળકોએ વરસાદી પાણીમાં માણી મજા

બપોર બાદ અમદાવાદમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે,વરસાદ બંધ થવાનુ નામ જ નથી લઈ રહ્યો ત્યારે અમદાવાદના વટવાના પુનિતનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ રહ્યાં છે.બાળકો વરસાદી પાણીમાં મજા માણી રહ્યાં છે.કોર્પોરેશન તંત્ર શહેરમાં વરસાદી પાણી દૂર કરવાની કામગીરી નહી કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ પડતા શહેરના અખબારનગર, મીઠાખળી અને ત્રાગડ અંડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે.

બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 148 MM, બારડોલીમાં 130 MM, સુરત શહેરમાં 119 MM, વાપીમાં 117 MM, સુરતના મહુવામાં 116 MM, કામરેજમાં 115 MM, ઓલપાડમાં 111 MM, વલસાડમાં 102 MM, કપરાડામાં 89 MM અને ભરૂચ અને ખેરગામમાં 86 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.


હવામાન વિભાગે ત્રણ કલાક વરસાદની આપી છે આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ અગામી ત્રણ કલાકનું નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યુ છે,જેમાં અમદાવાદમાં આજે રેડ એલર્ટ અપાયું છે.પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે.આણંદ, ખેડા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.તો અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેશે.અમદાવાદના એસજી હાઈવે,ગોદરેજ ગાર્ડન સિટી તેમજ ગોતાની અમુક સોસાયટીઓમાં ભરાયા છે વરસાદી પાણી.

અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા. લોકો પોતાના વાહનોને ધક્કા મારી અને લઈ જતા નજરે પડયા હતા.અમદાવાદમાં માત્ર એક ઇંચ વરસાદ પડતાની સાથે જ વિવિધ વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા.ન્યુ રાણીપ, ચાંદખેડા IOC રોડ, ત્રાગડ રોડ, ડી કેબીન સાબરમતી જવાહર ચોક રોડ સહિત પાણીમાં ગરકાવ થઈ ગયા છે.પ્રેમચંદ નગર પાસે નવી ગટર લાઈન નાખી છતાં પણ પાણી ભરાયા

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

સુરત, નર્મદા, મોરબી,ભાવનગર, બોટાદ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.બીજી તરફ ગાંધીનગર, વડોદરા, ડાંગ,તાપી, નવસારી, વલસાડ,દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ,પોરબંદર, જામનગર,જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ,અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.મહિસગાર, દાહોદ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દરિયાકાંઠે 40થી 60 કિ.મી. ઝડપે પવન ફૂંકાશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં બપોરના 1 વાગ્યા દરમિયાન નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તદુપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શકયતાઓ છે. જેમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે.