Kutch: વ્યાજખોર રિયા ગોસ્વામી વિરૂદ્ધ વધુ બે ગુના દાખલ

કચ્છના અંજારની કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરૂદ્ધ વધુ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. અંજાર પોલીસે વ્યાજખોરી અને ચીટિંગના ગુના રિયા ગોસ્વામી વિરૂદ્ધ નોંધ્યા છે.રિયા ગોસ્વામી, આરતી અને તેજસ ગોસ્વામી સામે નોંધાયેલી છે ફરિયાદ જણાવી દઈએ કે અંજારની કુખ્યાત વ્યાજખોર લેડી ડોન રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી ત્રણેય વિરુદ્ધ એક દિવસ પૂર્વે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ આજે અંજાર પોલીસ મથકે રિયા વિરૂદ્ધ વ્યાજખોરી અને ચીટિંગનાં વધુ બે ગુના નોંધાયા છે. હાલમાં આ ત્રણેય આરોપીઓ 10 દિવસના રિમાન્ડ પર છે. પોલીસે રિયાના અંજારના ઘરેથી 30 વાહન કબજે અને અગત્યના દસ્તાવેજો જપ્ત કર્યા આજે રિયાના અંજાર સ્થિત ઘરમાંથી પોલીસે 30 જેટલા વાહનો કબ્જે કર્યા છે અને રિયા ગોસ્વામીની રોયલ ફાયનાન્સમાં પોલીસે સર્ચ હાથ ધરીને અગત્યના દસ્તાવેજ પણ કબ્જે કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા કચ્છની આ લેડી માફિયા અને તેના ભાઈબહેન આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી રિમાન્ડ ગઈકાલે જ મંજૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આંતક મચાવનારા ત્રણેય ભાઈબહેન સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગઈકાલે જ આ ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.ગુનાહિત ઈતિહાસ ધરાવે છે રિયા ગોસ્વામી તમને જણાવી દઈએ કે રિયા ગોસ્વામી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેનો ભાઈ તેજસ ગોસ્વામી અને બહેન આરતી ગોસ્વામી સામે પણ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે અનેક ગુનાઓમાં આંતક મચાવનારા ત્રણ ભાઈબહેનને પોલીસે GUJCTOC એક્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. લેડી માફિયા રિયા ગોસ્વામી અગાઉ પણ પાસા હેઠળ જેલમાં જઈ આવ ચૂકી છે અને હાલમાં પણ તે જામીન પર બહાર હતી, છતાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાની બંધ કરી નથી અને લોકોને પરેશાન કરી રહી છે. જો કે પોલીસની આ કાર્યવાહી જોયા બાદ અનેક રીઢા ગુનેગારોના પગ ઢીલા થઈ ગયા છે અને કોઈ પણ ગુનો કરતા પહેલા વિચાર કરી રહ્યા છે.

Kutch: વ્યાજખોર રિયા ગોસ્વામી વિરૂદ્ધ વધુ બે ગુના દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના અંજારની કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરૂદ્ધ વધુ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. અંજાર પોલીસે વ્યાજખોરી અને ચીટિંગના ગુના રિયા ગોસ્વામી વિરૂદ્ધ નોંધ્યા છે.

રિયા ગોસ્વામી, આરતી અને તેજસ ગોસ્વામી સામે નોંધાયેલી છે ફરિયાદ

જણાવી દઈએ કે અંજારની કુખ્યાત વ્યાજખોર લેડી ડોન રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી ત્રણેય વિરુદ્ધ એક દિવસ પૂર્વે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ આજે અંજાર પોલીસ મથકે રિયા વિરૂદ્ધ વ્યાજખોરી અને ચીટિંગનાં વધુ બે ગુના નોંધાયા છે. હાલમાં આ ત્રણેય આરોપીઓ 10 દિવસના રિમાન્ડ પર છે.

પોલીસે રિયાના અંજારના ઘરેથી 30 વાહન કબજે અને અગત્યના દસ્તાવેજો જપ્ત કર્યા

આજે રિયાના અંજાર સ્થિત ઘરમાંથી પોલીસે 30 જેટલા વાહનો કબ્જે કર્યા છે અને રિયા ગોસ્વામીની રોયલ ફાયનાન્સમાં પોલીસે સર્ચ હાથ ધરીને અગત્યના દસ્તાવેજ પણ કબ્જે કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.

ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા

કચ્છની આ લેડી માફિયા અને તેના ભાઈબહેન આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી રિમાન્ડ ગઈકાલે જ મંજૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આંતક મચાવનારા ત્રણેય ભાઈબહેન સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગઈકાલે જ આ ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

ગુનાહિત ઈતિહાસ ધરાવે છે રિયા ગોસ્વામી

તમને જણાવી દઈએ કે રિયા ગોસ્વામી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેનો ભાઈ તેજસ ગોસ્વામી અને બહેન આરતી ગોસ્વામી સામે પણ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે અનેક ગુનાઓમાં આંતક મચાવનારા ત્રણ ભાઈબહેનને પોલીસે GUJCTOC એક્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. લેડી માફિયા રિયા ગોસ્વામી અગાઉ પણ પાસા હેઠળ જેલમાં જઈ આવ ચૂકી છે અને હાલમાં પણ તે જામીન પર બહાર હતી, છતાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાની બંધ કરી નથી અને લોકોને પરેશાન કરી રહી છે. જો કે પોલીસની આ કાર્યવાહી જોયા બાદ અનેક રીઢા ગુનેગારોના પગ ઢીલા થઈ ગયા છે અને કોઈ પણ ગુનો કરતા પહેલા વિચાર કરી રહ્યા છે.