Ahmedabadમાં વિવેકાનંદનગરની ખારી નદીમાં ફેકટરી માલિકો દ્વારા જાહેરમાં કેમિકલના પાણી છોડાયા,જુઓ Video

વરસાદી માહોલમાં કેમિકલના પાણી છોડવામાં કેમિકલ માફિયા એક્ટિવ રાત્રી દરમિયાન અંધારાની આડમાં તમામ ફેકટરીઓ છોડે છે કેમિકલ યુકત પાણી નદીમાં કેમિકલના ફીણના પહાડો બનતા નજરે ચડે છે વિવેકાનંદનગરની ખારી નદીમાં ફેકટરી માલિકો દ્રારા જાહેરમાં બેરોકટોક કેમિકલના પાણી છોડાઈ રહ્યાં છે જેના કારણે નદીમાં રહેલ ચોખ્ખુ પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે.GPCB અને AMCના અધિકારીઓની મિલીભગતના કારણે પરિસ્થિતિમા કોઇ સુધારો નહી.કેમિકલના ફીણના ગોટે ગોટા જોવા મળ્યા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.કોર્પોરેશન તેમજ જીપીસીબીને અનેક વાર રજૂઆત છતા પરીણામ શૂન્ય હાઈકોર્ટે પણ કેટલીવાર આ બાબતને લઈ તંત્રને ટકોર કરી છે સાબરમતી નદી પ્રદૂષણ સુઓમોટો કેસમાં હાઇકોર્ટના આદેશ મુજબ AMCએ STP પ્લાન્ટને લઇને મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ અંતર્ગત બ્લૂ પ્રિન્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી. જેમાં AMCએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલને ડ્રેનેજ લાઇનમાં ભળતુ રોકવા નિરીક્ષણ માટે માણસો મુક્યા છે. STP કેમિકલ યુક્ત પાણી ટ્રિટ કરી શકતા નથી. કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીયલ કચરો STP, ડ્રેનેજ અને પંપીંગને નુકસાન કરે છે. STPમાં બાયોલોજીકલ પ્રોસેસને કેમિકલ નુકસાન કરે છે. AMC 2040 સુધીની ક્ષમતાને પહોંચી વળવા STPની વ્યવસ્થા કરશે. વટવા GIDCની ડાય-ઓ-કેમ કંપનીને 25 લાખનો દંડ સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થનારા લોકો માટે પોતાનું નાક અને મોં ઢાંક્યા વિના પસાર થઈ શક્તા નથી. એટલી હદે તીવ્ર માત્રામાં અહીંથી કેમિકલનું પ્રોડક્શન ચાલતુ હોય છે. તેના કારણે સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર વટવામાં આવેલી આ ડાય-ઓ-કેમ કંપની જ નહીં આવી અનેક કંપનીઝ આવેલી છે જે ગેરકાયદે કેમિકલ વેસ્ટ કરે છે. પરંતુ પકડાઈ નથી. હાલ તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના ધ્યાને આ બાબત આવતા જ તેમણે તપાસ આદરી હતી અને 8 દિવસની તપાસ બાદ GPCBએ વટવા GIDC ફેઝ-2 માં આવેલી ડાય- ઓ – કેમ કંપની પર કાર્યવાહી કરતા 25 લાખનો દંડ ફટકાર્યો છે. કંપની સામે દંડનિય કાર્યવાહીની સાથોસાથ ક્લોઝર નોટિસ અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. AMCએ 1200 કનેક્શન કાપ્યા છે કોર્ટે કોર્પોરેશનને આદેશ આપ્યો હતો કે, દર મહિને તેઓ પ્રોગ્રેસ રિપોર્ટ એફિડેવીટ ઉપર કોર્ટ સમક્ષ મૂકશે. GPCB પણ પ્લાન્ટની કાર્યક્ષમતાનો રિપોર્ટ દર મહિને એફિડેવીટ ઉપર આપશે. GPCBએ કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીની સ્થાપના માટે નિયમો મુજબના કાર્યો થતાં GPCB ઇન્ડસ્ટ્રી શરૂ કરવાની પરવાનગી આપે છે. કોર્પોરેશન તરફથી નિયમોના ભંગની માહિતી મળતા GPCB તે ઇન્ડસ્ટ્રી બંધ કરાવે છે અને કાયદાકીય પગલા પણ ભરે છે. ગયા વર્ષે GPCBએ નિયમોનું ઉલ્લંઘન કરતા 300 યુનિટ બંધ કરાવ્યા છે. જ્યારે AMCએ 1200 કનેક્શન કાપ્યા છે.

Ahmedabadમાં વિવેકાનંદનગરની ખારી નદીમાં ફેકટરી માલિકો દ્વારા જાહેરમાં કેમિકલના પાણી છોડાયા,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી માહોલમાં કેમિકલના પાણી છોડવામાં કેમિકલ માફિયા એક્ટિવ
  • રાત્રી દરમિયાન અંધારાની આડમાં તમામ ફેકટરીઓ છોડે છે કેમિકલ યુકત પાણી
  • નદીમાં કેમિકલના ફીણના પહાડો બનતા નજરે ચડે છે

વિવેકાનંદનગરની ખારી નદીમાં ફેકટરી માલિકો દ્રારા જાહેરમાં બેરોકટોક કેમિકલના પાણી છોડાઈ રહ્યાં છે જેના કારણે નદીમાં રહેલ ચોખ્ખુ પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે.GPCB અને AMCના અધિકારીઓની મિલીભગતના કારણે પરિસ્થિતિમા કોઇ સુધારો નહી.કેમિકલના ફીણના ગોટે ગોટા જોવા મળ્યા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.કોર્પોરેશન તેમજ જીપીસીબીને અનેક વાર રજૂઆત છતા પરીણામ શૂન્ય

હાઈકોર્ટે પણ કેટલીવાર આ બાબતને લઈ તંત્રને ટકોર કરી છે

સાબરમતી નદી પ્રદૂષણ સુઓમોટો કેસમાં હાઇકોર્ટના આદેશ મુજબ AMCએ STP પ્લાન્ટને લઇને મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ અંતર્ગત બ્લૂ પ્રિન્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી. જેમાં AMCએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલને ડ્રેનેજ લાઇનમાં ભળતુ રોકવા નિરીક્ષણ માટે માણસો મુક્યા છે. STP કેમિકલ યુક્ત પાણી ટ્રિટ કરી શકતા નથી. કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીયલ કચરો STP, ડ્રેનેજ અને પંપીંગને નુકસાન કરે છે. STPમાં બાયોલોજીકલ પ્રોસેસને કેમિકલ નુકસાન કરે છે. AMC 2040 સુધીની ક્ષમતાને પહોંચી વળવા STPની વ્યવસ્થા કરશે.


વટવા GIDCની ડાય-ઓ-કેમ કંપનીને 25 લાખનો દંડ

સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થનારા લોકો માટે પોતાનું નાક અને મોં ઢાંક્યા વિના પસાર થઈ શક્તા નથી. એટલી હદે તીવ્ર માત્રામાં અહીંથી કેમિકલનું પ્રોડક્શન ચાલતુ હોય છે. તેના કારણે સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર વટવામાં આવેલી આ ડાય-ઓ-કેમ કંપની જ નહીં આવી અનેક કંપનીઝ આવેલી છે જે ગેરકાયદે કેમિકલ વેસ્ટ કરે છે. પરંતુ પકડાઈ નથી. હાલ તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના ધ્યાને આ બાબત આવતા જ તેમણે તપાસ આદરી હતી અને 8 દિવસની તપાસ બાદ GPCBએ વટવા GIDC ફેઝ-2 માં આવેલી ડાય- ઓ – કેમ કંપની પર કાર્યવાહી કરતા 25 લાખનો દંડ ફટકાર્યો છે. કંપની સામે દંડનિય કાર્યવાહીની સાથોસાથ ક્લોઝર નોટિસ અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

AMCએ 1200 કનેક્શન કાપ્યા છે

કોર્ટે કોર્પોરેશનને આદેશ આપ્યો હતો કે, દર મહિને તેઓ પ્રોગ્રેસ રિપોર્ટ એફિડેવીટ ઉપર કોર્ટ સમક્ષ મૂકશે. GPCB પણ પ્લાન્ટની કાર્યક્ષમતાનો રિપોર્ટ દર મહિને એફિડેવીટ ઉપર આપશે. GPCBએ કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીની સ્થાપના માટે નિયમો મુજબના કાર્યો થતાં GPCB ઇન્ડસ્ટ્રી શરૂ કરવાની પરવાનગી આપે છે. કોર્પોરેશન તરફથી નિયમોના ભંગની માહિતી મળતા GPCB તે ઇન્ડસ્ટ્રી બંધ કરાવે છે અને કાયદાકીય પગલા પણ ભરે છે. ગયા વર્ષે GPCBએ નિયમોનું ઉલ્લંઘન કરતા 300 યુનિટ બંધ કરાવ્યા છે. જ્યારે AMCએ 1200 કનેક્શન કાપ્યા છે.