Ahmedabad News: LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી

સૌથી વધુ 26 રાઉન્ડમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકની મતગણતરીસૌથી ઓછા 14 રાઉન્ડમાં બાપુનગર વિધાનસભા બેઠકની મતગણતરી 7 વિધાનસભા ક્ષેત્રોના કુલ 1814 મતદાન મથકોના મતદાનની મતગણતરી યોજાશે દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મત ગણતરી 4 જૂનના રોજ યોજાશે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે. 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નરોડા, નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, વટવા, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ સહિતના કુલ 7 વિધાનસભા મતવિસ્તાર અનુસાર મતગણતરી યોજાશે. પોસ્ટલ બેલેટની ગણતરી અલગ ખંડમાં યોજવામાં આવશે. અમદાવાદ પૂર્વ બેઠકના સાત વિધાનસભા વિસ્તારોમાં 1814 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાવાની છે. વટવા વિધાનસભા વિસ્તારની મતગણતરી 25 રાઉન્ડમાં, નિકોલ વિધાનસભા વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં, નરોડા વિધાનસભા વિસ્તારની મત ગણતરી 18 રાઉન્ડમાં, બાપુનગર વિધાનસભા વિસ્તારની મત ગણતરી 14 રાઉન્ડમાં, ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારની મત ગણતરી 15 રાઉન્ડમાં, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની મતગણતરી 26 રાઉન્ડમાં અને દહેગામ વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં યોજાશે. આમ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની મતગણતરી સૌથી વધુ 26 રાઉન્ડમાં યોજાશે અને બાપુનગર વિધાનસભાની મતગણતરી સૌથી ઓછા 14 રાઉન્ડમાં યોજાશે.

Ahmedabad News: LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ 26 રાઉન્ડમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકની મતગણતરી
  • સૌથી ઓછા 14 રાઉન્ડમાં બાપુનગર વિધાનસભા બેઠકની મતગણતરી
  • 7 વિધાનસભા ક્ષેત્રોના કુલ 1814 મતદાન મથકોના મતદાનની મતગણતરી યોજાશે

દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મત ગણતરી 4 જૂનના રોજ યોજાશે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે. 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નરોડા, નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, વટવા, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ સહિતના કુલ 7 વિધાનસભા મતવિસ્તાર અનુસાર મતગણતરી યોજાશે. પોસ્ટલ બેલેટની ગણતરી અલગ ખંડમાં યોજવામાં આવશે.

અમદાવાદ પૂર્વ બેઠકના સાત વિધાનસભા વિસ્તારોમાં 1814 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાવાની છે. વટવા વિધાનસભા વિસ્તારની મતગણતરી 25 રાઉન્ડમાં, નિકોલ વિધાનસભા વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં, નરોડા વિધાનસભા વિસ્તારની મત ગણતરી 18 રાઉન્ડમાં, બાપુનગર વિધાનસભા વિસ્તારની મત ગણતરી 14 રાઉન્ડમાં, ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારની મત ગણતરી 15 રાઉન્ડમાં, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની મતગણતરી 26 રાઉન્ડમાં અને દહેગામ વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં યોજાશે.

આમ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની મતગણતરી સૌથી વધુ 26 રાઉન્ડમાં યોજાશે અને બાપુનગર વિધાનસભાની મતગણતરી સૌથી ઓછા 14 રાઉન્ડમાં યોજાશે.