Ahmedabadમાં અગામી અઠવાડિયે શહેરીજનોને મળશે નવી 15 AMTS એસી બસ

વિશ્વ પર્યાવરણના દિવસે અપાશે લીલીઝંડી પ્રથમ તબક્કામાં 15 જેટલી બસ શરૂ કરાશે વધુ પેસેન્જર મળતાં હશે તે રૂટ પર વધુ બસ દોડાવાશે અમદાવાદીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે.અમદાવાદ AMTS તંત્ર દ્રારા એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં અગામી સમયમાં શહેરીજનોને નવી 15 AMTS એસી બસ મળશે. વિશ્વ પર્યાવરણના દિવસે આ બસને લીલીઝંડી આપવામાં આવશે.સૌથી વધુ મુસાફરો મળતા હશે તેવા રુટ ઉપર બસો દોડાવવામાં આવશે. અમદાવાદીઓમાં આનંદો અમદાવાદમાં વર્ષોથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં શહેરીજનો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં મુસાફરી કરે છે. AMTS ની બસો નોકરીયાત વર્ગ સહિત અન્ય નાગરિકો માટે જીવાદોરી સમાન છે. મુસાફરોની સંખ્યા અને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AMTS બસોમાં જરૂરી અપડેશન કરવામાં આવે છે. ત્યારે હવે AMTS તંત્ર દ્વારા વધુ એક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે મુજબ હવે AMTS બસોમાં મુસાફરી કરતા યાત્રીઓને AC બસની સુવિધા મળશે. મુસાફરોને બસમાં મળશે એસી હવે જલદી AMTSની AC બસો શહેરના માર્ગો પર દોડતી જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા AC બસની શરૂઆત કરવામાં આવી રહી છે. આવતા મહિનાની 4 તારીખે એટલે કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ AMTS દ્વારા AC બસોને લીલી ઝંડી આપવામાં આવશે. AMTS દ્વારા શહેરમાં 15 જેટલી AC બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાંથી 10 બસ જૂન મહિનામાં શરૂ કરવામાં આવશે.ઈલેકટ્રીક બસ AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી. જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી 60 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આ‌વનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે જોવું રહ્યું.

Ahmedabadમાં અગામી અઠવાડિયે શહેરીજનોને મળશે નવી 15 AMTS એસી બસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિશ્વ પર્યાવરણના દિવસે અપાશે લીલીઝંડી
  • પ્રથમ તબક્કામાં 15 જેટલી બસ શરૂ કરાશે
  • વધુ પેસેન્જર મળતાં હશે તે રૂટ પર વધુ બસ દોડાવાશે

અમદાવાદીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે.અમદાવાદ AMTS તંત્ર દ્રારા એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં અગામી સમયમાં શહેરીજનોને નવી 15 AMTS એસી બસ મળશે. વિશ્વ પર્યાવરણના દિવસે આ બસને લીલીઝંડી આપવામાં આવશે.સૌથી વધુ મુસાફરો મળતા હશે તેવા રુટ ઉપર બસો દોડાવવામાં આવશે.

અમદાવાદીઓમાં આનંદો

અમદાવાદમાં વર્ષોથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં શહેરીજનો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં મુસાફરી કરે છે. AMTS ની બસો નોકરીયાત વર્ગ સહિત અન્ય નાગરિકો માટે જીવાદોરી સમાન છે. મુસાફરોની સંખ્યા અને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AMTS બસોમાં જરૂરી અપડેશન કરવામાં આવે છે. ત્યારે હવે AMTS તંત્ર દ્વારા વધુ એક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે મુજબ હવે AMTS બસોમાં મુસાફરી કરતા યાત્રીઓને AC બસની સુવિધા મળશે.

મુસાફરોને બસમાં મળશે એસી

હવે જલદી AMTSની AC બસો શહેરના માર્ગો પર દોડતી જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા AC બસની શરૂઆત કરવામાં આવી રહી છે. આવતા મહિનાની 4 તારીખે એટલે કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ AMTS દ્વારા AC બસોને લીલી ઝંડી આપવામાં આવશે. AMTS દ્વારા શહેરમાં 15 જેટલી AC બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાંથી 10 બસ જૂન મહિનામાં શરૂ કરવામાં આવશે.

ઈલેકટ્રીક બસ

AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી. જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી 60 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આ‌વનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે જોવું રહ્યું.