આણંદ શહેર સહિત જિલ્લાભરમાં રથયાત્રાપર્વની ભવ્ય ઉજવણી

- ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તથા બલભદ્રજી નગરચર્યાએ નીકળ્યા- ખંભાત, પેટલાદ, ઉમરેઠ, આણંદ, ઓડ, કાવીઠા, આંકલાવ, વીરસદ, બોરીયાવી અને નાપા તળપદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળીઆણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા ૨૦મી રથયાત્રા મહોત્સવનો આજે  બપોરના સુમારે આણંદ શહેર પોલીસ મથક ખાતેથી પ્રારંભ કરાયો હતો. હરે રામા...હરે કૃષ્ણ..ના જયઘોષ સાથે ભક્તોએ ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તથા બલભદ્રજી રથ પર સવાર થઈ આણંદ-વિદ્યાનગરમાં નગરચર્યાએ નીકળતા માર્ગ ઉપર ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ આ રથયાત્રા વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સંપન્ન થઈ હતી.અષાઢી બીજ એટલે રથયાત્રાના પાવન અવસરે આણંદ જિલ્લાના વિવિધ ૧૪ સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ખંભાત, પેટલાદ, ઉમરેઠ, આણંદ, ઓડ, કાવીઠા, આંકલાવ, વીરસદ, બોરીયાવી અને નાપા તળપદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા રવિવારના રોજ રથયાત્રા મહોત્સવને લઈ ૨૦મી રથયાત્રાનો આણંદ ટાઉન પોલીસ મથકેથી બપોરના સુમારે પ્રારંભ કરાયો હતો. ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજી રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. ભક્તોએ વારાફરતી ભગવાનનો રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી. ઈસ્કોન મંદિરના સાધુ-સંતો ભક્તિમાં મસ્ત બનીને હરે રામા...હરે ક્રિષ્ના..ની ધૂન સાથે રથયાત્રામાં જોડાયા હતા. સ્થાનિક લોકોએ પણ રથયાત્રાની બંને બાજુ ઉભા રહીને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આણંદ શહેર પોલીસ મથકેથી શરૂ થયેલ આ રથયાત્રા શહેરના ગુરુદ્વારા સર્કલ, સર્કીટ હાઉસ, સરદારગંજનો પાછળનો રોડ, વ્યાયામ શાળા રોડ, લોટિયા ભાગોળ, ટાઉનહોલ, આણંદ-વિદ્યાનગર રોડ થઈ વિદ્યાનગરના મોટા બજારથી ત્યાંથી શાસ્ત્રી મેદાન ખાતે પહોંચી હતી. રાત્રિના સુમારે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં રથયાત્રાનું સમાપન કરાયું હતું. ત્યારબાદ આરતી અને કિર્તન તથા પ્રિતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ખીચડી-કઢી અને લાપસીનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.70 હજારથી વધુ સાઠાના પેકેટનું પ્રસાદીરૂપે વિતરણઈસ્કોન મંદિર દ્વારા આણંદ આયોજીત રથયાત્રા દરમ્યાન હરે કૃષ્ણ મહામંત્રનું સકીર્તન ગાન ભક્તોના નૃત્ય સાથે સતત ચાલુ રહ્યું હતું. વિદ્યાનગર ઈસ્કોન ભક્તવૃંદ દ્વારા રથયાત્રાના માર્ગ પર ભક્તોને ૭૦ હજાર ઉપરાંત સાઠાના પેકેટનું પ્રસાદીરૂપે વિતરણ કરાયું હતું. રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં રથયાત્રાપર્વની ભવ્ય ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તથા બલભદ્રજી નગરચર્યાએ નીકળ્યા

- ખંભાત, પેટલાદ, ઉમરેઠ, આણંદ, ઓડ, કાવીઠા, આંકલાવ, વીરસદ, બોરીયાવી અને નાપા તળપદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

આણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા ૨૦મી રથયાત્રા મહોત્સવનો આજે  બપોરના સુમારે આણંદ શહેર પોલીસ મથક ખાતેથી પ્રારંભ કરાયો હતો. હરે રામા...હરે કૃષ્ણ..ના જયઘોષ સાથે ભક્તોએ ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તથા બલભદ્રજી રથ પર સવાર થઈ આણંદ-વિદ્યાનગરમાં નગરચર્યાએ નીકળતા માર્ગ ઉપર ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ આ રથયાત્રા વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સંપન્ન થઈ હતી.

અષાઢી બીજ એટલે રથયાત્રાના પાવન અવસરે આણંદ જિલ્લાના વિવિધ ૧૪ સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ખંભાત, પેટલાદ, ઉમરેઠ, આણંદ, ઓડ, કાવીઠા, આંકલાવ, વીરસદ, બોરીયાવી અને નાપા તળપદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. 

વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા રવિવારના રોજ રથયાત્રા મહોત્સવને લઈ ૨૦મી રથયાત્રાનો આણંદ ટાઉન પોલીસ મથકેથી બપોરના સુમારે પ્રારંભ કરાયો હતો. ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજી રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. 

ભક્તોએ વારાફરતી ભગવાનનો રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી. ઈસ્કોન મંદિરના સાધુ-સંતો ભક્તિમાં મસ્ત બનીને હરે રામા...હરે ક્રિષ્ના..ની ધૂન સાથે રથયાત્રામાં જોડાયા હતા. સ્થાનિક લોકોએ પણ રથયાત્રાની બંને બાજુ ઉભા રહીને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 

આણંદ શહેર પોલીસ મથકેથી શરૂ થયેલ આ રથયાત્રા શહેરના ગુરુદ્વારા સર્કલ, સર્કીટ હાઉસ, સરદારગંજનો પાછળનો રોડ, વ્યાયામ શાળા રોડ, લોટિયા ભાગોળ, ટાઉનહોલ, આણંદ-વિદ્યાનગર રોડ થઈ વિદ્યાનગરના મોટા બજારથી ત્યાંથી શાસ્ત્રી મેદાન ખાતે પહોંચી હતી. 

રાત્રિના સુમારે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં રથયાત્રાનું સમાપન કરાયું હતું. ત્યારબાદ આરતી અને કિર્તન તથા પ્રિતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ખીચડી-કઢી અને લાપસીનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.

70 હજારથી વધુ સાઠાના પેકેટનું પ્રસાદીરૂપે વિતરણ

ઈસ્કોન મંદિર દ્વારા આણંદ આયોજીત રથયાત્રા દરમ્યાન હરે કૃષ્ણ મહામંત્રનું સકીર્તન ગાન ભક્તોના નૃત્ય સાથે સતત ચાલુ રહ્યું હતું. વિદ્યાનગર ઈસ્કોન ભક્તવૃંદ દ્વારા રથયાત્રાના માર્ગ પર ભક્તોને ૭૦ હજાર ઉપરાંત સાઠાના પેકેટનું પ્રસાદીરૂપે વિતરણ કરાયું હતું. રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.