Ahmedabad News : રૂપાલાના વિવાદનો અંત લાવવા સંતો મેદાને ઉતર્યા

રૂપાલાના વિવાદમાં અવિચલદાસજી બાદ હવે દિલીપદાસજીએ કરી અપીલ તમામ સમાજોને શાંતિ જાળવવા અપીલ કરી : દિલીપદાસજી રાજકારણીઓને પણ આવા વાણીવિલાસ ન કરવા અપીલ : દિલીપદાસજી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજી શાંત થયો નથી,એક તરફ ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે તો બીજી તરફ સાધુ સંતો પણ વિવાદ શાંત કરવાને લઈ મેદાને ઉતર્યા છે,અમદાવાદ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજીનુ કહેવુ છે કે કોઈ પણ નેતાઓએ કોઈ સમાજ વિશે ટિપ્પ્ણી કરવી ના જોઈએ તો સમાધાનને લઈ બન્ને પક્ષોએ સામસામે બેસીને નિરાકરણ લાવવુ જોઈએ,દિલીપદાસજી એ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે શું કહ્યું અવિચલદાસ મહારાજે પરશોત્તમ રૂપાલાનાં નિવેદન મામલો થયેલ હોબાળાને શાંત કરવા માટે હવે સંતોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. આ સમગ્ર બાબતે સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી. જેમાં બંને પક્ષો ભેગા તઈ સમગ્ર મામલે સુખદ સમાધાન શોધે. આ લડાઈથી માત્ર હિન્દુત્વને નુકશાન પહોંચશે. ભૂલ થાય નિદનીય છે પણ એનું સમાધાન બંને પક્ષો ભેગા મળી કરે. અવિચલ દાસ મહારાજની વિવાદને શાંત કરવા બંને પક્ષોને અપીલ કરી છે. શું બોલ્યા હતા પરશોત્તમ રૂપાલા રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.  

Ahmedabad News : રૂપાલાના વિવાદનો અંત લાવવા સંતો મેદાને ઉતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપાલાના વિવાદમાં અવિચલદાસજી બાદ હવે દિલીપદાસજીએ કરી અપીલ
  • તમામ સમાજોને શાંતિ જાળવવા અપીલ કરી : દિલીપદાસજી
  • રાજકારણીઓને પણ આવા વાણીવિલાસ ન કરવા અપીલ : દિલીપદાસજી

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજી શાંત થયો નથી,એક તરફ ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે તો બીજી તરફ સાધુ સંતો પણ વિવાદ શાંત કરવાને લઈ મેદાને ઉતર્યા છે,અમદાવાદ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજીનુ કહેવુ છે કે કોઈ પણ નેતાઓએ કોઈ સમાજ વિશે ટિપ્પ્ણી કરવી ના જોઈએ તો સમાધાનને લઈ બન્ને પક્ષોએ સામસામે બેસીને નિરાકરણ લાવવુ જોઈએ,દિલીપદાસજી એ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે

શું કહ્યું અવિચલદાસ મહારાજે

પરશોત્તમ રૂપાલાનાં નિવેદન મામલો થયેલ હોબાળાને શાંત કરવા માટે હવે સંતોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. આ સમગ્ર બાબતે સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી. જેમાં બંને પક્ષો ભેગા તઈ સમગ્ર મામલે સુખદ સમાધાન શોધે. આ લડાઈથી માત્ર હિન્દુત્વને નુકશાન પહોંચશે. ભૂલ થાય નિદનીય છે પણ એનું સમાધાન બંને પક્ષો ભેગા મળી કરે. અવિચલ દાસ મહારાજની વિવાદને શાંત કરવા બંને પક્ષોને અપીલ કરી છે.


શું બોલ્યા હતા પરશોત્તમ રૂપાલા

રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.