Gujarat Monsoon: સાપુતારામાં સર્જાયું નયનરમ્ય વાતાવરણ, ટેબલ પોઇન્ટ પર વાદળો ઉતર્યા

ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ ચોમાસાની શરૂઆત થતાં ડાંગમાં માહોલ બદલાયો સનરાઈઝ, ટેબલ પોઇન્ટ પર વાદળો ઉતર્યા સાપુતારામાં વહેલી સવારે ખુશનુમા વાતાવરણ સર્જાયુ છે.ગિરિમથક ખાતે વરસાદના વિરામ વચ્ચે વાદળછાયું વાતાવરણ થતા સનરાઈઝ પોઇન્ટ અને ટેબલ પોઇન્ટ ઉપર વાદળો ઉતરી આવ્યા હોય તેવા દશ્યો સર્જાયા છે.ચોમાસાની શરૂઆત થતાંજ ડાંગ જિલ્લામાં માહોલ બદલાયો છે. સાપુતારામાં સર્જાયો વરસાદી માહોલ વરસાદના આગમનની અસર નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પહાડી વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જેમાં ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહ્લાદક માહોલ સર્જાયો હતો. સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓેમાં ખુશીની લહેર પ્રસરી હતી. વરસાદના પગલે હવે સાપુતારાના વાતાવરણમાં તાજગી જોવા મળશે. વાતાવરણમાં આવ્યો પલટો ઉનાળું વેકેશનમાં હજારો લાખોની સંખ્યામાં સાપુતારા ફરવા માટે જવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે આજે રાત્રે ધોધમાર વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે કુદરતી સૌંદર્ય ધરાવતા સાપુતારામાં જ્યારે વરસાદ પડે છે, ત્યારે ત્યાંનું વાતાવરણ અહ્લલાદાક અને રમણીય બની જાય છે. સાથોસાથ સાપુતારાની પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઊઠે છે. આગામી 3 દિવસ રાજ્યમાં કયાં-કયાં વરસાદ પડશે 12 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરતબ, ભરુચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દિવ 13 જૂન- અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવ 14 જૂન- સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.

Gujarat Monsoon: સાપુતારામાં સર્જાયું નયનરમ્ય વાતાવરણ, ટેબલ પોઇન્ટ પર વાદળો ઉતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ
  • ચોમાસાની શરૂઆત થતાં ડાંગમાં માહોલ બદલાયો
  • સનરાઈઝ, ટેબલ પોઇન્ટ પર વાદળો ઉતર્યા

સાપુતારામાં વહેલી સવારે ખુશનુમા વાતાવરણ સર્જાયુ છે.ગિરિમથક ખાતે વરસાદના વિરામ વચ્ચે વાદળછાયું વાતાવરણ થતા સનરાઈઝ પોઇન્ટ અને ટેબલ પોઇન્ટ ઉપર વાદળો ઉતરી આવ્યા હોય તેવા દશ્યો સર્જાયા છે.ચોમાસાની શરૂઆત થતાંજ ડાંગ જિલ્લામાં માહોલ બદલાયો છે.

સાપુતારામાં સર્જાયો વરસાદી માહોલ

વરસાદના આગમનની અસર નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પહાડી વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જેમાં ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહ્લાદક માહોલ સર્જાયો હતો. સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓેમાં ખુશીની લહેર પ્રસરી હતી. વરસાદના પગલે હવે સાપુતારાના વાતાવરણમાં તાજગી જોવા મળશે.


વાતાવરણમાં આવ્યો પલટો

ઉનાળું વેકેશનમાં હજારો લાખોની સંખ્યામાં સાપુતારા ફરવા માટે જવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે આજે રાત્રે ધોધમાર વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે કુદરતી સૌંદર્ય ધરાવતા સાપુતારામાં જ્યારે વરસાદ પડે છે, ત્યારે ત્યાંનું વાતાવરણ અહ્લલાદાક અને રમણીય બની જાય છે. સાથોસાથ સાપુતારાની પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઊઠે છે.


આગામી 3 દિવસ રાજ્યમાં કયાં-કયાં વરસાદ પડશે

12 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરતબ, ભરુચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દિવ 13 જૂન- અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવ 14 જૂન- સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.