Bhujમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, અનેક લોકોના વાહન બંધ થયા

બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા પાલિકાની પ્રિ-મોન્સૂમ કામગીરીની પોલ ખુલી સીઝનના પહેલા વરસાદમાં પાણી ભરાયા ભુજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેમાં અનેક લોકોના વાહન બંધ થયા છે. તેમજ પાલિકાની પ્રિ-મોન્સૂમ કામગીરીની પોલ ખુલી છે. સીઝનના પહેલા વરસાદમાં પાણી ભરાયા છે. જેમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. એક કલાક સુધી ધીમીધારે મેઘરાજાએ મેઘમહેર વરસાવી ભુજ શહેરમાં આજે ઉકળાટ બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થતાં એક કલાક સુધી ધીમીધારે મેઘરાજાએ મેઘમહેર વરસાવી હતી. વરસતા વરસાદમાં નાહવાની મોજ માણવા શહેરીજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બીજી તરફ એસટી બસ પોર્ટ બહાર એસટી રોડ પર દર ચોમાસાની જેમ માત્ર એકાદ ઇંચ વરસાદમાં જળ ભરાવની સ્થિતિ જોવા મળી હતી. અનેક વાહન ચાલકોને રસ્તો પસાર કરવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો, તો કેટલાક ટુ વહીલર વાહનોના એન્જિનમાં પાણી ઘુસી જવાથી બંધ પડી ગયા હતા. લોકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ દર વર્ષે સર્જાતી જળ ભરાવની સ્થિતિના કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ હતી. નોંધનીય છે કે ગત વર્ષે ત્રાટકેલા બીપરજોય વાવાઝોડા દરમિયાન 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડી ગયો હતો પરંતુ ખાનગી સંસ્થા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીમાં સહયોગ અપાયો હતો જેને લઈ જળ ભરાવની સમસ્યા ઉદભવી ના હતી.

Bhujમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, અનેક લોકોના વાહન બંધ થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા
  • પાલિકાની પ્રિ-મોન્સૂમ કામગીરીની પોલ ખુલી
  • સીઝનના પહેલા વરસાદમાં પાણી ભરાયા

ભુજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેમાં અનેક લોકોના વાહન બંધ થયા છે. તેમજ પાલિકાની પ્રિ-મોન્સૂમ કામગીરીની પોલ ખુલી છે. સીઝનના પહેલા વરસાદમાં પાણી ભરાયા છે. જેમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

એક કલાક સુધી ધીમીધારે મેઘરાજાએ મેઘમહેર વરસાવી

ભુજ શહેરમાં આજે ઉકળાટ બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થતાં એક કલાક સુધી ધીમીધારે મેઘરાજાએ મેઘમહેર વરસાવી હતી. વરસતા વરસાદમાં નાહવાની મોજ માણવા શહેરીજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બીજી તરફ એસટી બસ પોર્ટ બહાર એસટી રોડ પર દર ચોમાસાની જેમ માત્ર એકાદ ઇંચ વરસાદમાં જળ ભરાવની સ્થિતિ જોવા મળી હતી. અનેક વાહન ચાલકોને રસ્તો પસાર કરવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો, તો કેટલાક ટુ વહીલર વાહનોના એન્જિનમાં પાણી ઘુસી જવાથી બંધ પડી ગયા હતા.

લોકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ

દર વર્ષે સર્જાતી જળ ભરાવની સ્થિતિના કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ હતી. નોંધનીય છે કે ગત વર્ષે ત્રાટકેલા બીપરજોય વાવાઝોડા દરમિયાન 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડી ગયો હતો પરંતુ ખાનગી સંસ્થા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીમાં સહયોગ અપાયો હતો જેને લઈ જળ ભરાવની સમસ્યા ઉદભવી ના હતી.