Loksabha Election Result: જાણો ભાજપના વિજેતા ઉમેદવાર એડવોકેટ દિનેશ મકવાણાની રાજકીય સફર

અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણાની પ્રચંડ જીત કોંગ્રેસના ભરત મકવાણાને 2,86,437 વોટના માર્જીનથી હરાવ્યા સામાન્ય કાર્યકર તરીકેની નિર્વિવાદીત છબી ધરાવે છે મકવાણા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના મતદારોએ ફરી એકવાર ભાજપ પર ભરોસો વ્યક્ત કર્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની 6,11,704 મત સાથે ભવ્ય જીત થઈ છે. જ્યારે, તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાને 3,25,267 મત મળ્યા છે. આમ દિનેશ મકવાણાએ ભરત મકવાણા સામે 2,86,437 વોટના માર્જીનથી જીત મેળવી છે. નોંધનીય છે કે, દિનેશ મકવાણા અગાઉ અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા વિધાનસભા બેઠકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદ પશ્ચિમ એ SC રિઝર્વ બેઠક છે. ભાજપે ખેલ્યો હતો સૌથી મોટો દાવ ત્યારે, આ વખતે ભાજપે આ બેઠક પર સૌથી મોટો દાવ ખેલીને સામાન્ય કાર્યકર તરીકેની છબી ધરાવતા દિનેશ મકવાણાની પસંદગી કરીને ઉમેદવાર બનાવ્યા હતા. દિનેશ મકવાણા નિર્વિવાદીત અને જૂથવાદથી ઉપર ઉઠેલી છબી ધરાવે છે. દિનેશ મકવાણાની રાજકીય કારકિર્દી અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાનો જન્મ તારીખ 16 ડિસેમ્બર 1969ના રોજ થયો હતો. તેમણે B.A LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ હિન્દુ વણકર જ્ઞાતિમાંથી આવે છે. દિનેશ મકવાણા 1987થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. 54 વર્ષીય દિનેશ મકવાણાની રાજકીય સફર વિશે વાત કરીએ તો, સૌપ્રથમ તેઓ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદના 2 વખત પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તો 54 વર્ષીય મકવાણા 5 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જમીન સાથે જોડાયેલા નેતા છે. વર્ષ 2009, 2014 અને 2019માં રિપીટ ઉમેદવાર બાદ પ્રથમ વખત ઉમેદવાર બદલવામાં આવ્યા છે. આ સીટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી કિરીટ સોલંકી સાંસદ હતા.

Loksabha Election Result: જાણો ભાજપના વિજેતા ઉમેદવાર એડવોકેટ દિનેશ મકવાણાની રાજકીય સફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણાની પ્રચંડ જીત 
  • કોંગ્રેસના ભરત મકવાણાને 2,86,437 વોટના માર્જીનથી હરાવ્યા 
  • સામાન્ય કાર્યકર તરીકેની નિર્વિવાદીત છબી ધરાવે છે મકવાણા 

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના મતદારોએ ફરી એકવાર ભાજપ પર ભરોસો વ્યક્ત કર્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની 6,11,704 મત સાથે ભવ્ય જીત થઈ છે. જ્યારે, તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાને 3,25,267 મત મળ્યા છે. આમ દિનેશ મકવાણાએ ભરત મકવાણા સામે 2,86,437 વોટના માર્જીનથી જીત મેળવી છે. નોંધનીય છે કે, દિનેશ મકવાણા અગાઉ અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. 

અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા વિધાનસભા બેઠકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદ પશ્ચિમ એ SC રિઝર્વ બેઠક છે.

ભાજપે ખેલ્યો હતો સૌથી મોટો દાવ

ત્યારે, આ વખતે ભાજપે આ બેઠક પર સૌથી મોટો દાવ ખેલીને સામાન્ય કાર્યકર તરીકેની છબી ધરાવતા દિનેશ મકવાણાની પસંદગી કરીને ઉમેદવાર બનાવ્યા હતા. દિનેશ મકવાણા નિર્વિવાદીત અને જૂથવાદથી ઉપર ઉઠેલી છબી ધરાવે છે.

દિનેશ મકવાણાની રાજકીય કારકિર્દી

અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાનો જન્મ તારીખ 16 ડિસેમ્બર 1969ના રોજ થયો હતો. તેમણે B.A LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ હિન્દુ વણકર જ્ઞાતિમાંથી આવે છે. દિનેશ મકવાણા 1987થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે.

54 વર્ષીય દિનેશ મકવાણાની રાજકીય સફર વિશે વાત કરીએ તો, સૌપ્રથમ તેઓ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદના 2 વખત પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તો 54 વર્ષીય મકવાણા 5 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જમીન સાથે જોડાયેલા નેતા છે. વર્ષ 2009, 2014 અને 2019માં રિપીટ ઉમેદવાર બાદ પ્રથમ વખત ઉમેદવાર બદલવામાં આવ્યા છે. આ સીટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી કિરીટ સોલંકી સાંસદ હતા.