Mahesana News: મહેસાણામાં ક્ષત્રિયોની નારાજગીથી ભાજપમાં ગાબડું

કડી તાલુકા પંચાયતના ભાજપ સભ્ય કોંગ્રેસમાં જોડાયાડાંગરવા બેઠકના સદસ્ય જયવંતસિહ જોડાયા કોંગ્રેસમાં ભાજપના મેન્ટેડ પર ચૂંટાયેલા સભ્ય કોંગ્રેસમાં જોડાયા ભાજપના નેતા અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેની અસર હવે લોકસભા ચૂંટણી પર પણ જોવા મળી રહી છે. જુદી જુદી લોકસભા બેઠકો પર ભાજપના સમર્થક રહી ચૂકેલો ક્ષત્રિય સમાજ હવે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે મહેસાણામાં પણ આવો જ ઘાટ ઘડાયો છે મહેસાણાના કડી તાલુકા પંચાયત ખાતે ભાજપને મોટો ફટકો પડ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે કડી તાલુકા પંચાયતના ભાજપ સભ્ય કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મળતી માહિતી મઉજબ, ડાંગરવા સીટના તાલુકા સદસ્ય જયવંતસિંહ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે, ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા ક્ષત્રિય સમાજના ભાજપના સભ્યો કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર દ્વારા કડી તાલુકા પંચાયતના સભ્ય જયવંતસિંહને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર આપવામાં આવ્યો હતો. તો, સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે ક્ષત્રિય અગ્રણી જયવંતસિંહની સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

Mahesana News: મહેસાણામાં ક્ષત્રિયોની નારાજગીથી ભાજપમાં ગાબડું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કડી તાલુકા પંચાયતના ભાજપ સભ્ય કોંગ્રેસમાં જોડાયા
  • ડાંગરવા બેઠકના સદસ્ય જયવંતસિહ જોડાયા કોંગ્રેસમાં
  • ભાજપના મેન્ટેડ પર ચૂંટાયેલા સભ્ય કોંગ્રેસમાં જોડાયા

ભાજપના નેતા અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેની અસર હવે લોકસભા ચૂંટણી પર પણ જોવા મળી રહી છે. જુદી જુદી લોકસભા બેઠકો પર ભાજપના સમર્થક રહી ચૂકેલો ક્ષત્રિય સમાજ હવે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે મહેસાણામાં પણ આવો જ ઘાટ ઘડાયો છે

મહેસાણાના કડી તાલુકા પંચાયત ખાતે ભાજપને મોટો ફટકો પડ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે કડી તાલુકા પંચાયતના ભાજપ સભ્ય કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મળતી માહિતી મઉજબ, ડાંગરવા સીટના તાલુકા સદસ્ય જયવંતસિંહ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે, ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા ક્ષત્રિય સમાજના ભાજપના સભ્યો કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે, મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર દ્વારા કડી તાલુકા પંચાયતના સભ્ય જયવંતસિંહને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર આપવામાં આવ્યો હતો. તો, સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે ક્ષત્રિય અગ્રણી જયવંતસિંહની સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.