દારૂની મહેફિલમાં ઝઘડો થતાં ભંગારના વેપારીને મિત્રએ પતાવી દીધો હતો

ગત શનિવારે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોમૂળ રાધનપુર પંથકના અને હાલ રૈયાધાર વિસ્તારમાં રહેતા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધોરાજકોટ: રૈયાધાર પાસેના મચ્છુનગર કવાર્ટરમાં રહેતા અને ભંગારની ફેરી કરતાં વિનોજ ઉર્ફે વિનોદ દિનેશભાઈ રાફુચા (ઉ.વ.રર)ની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લઈ મૂળ રાધનપુર પંથકના અજય ગોવિંદ વાજેલીયાની અટકાયત કરી છે. મૃતક અને આરોપી વચ્ચે દારૂની મહેફિલમાં ગાળાગાળી થતાં હત્યા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.ગત શનિવારે સવારે વિનોજ ભંગારની ફેરી કરવા માટે ઘરેથી નીકળી ગયા બાદ બીજા દિવસે તેની રૈયાધાર નજીકના ડ્રીમસીટી પાસે આવેલા ખુલ્લા પ્લોટમાંથી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ગાંધીગ્રામ-ર પોલીસે તેની માતા હિરાબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.તપાસમાં ક્રાઈમ બ્રાંચે પણ ઝંપલાવ્યું હતું. એસીપી ભરત બસીયાની આગેવાની નીચે ક્રાઈમ બ્રાંચની ટીમોએ જુદા-જુદા  સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં એક શકમંદ કેદ થઈ ગયો હતો. જેની ક્રાઈમ બ્રાંચે ઓળખ મેળવી તેને રાધનપુરથી ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાંચને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અજય મૃતકનો મિત્ર હતો. બંને ગત શનિવારે બપોરે જયાં હત્યા થઈ ત્યાં દારૂની મહેફિલ માણવા બેઠા હતા ત્યારે ગાળાગાળી થતાં ઝઘડો થયો હતો. જેને કારણે ઉશ્કેરાઈ જઈ આરોપી અજયે મિત્ર વિનોજને નજીકમાં પડેલા પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપી અજય મૂળ રાધનપુર પંથકનો છે. હાલ રૈયાધાર વિસ્તારમાં રહે છે. તે શાકભાજી સાથે ફ્રુટનો વેપાર કરે છે. મૃતક વિનોજના લગ્ન થઈ ગયા હતા. તેની પત્ની સાતેક માસથી રિસામણે છે.

દારૂની મહેફિલમાં ઝઘડો થતાં ભંગારના વેપારીને મિત્રએ પતાવી દીધો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગત શનિવારે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

મૂળ રાધનપુર પંથકના અને હાલ રૈયાધાર વિસ્તારમાં રહેતા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

રાજકોટ: રૈયાધાર પાસેના મચ્છુનગર કવાર્ટરમાં રહેતા અને ભંગારની ફેરી કરતાં વિનોજ ઉર્ફે વિનોદ દિનેશભાઈ રાફુચા (ઉ.વ.રર)ની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લઈ મૂળ રાધનપુર પંથકના અજય ગોવિંદ વાજેલીયાની અટકાયત કરી છે. મૃતક અને આરોપી વચ્ચે દારૂની મહેફિલમાં ગાળાગાળી થતાં હત્યા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગત શનિવારે સવારે વિનોજ ભંગારની ફેરી કરવા માટે ઘરેથી નીકળી ગયા બાદ બીજા દિવસે તેની રૈયાધાર નજીકના ડ્રીમસીટી પાસે આવેલા ખુલ્લા પ્લોટમાંથી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ગાંધીગ્રામ-ર પોલીસે તેની માતા હિરાબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

તપાસમાં ક્રાઈમ બ્રાંચે પણ ઝંપલાવ્યું હતું. એસીપી ભરત બસીયાની આગેવાની નીચે ક્રાઈમ બ્રાંચની ટીમોએ જુદા-જુદા  સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં એક શકમંદ કેદ થઈ ગયો હતો. જેની ક્રાઈમ બ્રાંચે ઓળખ મેળવી તેને રાધનપુરથી ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાંચને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અજય મૃતકનો મિત્ર હતો. બંને ગત શનિવારે બપોરે જયાં હત્યા થઈ ત્યાં દારૂની મહેફિલ માણવા બેઠા હતા ત્યારે ગાળાગાળી થતાં ઝઘડો થયો હતો. જેને કારણે ઉશ્કેરાઈ જઈ આરોપી અજયે મિત્ર વિનોજને નજીકમાં પડેલા પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

આરોપી અજય મૂળ રાધનપુર પંથકનો છે. હાલ રૈયાધાર વિસ્તારમાં રહે છે. તે શાકભાજી સાથે ફ્રુટનો વેપાર કરે છે. મૃતક વિનોજના લગ્ન થઈ ગયા હતા. તેની પત્ની સાતેક માસથી રિસામણે છે.