આગની ઘટના છુપાવવા બદલ શાંતિ એશિયાટિક સ્કૂલને દંડ : વઘુ કાર્યવાહી માટે CBSEને ભલામણ

Shanti Asiatic School : આગની ઘટના બની હોવા છતાં મોકડ્રીલમાં ખપાવી દઈને ઘટનાને છુપાવવા બદલ અંતે શાંતિ એશિયાટિક સ્કૂલને હાલ આરટીઈ એક્ટની જોગવાઈ હેઠળ ડીપીઓ દ્વારા દસ હજાર રૂપિયાનો દંડ કરવામા આવ્યો છે. આ સ્કૂલ સીબીએસઈ હોવાથી ડીઈઓ-ડીપીઓ દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવા બદલ ભલામણ કરવામા આવી છે.જેથી સીબીએસઈ દ્વારા હવે સ્કૂલને મોટો દંડ થઈ શકે છે.હાલ દસ હજારનો દંડ કરાયો પરંતુ વઘુ પાંચ લાખનો દંડ કરાવવા સીબીએસઈને પત્ર લખાયોઅમદાવાદ ગ્રામ્યમાં સાણંદ રોડ પર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગત મહિને બપોરના સમયે શોર્ટ સર્કિટને લીધે આગની ઘટના બની હતી પરંતુ આ ઘટનાને અંગે સ્કૂલે ડીઈઓ-ડીપીઓ કે કોર્પોરેશન સહિત કોઈ પણ સત્તામંડળને જાણ કરી ન હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ આ ઘટનાને લઈને ઘરે જઈને વાલીઓને જાણ કરતા વાલીઓ પણ મોટી સંખ્યામાં બીજા દિવસે સ્કૂલ પર પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ગ્રામ્ય ડીઈઓથી માંડી ડીપીઓની ટીમ પણ સ્કૂલ પર પહોંચી ગઈ હતી અને  પ્રાંતિ અધિકારીથી માંડી કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસે જાણવાજોગ ફરિયાદ પણ નોંધી હતી.અમદાવાદ ગ્રામ્ય ડીઈઓના આદેશથી સ્કૂલમાં જ્યાં સુધી ફાયર સેફટીનું ઓડિટ ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણનો આદેશ કરાતા સ્કૂલમાં થોડા દિવસ વર્ગો ઓનલાઈન ચાલ્યા હતા અને સાણંદ પ્રાંત અધિકારીની ટીમ અને કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સંપૂર્ણ ઓડિટ-તપાસ કરીને ફાયર સેફીટીનો રિપોર્ટ અપાયો હતો. ત્યારબાદ ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયુ હતુ.પરતુ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને અમદાવાદ ડીપીઓ(જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) દ્વારા સંયુક્ત રીતે સુનાવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં વિવિધ મુદ્દે સ્કૂલ પાસેથી જવાબો મંગાયા હતા. સુનાવણીને અંતે અમદાવાદ ડીપીઓ દ્વારા સ્કૂલને આરટીઈ એક્ટની જોગવાઈ મુજબ ઘટનાની જાણ ન કરવા બદલ હાલ દસ હજાર રૂપિયાનો દંડ કરવામા આવ્યો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઓ દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈને વઘુ કાર્યવાહી માટે ભલામણ કરતો પત્ર પણ મોકલાયા છે. ફાયર સેફટીના સાધનો-સુરક્ષા મુદ્દે કલમ 8.1 હેઠળ પાંચ લાખ રૂપિયાનો દંડ કરવા માટે ભલામણ કરાઈ છે.આમ હવે સીબીએસઈ દ્વારા સ્કૂલને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામા આવી શકે છે. 

આગની ઘટના છુપાવવા બદલ શાંતિ એશિયાટિક સ્કૂલને દંડ : વઘુ કાર્યવાહી માટે CBSEને ભલામણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Shanti Asiatic School : આગની ઘટના બની હોવા છતાં મોકડ્રીલમાં ખપાવી દઈને ઘટનાને છુપાવવા બદલ અંતે શાંતિ એશિયાટિક સ્કૂલને હાલ આરટીઈ એક્ટની જોગવાઈ હેઠળ ડીપીઓ દ્વારા દસ હજાર રૂપિયાનો દંડ કરવામા આવ્યો છે. આ સ્કૂલ સીબીએસઈ હોવાથી ડીઈઓ-ડીપીઓ દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવા બદલ ભલામણ કરવામા આવી છે.જેથી સીબીએસઈ દ્વારા હવે સ્કૂલને મોટો દંડ થઈ શકે છે.

હાલ દસ હજારનો દંડ કરાયો પરંતુ વઘુ પાંચ લાખનો દંડ કરાવવા સીબીએસઈને પત્ર લખાયો

અમદાવાદ ગ્રામ્યમાં સાણંદ રોડ પર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગત મહિને બપોરના સમયે શોર્ટ સર્કિટને લીધે આગની ઘટના બની હતી પરંતુ આ ઘટનાને અંગે સ્કૂલે ડીઈઓ-ડીપીઓ કે કોર્પોરેશન સહિત કોઈ પણ સત્તામંડળને જાણ કરી ન હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ આ ઘટનાને લઈને ઘરે જઈને વાલીઓને જાણ કરતા વાલીઓ પણ મોટી સંખ્યામાં બીજા દિવસે સ્કૂલ પર પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ગ્રામ્ય ડીઈઓથી માંડી ડીપીઓની ટીમ પણ સ્કૂલ પર પહોંચી ગઈ હતી અને  પ્રાંતિ અધિકારીથી માંડી કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસે જાણવાજોગ ફરિયાદ પણ નોંધી હતી.

અમદાવાદ ગ્રામ્ય ડીઈઓના આદેશથી સ્કૂલમાં જ્યાં સુધી ફાયર સેફટીનું ઓડિટ ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણનો આદેશ કરાતા સ્કૂલમાં થોડા દિવસ વર્ગો ઓનલાઈન ચાલ્યા હતા અને સાણંદ પ્રાંત અધિકારીની ટીમ અને કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સંપૂર્ણ ઓડિટ-તપાસ કરીને ફાયર સેફીટીનો રિપોર્ટ અપાયો હતો. ત્યારબાદ ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયુ હતુ.પરતુ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને અમદાવાદ ડીપીઓ(જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) દ્વારા સંયુક્ત રીતે સુનાવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જેમાં વિવિધ મુદ્દે સ્કૂલ પાસેથી જવાબો મંગાયા હતા. સુનાવણીને અંતે અમદાવાદ ડીપીઓ દ્વારા સ્કૂલને આરટીઈ એક્ટની જોગવાઈ મુજબ ઘટનાની જાણ ન કરવા બદલ હાલ દસ હજાર રૂપિયાનો દંડ કરવામા આવ્યો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઓ દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈને વઘુ કાર્યવાહી માટે ભલામણ કરતો પત્ર પણ મોકલાયા છે. ફાયર સેફટીના સાધનો-સુરક્ષા મુદ્દે કલમ 8.1 હેઠળ પાંચ લાખ રૂપિયાનો દંડ કરવા માટે ભલામણ કરાઈ છે.આમ હવે સીબીએસઈ દ્વારા સ્કૂલને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામા આવી શકે છે.