જંબુસર નગર-પંથકમાં અચાનક વરસાદથી વ્યાપક નુકસાન થયું

પંથકના અનેક ગામોમાં વાવાઝોડામાં પતરા ઊડી ગયાલગ્ન પ્રસંગોમાં વિધ્ન : ઇંટના ભઠ્ઠા અને મીઠા ઉદ્યોગ પર અસર જંબુસર નગર સહિત પંથક ના જુદા જુદા ગામો મા 25 મકાનો ના છાપરા ઉડી ગયા હતાજંબુસર નગર સહિત પંથકમાં ગત મોડી સાંજે ગાજવીજ તોફની પવન સાથે વરસાદ તુટી પડતાં લગ્ન પ્રસંગોમાં વિધ્ન તથા ઇંટ ભઠ્ઠા ઉધોગ, મીઠા ઉદ્યોગ તેમજ કેરીની આંબાવાડીઓને વ્યાપક નુકસાન થયુ છે. નગર સહિત પંથકના ગામોમા તોફની પવનના કારણે પતરા ઉડી ગયા હતા.જંબુસર નગર સહિત પંથક મા ગતરોજ સાંજ ના સમયે વાતાવરણ મા એકાએક પલ્ટો આવ્યો હતો. ગત મોડી સાંજે તોફની પવને સર્જેલી તબાહી મા જંબુસર નગર સહિત પંથક ના જુદા જુદા ગામો મા 25 મકાનો ના છાપરા ઉડી ગયા હતા.જેમા જંબુસર નગર મા-1, તાલુકા ના ડાભા ગામે-1,નેઝા ગામે-2 ,આસનવડ ગામે-1 , રૂનાડ ગામે-6,કલક ગામે 1, આસરસા ગામે 5,છીદ્રા ગામે 5,કુંઢળ ગામે 2 તથા નોંધણા ગામે 1 મળી કુલ25 મકાનો ના છાપરા ઉડયા હોવાની માહિતી વહીવટી તંત્ર તરફ્થી પ્રાપ્ત થઈ છે. તેમજ આંબાવાડી ઓ મા તૈયાર થયેલ કેરી નો પાક ખરી પડયો હતો. આ ઉપરાંત ચીકુ,જામફ્ળ,લીંબુ ના પાક ને નુકશાન થતા ખેડુતો ને પારાવાર નુકસાન થયુ હતુ.આ ઉપરાંત ગાજવીજ સાથે તુટી પડેલા કમોસમી વરસાદ ના કારણે ઇંટ ભઠ્ઠામા પાણી ભરાઈ જતા લાખોની સંખ્યામા ઉત્પાદન કરેલ કાચી ઇંટો નાશ પામતા ઇંટ ભઠ્ઠા સંચાલકો માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. તાલુકા ના મીઠા ઉદ્યોગ ને પણ નુકશાની નો સામનો કરવો પડયો છે. વરસાદી પાણી મીઠા ના કયારા મા ફરી વળતા તૈયાર થઈ રહેલ મીઠુ નાશ થઈ ગયુ હતુ. તોફની પવન ના પગલે નગર સહિત પંથકમા આયોજન કરાયેલ લગ્ન પ્રસંગોમા વિધ્ન ઉભુ થયુ હતુ. પ્રસંગ માટે બાંધેલ મંડપ ઉડી ગયા હતા. જંબુસર એસ.ટી.ડેપો મા આવેલ બસ સ્ટેન્ડ મા બનાવેલ શેડના પતરા પણ પવનમા ઉડી ગયા હતા. કાવી વિસ્તાર મા ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જેના પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ત્યારે કાવી પોલીસ મથક ના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર સ્ટાફ્ સાથે રસ્તા ઉપર આવી ગયા હતા અને ગ્રામજનો ના સહકાર થી જાતે રસ્તા ઉપરથી તુટી પડેલ વૃક્ષો હટાવતા નિહાળવા મળ્યા હતા.

જંબુસર નગર-પંથકમાં અચાનક વરસાદથી વ્યાપક નુકસાન થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પંથકના અનેક ગામોમાં વાવાઝોડામાં પતરા ઊડી ગયા
  • લગ્ન પ્રસંગોમાં વિધ્ન : ઇંટના ભઠ્ઠા અને મીઠા ઉદ્યોગ પર અસર
  • જંબુસર નગર સહિત પંથક ના જુદા જુદા ગામો મા 25 મકાનો ના છાપરા ઉડી ગયા હતા

જંબુસર નગર સહિત પંથકમાં ગત મોડી સાંજે ગાજવીજ તોફની પવન સાથે વરસાદ તુટી પડતાં લગ્ન પ્રસંગોમાં વિધ્ન તથા ઇંટ ભઠ્ઠા ઉધોગ, મીઠા ઉદ્યોગ તેમજ કેરીની આંબાવાડીઓને વ્યાપક નુકસાન થયુ છે. નગર સહિત પંથકના ગામોમા તોફની પવનના કારણે પતરા ઉડી ગયા હતા.

જંબુસર નગર સહિત પંથક મા ગતરોજ સાંજ ના સમયે વાતાવરણ મા એકાએક પલ્ટો આવ્યો હતો. ગત મોડી સાંજે તોફની પવને સર્જેલી તબાહી મા જંબુસર નગર સહિત પંથક ના જુદા જુદા ગામો મા 25 મકાનો ના છાપરા ઉડી ગયા હતા.જેમા જંબુસર નગર મા-1, તાલુકા ના ડાભા ગામે-1,નેઝા ગામે-2 ,આસનવડ ગામે-1 , રૂનાડ ગામે-6,કલક ગામે 1, આસરસા ગામે 5,છીદ્રા ગામે 5,કુંઢળ ગામે 2 તથા નોંધણા ગામે 1 મળી કુલ25 મકાનો ના છાપરા ઉડયા હોવાની માહિતી વહીવટી તંત્ર તરફ્થી પ્રાપ્ત થઈ છે. તેમજ આંબાવાડી ઓ મા તૈયાર થયેલ કેરી નો પાક ખરી પડયો હતો. આ ઉપરાંત ચીકુ,જામફ્ળ,લીંબુ ના પાક ને નુકશાન થતા ખેડુતો ને પારાવાર નુકસાન થયુ હતુ.આ ઉપરાંત ગાજવીજ સાથે તુટી પડેલા કમોસમી વરસાદ ના કારણે ઇંટ ભઠ્ઠામા પાણી ભરાઈ જતા લાખોની સંખ્યામા ઉત્પાદન કરેલ કાચી ઇંટો નાશ પામતા ઇંટ ભઠ્ઠા સંચાલકો માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. તાલુકા ના મીઠા ઉદ્યોગ ને પણ નુકશાની નો સામનો કરવો પડયો છે. વરસાદી પાણી મીઠા ના કયારા મા ફરી વળતા તૈયાર થઈ રહેલ મીઠુ નાશ થઈ ગયુ હતુ. તોફની પવન ના પગલે નગર સહિત પંથકમા આયોજન કરાયેલ લગ્ન પ્રસંગોમા વિધ્ન ઉભુ થયુ હતુ. પ્રસંગ માટે બાંધેલ મંડપ ઉડી ગયા હતા. જંબુસર એસ.ટી.ડેપો મા આવેલ બસ સ્ટેન્ડ મા બનાવેલ શેડના પતરા પણ પવનમા ઉડી ગયા હતા. કાવી વિસ્તાર મા ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જેના પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ત્યારે કાવી પોલીસ મથક ના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર સ્ટાફ્ સાથે રસ્તા ઉપર આવી ગયા હતા અને ગ્રામજનો ના સહકાર થી જાતે રસ્તા ઉપરથી તુટી પડેલ વૃક્ષો હટાવતા નિહાળવા મળ્યા હતા.