Narmada:નર્મદા પરિક્રમાર્થીઓને મગરથી સાવધાન રહેવા અનુરોધ કરાયો

પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે કલેક્ટરે બેઠક યોજીમગર દેખાય તો સેલ્ફી લેવાનો પ્રયત્ન ન કરવા સૂચન કરાયું જિલ્લા વહીવટી તંત્ર દરેક પ્રકારની સુવિધાઓ 24X7 કલાક ઉપલબ્ધ કરાવાઈ    નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા આદ્યાત્મિક્તા સાથે પ્રકૃતિની નજીક જવાનો અવસર પ્રદાન કરે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ 24X7 કલાક ઉપલબ્ધ કરાવાઈ છે. પરિક્રમા અંતિમ પડાવ તરફ્ આગળ વધી રહી છે ત્યારે હાલમાં પરિક્રમા દરમિયાન ખડેપગે સ્થળ પર રહી કામગીરી કરી રહેલા અધિકારીઓ સાથે કલેક્ટર શ્વેતા તેવતિયાએ અભિનંદન પાઠવી પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે સમીક્ષા બેઠક યોજી હતી.    અધિકારીઓના ગત સપ્તાહના અનુભવો અંગે જાણકારી મેળવી તેમના થકી થઈ રહેલી કામગીરીની કલેક્ટરએ સરાહના કરી હતી. સાથે માં નર્મદાની પંચકોશી પદયાત્રા દરમિયાન પ્રકૃતિને નુકસાન ના થાય જળચર પ્રાણીને પણ ક્યાંય ખલેલ ન પહોંચે તેવી તકેદારી પદયાત્રીઓએ રાખવી જોઇએ. ખાસ કરીને નર્મદા નદીમાં મગરો પણ વિચરણ કરતા હોવાથી તેની કાળજી લેવી આવશ્યક બને છે. પદયાત્રીથી મગરોને અને મગરોથી પદયાત્રીઓને કોઇ હાની ના થાય તે માટે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. કહ્યું છે કે, મગરોના સંવનન કાળ અને ઇંડા મૂકવાનો સમય હોઈ તેઓ છંછેડાઈને કોઈને એટેક ન કરે તે માટે અગમચેતી રાખવા જણાવ્યું હતું.      નર્મદા નદી અને સંલગ્ન વિસ્તારોમાં મગરોનો વસવાટ અને વસ્તી મોટા પ્રમાણમાં છે. મુખ્યત્વે આવા વિસ્તારમાં માનવીની અવર-જવરથી મગર ભયભીત બને છે તેમજ આવા વિસ્તારમાં મગર ઇંડા મુકતા હોય તેને મગરીને રક્ષણ આપવાના કારણે મગરો દ્વારા માનવ ઉપર હુમલા કરી ઈજા અને જાનહાની થવાના બનાવો અવાર નવાર બનતા હોય છે, જે સામે સંરક્ષણ મેળવવા કેટલીક સૂચનાઓનો અમલ આપણે કરવો જોઇએ. મગર સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં વધુ સક્રિય હોય તેની નજીક ના જવું. મગર સરીસૃપ વર્ગનું ઠંડા લોહીનું પ્રાણી છે, તે ગરમી મેળવવા તડકામાં પાણીથી બહાર આવે છે. મગરની સુંઘવાની, સાંભળવાની અને રાત્રે જોવાની શક્તિ પણ ખૂબ જ સારી હોય છે. મગર પાણીમાં તરવૈયાની જેમ ખૂબજ શક્તિશાળી હોય છે. જમીન પર ટુંકા અંતર માટે ઝડપે ચાલી શકે છે. એટલે તેના બિનજરૂરી અટકચાળા કરવા જોઇએ નહીં. નદીમાં મગર દેખાઇ ત્યારે તેને નજીક જઇ જોવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં કે, ફેટો સેલ્ફી પાડવાનો પ્રયાસ ન કરવો. ખાસ કરીને નદીના પાણીમાં ઉતરવાનું ટાળવું, મગરના ઇંડા મૂકેલ માળાની નજીક જવાનું ટાળવું, હસ્તક્ષેપથી તેના ઇંડાને નુકસાન પહોંચી શકે અથવા માદા મગર છંછેડાઈ જઈને માણસ પર હુમલો કરી શકે છે. મગરના ઇંડા મૂકેલા માળા તથા તેના બોડમાં બિનજરૂરી માનવીય પ્રદર્શન અથવા નુકસાન કારક વર્તન ટાળવું. ઉત્તરવાહિનીના માર્ગ ઉપર વન વિભાગ દ્વારા આ માટે સાવચેતીના સૂચિત બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. સાથે વન વિભાગના કર્મીઓ અને પોલીસ વિભાગ સતત પેટ્રોલિંગ પણકરી રહ્યું છે. ખાસ કરીને પાણીમાં મગરો ક્યાંક ક્યાંક દેખાયા છે, ત્યાં વિશેષ તકેદારી રાખવી જોઇએ. આ અંગે જરૂરી મદદ અને સંકટના સમયે બચાવ કામગીરી માટે વન વિભાગ ટોલ ફ્રી નંબર 1800-233-2636 તથા વન વિભાગના કર્મચારીઓનો સંપર્ક કરવા જણાવાયું છે. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વન્યજીવ મગરને પણ કાયદાકીય સંરક્ષણ મળેલ છે. જેને પણ માન આપવું જોઈએ અને બિનજરૂરી હેરાન કરવા નહીં.

Narmada:નર્મદા પરિક્રમાર્થીઓને મગરથી સાવધાન રહેવા અનુરોધ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે કલેક્ટરે બેઠક યોજી
  • મગર દેખાય તો સેલ્ફી લેવાનો પ્રયત્ન ન કરવા સૂચન કરાયું
  • જિલ્લા વહીવટી તંત્ર દરેક પ્રકારની સુવિધાઓ 24X7 કલાક ઉપલબ્ધ કરાવાઈ

   નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા આદ્યાત્મિક્તા સાથે પ્રકૃતિની નજીક જવાનો અવસર પ્રદાન કરે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ 24X7 કલાક ઉપલબ્ધ કરાવાઈ છે. પરિક્રમા અંતિમ પડાવ તરફ્ આગળ વધી રહી છે ત્યારે હાલમાં પરિક્રમા દરમિયાન ખડેપગે સ્થળ પર રહી કામગીરી કરી રહેલા અધિકારીઓ સાથે કલેક્ટર શ્વેતા તેવતિયાએ અભિનંદન પાઠવી પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે સમીક્ષા બેઠક યોજી હતી.

   અધિકારીઓના ગત સપ્તાહના અનુભવો અંગે જાણકારી મેળવી તેમના થકી થઈ રહેલી કામગીરીની કલેક્ટરએ સરાહના કરી હતી. સાથે માં નર્મદાની પંચકોશી પદયાત્રા દરમિયાન પ્રકૃતિને નુકસાન ના થાય જળચર પ્રાણીને પણ ક્યાંય ખલેલ ન પહોંચે તેવી તકેદારી પદયાત્રીઓએ રાખવી જોઇએ. ખાસ કરીને નર્મદા નદીમાં મગરો પણ વિચરણ કરતા હોવાથી તેની કાળજી લેવી આવશ્યક બને છે. પદયાત્રીથી મગરોને અને મગરોથી પદયાત્રીઓને કોઇ હાની ના થાય તે માટે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. કહ્યું છે કે, મગરોના સંવનન કાળ અને ઇંડા મૂકવાનો સમય હોઈ તેઓ છંછેડાઈને કોઈને એટેક ન કરે તે માટે અગમચેતી રાખવા જણાવ્યું હતું.

     નર્મદા નદી અને સંલગ્ન વિસ્તારોમાં મગરોનો વસવાટ અને વસ્તી મોટા પ્રમાણમાં છે. મુખ્યત્વે આવા વિસ્તારમાં માનવીની અવર-જવરથી મગર ભયભીત બને છે તેમજ આવા વિસ્તારમાં મગર ઇંડા મુકતા હોય તેને મગરીને રક્ષણ આપવાના કારણે મગરો દ્વારા માનવ ઉપર હુમલા કરી ઈજા અને જાનહાની થવાના બનાવો અવાર નવાર બનતા હોય છે, જે સામે સંરક્ષણ મેળવવા કેટલીક સૂચનાઓનો અમલ આપણે કરવો જોઇએ. મગર સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં વધુ સક્રિય હોય તેની નજીક ના જવું. મગર સરીસૃપ વર્ગનું ઠંડા લોહીનું પ્રાણી છે, તે ગરમી મેળવવા તડકામાં પાણીથી બહાર આવે છે. મગરની સુંઘવાની, સાંભળવાની અને રાત્રે જોવાની શક્તિ પણ ખૂબ જ સારી હોય છે. મગર પાણીમાં તરવૈયાની જેમ ખૂબજ શક્તિશાળી હોય છે. જમીન પર ટુંકા અંતર માટે ઝડપે ચાલી શકે છે. એટલે તેના બિનજરૂરી અટકચાળા કરવા જોઇએ નહીં. નદીમાં મગર દેખાઇ ત્યારે તેને નજીક જઇ જોવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં કે, ફેટો સેલ્ફી પાડવાનો પ્રયાસ ન કરવો. ખાસ કરીને નદીના પાણીમાં ઉતરવાનું ટાળવું, મગરના ઇંડા મૂકેલ માળાની નજીક જવાનું ટાળવું, હસ્તક્ષેપથી તેના ઇંડાને નુકસાન પહોંચી શકે અથવા માદા મગર છંછેડાઈ જઈને માણસ પર હુમલો કરી શકે છે. મગરના ઇંડા મૂકેલા માળા તથા તેના બોડમાં બિનજરૂરી માનવીય પ્રદર્શન અથવા નુકસાન કારક વર્તન ટાળવું.

ઉત્તરવાહિનીના માર્ગ ઉપર વન વિભાગ દ્વારા આ માટે સાવચેતીના સૂચિત બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. સાથે વન વિભાગના કર્મીઓ અને પોલીસ વિભાગ સતત પેટ્રોલિંગ પણકરી રહ્યું છે. ખાસ કરીને પાણીમાં મગરો ક્યાંક ક્યાંક દેખાયા છે, ત્યાં વિશેષ તકેદારી રાખવી જોઇએ. આ અંગે જરૂરી મદદ અને સંકટના સમયે બચાવ કામગીરી માટે વન વિભાગ ટોલ ફ્રી નંબર 1800-233-2636 તથા વન વિભાગના કર્મચારીઓનો સંપર્ક કરવા જણાવાયું છે. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વન્યજીવ મગરને પણ કાયદાકીય સંરક્ષણ મળેલ છે. જેને પણ માન આપવું જોઈએ અને બિનજરૂરી હેરાન કરવા નહીં.