Surat Diamond Bourse ફરી ધમધમતું કરવાનો પ્રયાસ, રિ-ઓપનિંગ કરાશે

કતારગામ, મિની બજારથી સિટી બસ દોડાવાશે સિટી બસનું ભાડુ ડાયમંડ બુર્સ ચૂકવશે દર કલાકે નોન સ્ટોપ બસ ચલાવામાં આવશે સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં કતારગામ, મિની બજારથી સિટી બસ દોડાવાશે. તેમજ સિટી બસનું ભાડું ડાયમંડ બુર્સ ચૂકવશે. જેમાં દર કલાકે નોન સ્ટોપ બસ ચલાવામાં આવશે. 7 જુલાઈએ સુરત ડાયમન્ડ બુર્સનું રિ-ઓપનિંગ થશે. તેમજ 8 જુલાઈથી ‘ડાયમંડ બુર્સ રૂટ' નામ હેઠળ બસ શરૂ થશે. સુરત મનપા ચાર ઈલેક્ટ્રિક બસ શરૂ કરશે. તેમાં 3થી 5 હજાર લોકોની અવરજવર શરૂ કરવાનો પ્રયાસ છે. બસ ભાડા બાબતે સિટીલિંક વિભાગ SMC સમક્ષ પ્રપોઝલ મૂકશે લોકોની અવરજવર માટે કમિટીની રચના કરાઈ છે. લોકોની અવરજ્વર માટે કમિટીની રચના કરવામાં આવી છે. બસ ભાડા બાબતે સિટીલિંક વિભાગ SMC સમક્ષ પ્રપોઝલ મૂકશે. મહત્તમ વેપારી-બ્રોકરો બુર્સમાં વેપાર શરૂ કરે તેવું આયોજન છે. તેમાં કતારગામ અને વરાછાથી સવારે 8.15 કલાકે બે બસ ઉપડશે. તથા SDBથી બંને વિસ્તારમાં જવા માટે છેલ્લી બસનો ટાઈમ 6.45 રહેશે. જાણો ડાયમંડ બુર્સની વિશેષતાઓ સુરત નજીકના ખાજોદ ગામમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સને SDB તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગ 3400 કરોડના ખર્ચે 35.54 એકર (67 લાખ ચોરસ ફૂટ)માં બનાવવામાં આવી છે. તેમાં કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. દરેક ટાવરની ઊંચાઈ 15 માળ સુધી છે. 4,700 ઓફિસનું આ સંકુલ હીરા ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. આ સાથે SDB રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. તે આયાત-નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા ધરાવે છે. આ ઉપરાંત રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ લોકર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

Surat Diamond Bourse ફરી ધમધમતું કરવાનો પ્રયાસ, રિ-ઓપનિંગ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કતારગામ, મિની બજારથી સિટી બસ દોડાવાશે
  • સિટી બસનું ભાડુ ડાયમંડ બુર્સ ચૂકવશે
  • દર કલાકે નોન સ્ટોપ બસ ચલાવામાં આવશે

સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં કતારગામ, મિની બજારથી સિટી બસ દોડાવાશે. તેમજ સિટી બસનું ભાડું ડાયમંડ બુર્સ ચૂકવશે. જેમાં દર કલાકે નોન સ્ટોપ બસ ચલાવામાં આવશે. 7 જુલાઈએ સુરત ડાયમન્ડ બુર્સનું રિ-ઓપનિંગ થશે. તેમજ 8 જુલાઈથી ‘ડાયમંડ બુર્સ રૂટ' નામ હેઠળ બસ શરૂ થશે. સુરત મનપા ચાર ઈલેક્ટ્રિક બસ શરૂ કરશે. તેમાં 3થી 5 હજાર લોકોની અવરજવર શરૂ કરવાનો પ્રયાસ છે.

બસ ભાડા બાબતે સિટીલિંક વિભાગ SMC સમક્ષ પ્રપોઝલ મૂકશે

લોકોની અવરજવર માટે કમિટીની રચના કરાઈ છે. લોકોની અવરજ્વર માટે કમિટીની રચના કરવામાં આવી છે. બસ ભાડા બાબતે સિટીલિંક વિભાગ SMC સમક્ષ પ્રપોઝલ મૂકશે. મહત્તમ વેપારી-બ્રોકરો બુર્સમાં વેપાર શરૂ કરે તેવું આયોજન છે. તેમાં કતારગામ અને વરાછાથી સવારે 8.15 કલાકે બે બસ ઉપડશે. તથા SDBથી બંને વિસ્તારમાં જવા માટે છેલ્લી બસનો ટાઈમ 6.45 રહેશે.

જાણો ડાયમંડ બુર્સની વિશેષતાઓ

સુરત નજીકના ખાજોદ ગામમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સને SDB તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગ 3400 કરોડના ખર્ચે 35.54 એકર (67 લાખ ચોરસ ફૂટ)માં બનાવવામાં આવી છે. તેમાં કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. દરેક ટાવરની ઊંચાઈ 15 માળ સુધી છે. 4,700 ઓફિસનું આ સંકુલ હીરા ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. આ સાથે SDB રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. તે આયાત-નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા ધરાવે છે. આ ઉપરાંત રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ લોકર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.