એમ.એસ.યુનિ.માં તા.૨૪ જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષમાં રાજ્ય સરકારના એકેડમિક કેલેન્ડરનો અમલ કરવામાં આવશે અને આ માટે તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિર્ણય લેવાયો છે.રાજ્ય સરકારે તાજેતરમાં જ તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે એકેડમિક કેલેન્ડર જાહેર કર્યુ હતુ.જે અનુસાર એમ.એસ.યુનિવર્સિટીમાં પણ તા.૨૪ જૂનથી સેમેસ્ટર ૩ અને પાંચના વિદ્યાર્થીઓનુ શિક્ષણ કાર્ય શરુ થશે.જ્યારે પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે તા.૧ જૂનથી ૨૫ જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ રકવાની રહેશે.પહેલા વર્ષના વિદ્યાર્થીઓના શિક્ષણનો ૨૬ જૂનથી પ્રારંભ થશે.જ્યારે ૨૧ દિવસના દિવાળી વેકેશનનો ૨૭ ઓક્ટોબરથી પ્રારંભ થશે.૧૬ નવેમ્બરે વેકેશન સમાપ્ત થશે.યુનિવર્સિટીનુ પહેલુ સત્ર ૧૪ ડિસેમ્બરે પૂરુ થશે.જ્યારે બીજા સત્રનો ૧૬  ડિસેમ્બરથી પ્રારંભ થશે.તા.૨૮ એપ્રિલ,,૨૦૨૫ સુધીમાં બીજુ સત્ર પૂરુ કરવાનુ રહેશે.૨૯ એપ્રિલથી ૪૯ દિવસના ઉનાળુ વેકેશનો પ્રારંભ થશે.જ્યારે ૨૦૨૫માં નવુ શૈક્ષણિક વર્ષ ૧૭ જૂનથી શરુ થશે.યુનિવર્સિટી સત્તાધીશોએ મોટા ઉપાડે સરકારના એકેડમિક કેલેન્ડર પ્રમાણે યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય કરવાનો નિર્ણય તો કર્યો છે પણ ભૂતકાળમાં યુનિવર્સિટી સરકારના કોમન એકેડમિક કેલેન્ડરનુ ભાગ્યે જ પાલન કરી શકે છે.હાલની  સ્થિતિમાં પણ કોમર્સ અને આર્ટસ જેવી ફેકલ્ટીઓમાં તો એફવાય પૂરુ પણ નથી થયુ ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં એકેડમિક કેલેન્ડરનુ સંપૂર્ણપણે પાલન કરવુ શક્ય નથી તેવુ યુનિવર્સિટી વર્તુળોનુ કહેવુ છે.માત્ર સરકારના આદેશથી અને સરકારના શિક્ષણ વિભાગને ખુશ કરવા માટે એકેડમિક કેલેન્ડરને અનુસરવાની જાહેરાત કરાઈ હોય તેવુ વધારે લાગે છે.

એમ.એસ.યુનિ.માં તા.૨૪ જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષમાં રાજ્ય સરકારના એકેડમિક કેલેન્ડરનો અમલ કરવામાં આવશે અને આ માટે તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારે તાજેતરમાં જ તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે એકેડમિક કેલેન્ડર જાહેર કર્યુ હતુ.જે અનુસાર એમ.એસ.યુનિવર્સિટીમાં પણ તા.૨૪ જૂનથી સેમેસ્ટર ૩ અને પાંચના વિદ્યાર્થીઓનુ શિક્ષણ કાર્ય શરુ થશે.જ્યારે પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે તા.૧ જૂનથી ૨૫ જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ રકવાની રહેશે.પહેલા વર્ષના વિદ્યાર્થીઓના શિક્ષણનો ૨૬ જૂનથી પ્રારંભ થશે.જ્યારે ૨૧ દિવસના દિવાળી વેકેશનનો ૨૭ ઓક્ટોબરથી પ્રારંભ થશે.૧૬ નવેમ્બરે વેકેશન સમાપ્ત થશે.યુનિવર્સિટીનુ પહેલુ સત્ર ૧૪ ડિસેમ્બરે પૂરુ થશે.જ્યારે બીજા સત્રનો ૧૬  ડિસેમ્બરથી પ્રારંભ થશે.તા.૨૮ એપ્રિલ,,૨૦૨૫ સુધીમાં બીજુ સત્ર પૂરુ કરવાનુ રહેશે.૨૯ એપ્રિલથી ૪૯ દિવસના ઉનાળુ વેકેશનો પ્રારંભ થશે.જ્યારે ૨૦૨૫માં નવુ શૈક્ષણિક વર્ષ ૧૭ જૂનથી શરુ થશે.

યુનિવર્સિટી સત્તાધીશોએ મોટા ઉપાડે સરકારના એકેડમિક કેલેન્ડર પ્રમાણે યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય કરવાનો નિર્ણય તો કર્યો છે પણ ભૂતકાળમાં યુનિવર્સિટી સરકારના કોમન એકેડમિક કેલેન્ડરનુ ભાગ્યે જ પાલન કરી શકે છે.હાલની  સ્થિતિમાં પણ કોમર્સ અને આર્ટસ જેવી ફેકલ્ટીઓમાં તો એફવાય પૂરુ પણ નથી થયુ ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં એકેડમિક કેલેન્ડરનુ સંપૂર્ણપણે પાલન કરવુ શક્ય નથી તેવુ યુનિવર્સિટી વર્તુળોનુ કહેવુ છે.માત્ર સરકારના આદેશથી અને સરકારના શિક્ષણ વિભાગને ખુશ કરવા માટે એકેડમિક કેલેન્ડરને અનુસરવાની જાહેરાત કરાઈ હોય તેવુ વધારે લાગે છે.