Ahmedabad:ઉંદર-વંદાને ફસાવી મારવા ગ્લુ-ટ્રેપનો વપરાશ રોકવા માટે હાઈકોર્ટમાં અરજી

જાહેર હિતની અરજીની સુનાવણી બાદ સરકારને જવાબનો નિર્દેશઉંદર, વંદા ઉપરાંત ઘણીવાર અન્ય નાના પ્રાણી, પક્ષીઓ પણ મરે છે કાયદાકીય જોગવાઇના પ્રતિબંધ છતાં ગેરકાયદે રીતે ગ્લુ ટ્રેપનું ઉત્પાદન તથા ખુલ્લેઆમ વેચાણ રાજ્યમાં ઉંદર અને તેના જેવી પ્રજાતિને ફ્સાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ(ગુંદરયુક્ત ફંસો) પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઇ રહ્યો હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માયીની ખંડપીઠે આ મામલે રાજય સરકાર અને પશુપાલન વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.  ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પરિપત્ર ખુદ રાજ્યના પશુ કલ્યાણ બોર્ડ દ્વારા પ્રિવેન્શન ઓફ્ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ-11 અન્વયે ગયા વર્ષે 5 સપ્ટેમ્બરે પસાર કરાયો હતો. જો કે, આ પરિપત્ર માત્ર કાગળ પર જ રહ્યો છે અને તેની કોઇ અમલવારી થઇ રહી નથી. સુપ્રીમકોર્ટના સંબંધિત નિર્દેશો અને કાયદાકીય જોગવાઇના પ્રતિબંધ છતાં ગેરકાયદે રીતે ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે.

Ahmedabad:ઉંદર-વંદાને ફસાવી મારવા ગ્લુ-ટ્રેપનો વપરાશ રોકવા માટે હાઈકોર્ટમાં અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાહેર હિતની અરજીની સુનાવણી બાદ સરકારને જવાબનો નિર્દેશ
  • ઉંદર, વંદા ઉપરાંત ઘણીવાર અન્ય નાના પ્રાણી, પક્ષીઓ પણ મરે છે
  • કાયદાકીય જોગવાઇના પ્રતિબંધ છતાં ગેરકાયદે રીતે ગ્લુ ટ્રેપનું ઉત્પાદન તથા ખુલ્લેઆમ વેચાણ

રાજ્યમાં ઉંદર અને તેના જેવી પ્રજાતિને ફ્સાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ(ગુંદરયુક્ત ફંસો) પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઇ રહ્યો હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માયીની ખંડપીઠે આ મામલે રાજય સરકાર અને પશુપાલન વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.

 ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પરિપત્ર ખુદ રાજ્યના પશુ કલ્યાણ બોર્ડ દ્વારા પ્રિવેન્શન ઓફ્ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ-11 અન્વયે ગયા વર્ષે 5 સપ્ટેમ્બરે પસાર કરાયો હતો. જો કે, આ પરિપત્ર માત્ર કાગળ પર જ રહ્યો છે અને તેની કોઇ અમલવારી થઇ રહી નથી. સુપ્રીમકોર્ટના સંબંધિત નિર્દેશો અને કાયદાકીય જોગવાઇના પ્રતિબંધ છતાં ગેરકાયદે રીતે ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે.