પાટનગરમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ ઉપર તવાઈ આવશે

જીએડીના ડીવાયએસઓની ફરિયાદ બાદ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીનો આદેશમોટાભાગે પોલીસ લખેલા વાહનો હોવાની ફરિયાદને પગલે કાર્યવાહીનો રિપોર્ટ પણ જિલ્લા પોલીસવડા પાસે મંગાયો _: કસૂરવારો સામે પગલાં લેવાશેગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેરમાં નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ ધરાવતી કાર વધારે ફરી રહી છે ત્યારે તેની ઉપર મોટાભાગે પોલીસ લખેલી પ્લેટો પણ જોવા મળતી હોય છે ત્યારે આ સંદર્ભે સચિવાલય જીએડીના નાયબ સેક્શન અધિકારીએ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીને કરેલી ફરિયાદ બાદ હવે જિલ્લા પોલીસવડાને આ પ્રકારના વાહનો સામે કડક કાર્યવાહી કરી રિપોર્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.પાટનગર ગાંધીનગર સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કાળા કાચ ધરાવતી અને નંબર પ્લેટ વગરની કારની સંખ્યા વધી રહી છે ત્યારે આ સ્થિતિમાં સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં કેબિનેટ શાખામાં ફરજ બજાવતા નાયબ સેક્શન ઓફિસર અજય પટેલ દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીને પત્ર લખવામાં આવ્યો હતો અને તેમાં જણાવાયું હતું કે, ગાંધીનગર શહેર તેમજ અન્ય મહાનગરોમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓની સંખ્યા વધી રહી છે. એટલું જ નહીં મોટા ભાગની કારમાં પોલીસ તરીકેના સાઈન બોર્ડ લગાવવામાં આવેલા હોય છે અને નંબરને બદલે એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન લખવામાં આવેલું હોય છે. સરકારના નવા નિયમ પ્રમાણે હવે શોરૃમમાંથી જ નંબર લગાવીને વાહન ફાળવવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારના વાહનના માલિકો કોણ છે તે જાણવું પણ ઘણીવાર પોલીસ માટે પણ મુશ્કેલ બનતું હોય છે. ખાસ કરીને કોઈ આકસ્માતની ઘટના કે અન્ય વિસ્તારમાં જ્યાં સીસીટીવી નથી ત્યાં આ પ્રકારના વાહનો દ્વારા ગુનાહિત કૃત્ય કરવામાં આવે ત્યારે તેમને પકડવા મુશ્કેલ બનતા હોય છે ત્યારે આ પત્રને આધારે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસવડા સહિત રાજ્યના મહાનગરોના કમિશનરોને આ પ્રકારના વાહનો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ પણ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.આવા વાહનો સચિવાલયમાં પણ ફરતા હોવાથી સલામતીને જોખમ પાટનગર ગાંધીનગર શહેરના માર્ગોની સાથે સચિવાલયના આંતરિક વિસ્તારોમાં પણ આ પ્રકારના નંબર પ્લેટ વગરના અને કાળા કાચ ધરાવતા વાહનો ફરતા હોવાથી સચિવાલયની સુરક્ષા પણ જોખમાતી હોવાનો ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. જેના આધારે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને તેના આધારે જરૃરી કાર્યવાહી કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે.

પાટનગરમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ ઉપર તવાઈ આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જીએડીના ડીવાયએસઓની ફરિયાદ બાદ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીનો આદેશ

મોટાભાગે પોલીસ લખેલા વાહનો હોવાની ફરિયાદને પગલે કાર્યવાહીનો રિપોર્ટ પણ જિલ્લા પોલીસવડા પાસે મંગાયો _: કસૂરવારો સામે પગલાં લેવાશે

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેરમાં નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ ધરાવતી કાર વધારે ફરી રહી છે ત્યારે તેની ઉપર મોટાભાગે પોલીસ લખેલી પ્લેટો પણ જોવા મળતી હોય છે ત્યારે આ સંદર્ભે સચિવાલય જીએડીના નાયબ સેક્શન અધિકારીએ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીને કરેલી ફરિયાદ બાદ હવે જિલ્લા પોલીસવડાને આ પ્રકારના વાહનો સામે કડક કાર્યવાહી કરી રિપોર્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

પાટનગર ગાંધીનગર સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કાળા કાચ ધરાવતી અને નંબર પ્લેટ વગરની કારની સંખ્યા વધી રહી છે ત્યારે આ સ્થિતિમાં સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં કેબિનેટ શાખામાં ફરજ બજાવતા નાયબ સેક્શન ઓફિસર અજય પટેલ દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીને પત્ર લખવામાં આવ્યો હતો અને તેમાં જણાવાયું હતું કે, ગાંધીનગર શહેર તેમજ અન્ય મહાનગરોમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓની સંખ્યા વધી રહી છે. એટલું જ નહીં મોટા ભાગની કારમાં પોલીસ તરીકેના સાઈન બોર્ડ લગાવવામાં આવેલા હોય છે અને નંબરને બદલે એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન લખવામાં આવેલું હોય છે. સરકારના નવા નિયમ પ્રમાણે હવે શોરૃમમાંથી જ નંબર લગાવીને વાહન ફાળવવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારના વાહનના માલિકો કોણ છે તે જાણવું પણ ઘણીવાર પોલીસ માટે પણ મુશ્કેલ બનતું હોય છે. ખાસ કરીને કોઈ આકસ્માતની ઘટના કે અન્ય વિસ્તારમાં જ્યાં સીસીટીવી નથી ત્યાં આ પ્રકારના વાહનો દ્વારા ગુનાહિત કૃત્ય કરવામાં આવે ત્યારે તેમને પકડવા મુશ્કેલ બનતા હોય છે ત્યારે આ પત્રને આધારે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસવડા સહિત રાજ્યના મહાનગરોના કમિશનરોને આ પ્રકારના વાહનો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ પણ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.

આવા વાહનો સચિવાલયમાં પણ ફરતા હોવાથી સલામતીને જોખમ

પાટનગર ગાંધીનગર શહેરના માર્ગોની સાથે સચિવાલયના આંતરિક વિસ્તારોમાં પણ આ પ્રકારના નંબર પ્લેટ વગરના અને કાળા કાચ ધરાવતા વાહનો ફરતા હોવાથી સચિવાલયની સુરક્ષા પણ જોખમાતી હોવાનો ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. જેના આધારે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને તેના આધારે જરૃરી કાર્યવાહી કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે.