Surendranagar: ભોગાવા નદીના પટમાં કુરિયરમાં કામ કરતા વ્યક્તિ પર ત્રણ શખ્સોનો હુમલો

રતનપર શેરી નં. 9માં રહેતા અને કુરિયરનું કામ કરતા વ્યક્તિ પર ભોગાવા નદીના પટમાં ત્રણ શખ્સોએ માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવની ઈજાગ્રસ્તના પુત્રએ જોરાવરનગર પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.રતનપર શેરી નં. 9માં રહેતા ઉત્તમ મનજીભાઈ વાઘેલા અભ્યાસ કરે છે. તેમના પિતા મનજીભાઈ વશરામભાઈ વાઘેલા કુરીયરનું કામ કરે છે. તા. 5 સપ્ટેમ્બરના રોજ ઉત્તમભાઈ ઘરે આવતા તેમના માતા રંભાબેને જણાવ્યુ કે, તારા પિતા કયારના માવો ખાવા બહાર ગયા છે, હજુ આવ્યા નથી, જા તપાસ કર. આથી ઉત્તમભાઈ એકટીવા લઈને તપાસ કરવા નીકળ્યા હતા. ત્યારે મિત્ર સુનીલ જાદવે ફોન કરી ઉત્તમભાઈને તેના પિતા ગાંધી હોસ્પીટલમાં સારવારમાં હોવાનું જણાવતા તેઓ ત્યાં દોડી ગયા હતા. જેમાં શરૂઆતમાં કોઈ અકસ્માત થયો હોય તેમ લાગતુ હતુ. પરંતુ તપાસ કરતા કૌટુંબીક કાકા માનસંગભાઈ બચુભાઈ વાઘેલાએ જણાવ્યુ કે, મનજીભાઈને જગમાલ ઉર્ફે જગદીશ ઉર્ફે જગો ઉર્ફે જે.ડી. જીવણભાઈ દુલેરા, ઈશ્વર ઉર્ફે હકો અરવિંદભાઈ રાઠોડ અને હર્ષદ ઉર્ફે અચુ બુધાભાઈ ચાવડાએ ત્રિકમના લાકડાના હાથાથી માથામાં માર મારી જીવલેણ હુમલો કર્યો છે. હાલ મનજીભાઈ બેભાન અવસ્થામાં છે. ત્યારે ઉત્તમભાઈએ ત્રણેય સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એસ. એમ. શેખ ચલાવી રહ્યા છે.

Surendranagar: ભોગાવા નદીના પટમાં કુરિયરમાં કામ કરતા વ્યક્તિ પર ત્રણ શખ્સોનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રતનપર શેરી નં. 9માં રહેતા અને કુરિયરનું કામ કરતા વ્યક્તિ પર ભોગાવા નદીના પટમાં ત્રણ શખ્સોએ માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવની ઈજાગ્રસ્તના પુત્રએ જોરાવરનગર પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

રતનપર શેરી નં. 9માં રહેતા ઉત્તમ મનજીભાઈ વાઘેલા અભ્યાસ કરે છે. તેમના પિતા મનજીભાઈ વશરામભાઈ વાઘેલા કુરીયરનું કામ કરે છે. તા. 5 સપ્ટેમ્બરના રોજ ઉત્તમભાઈ ઘરે આવતા તેમના માતા રંભાબેને જણાવ્યુ કે, તારા પિતા કયારના માવો ખાવા બહાર ગયા છે, હજુ આવ્યા નથી, જા તપાસ કર. આથી ઉત્તમભાઈ એકટીવા લઈને તપાસ કરવા નીકળ્યા હતા. ત્યારે મિત્ર સુનીલ જાદવે ફોન કરી ઉત્તમભાઈને તેના પિતા ગાંધી હોસ્પીટલમાં સારવારમાં હોવાનું જણાવતા તેઓ ત્યાં દોડી ગયા હતા. જેમાં શરૂઆતમાં કોઈ અકસ્માત થયો હોય તેમ લાગતુ હતુ. પરંતુ તપાસ કરતા કૌટુંબીક કાકા માનસંગભાઈ બચુભાઈ વાઘેલાએ જણાવ્યુ કે, મનજીભાઈને જગમાલ ઉર્ફે જગદીશ ઉર્ફે જગો ઉર્ફે જે.ડી. જીવણભાઈ દુલેરા, ઈશ્વર ઉર્ફે હકો અરવિંદભાઈ રાઠોડ અને હર્ષદ ઉર્ફે અચુ બુધાભાઈ ચાવડાએ ત્રિકમના લાકડાના હાથાથી માથામાં માર મારી જીવલેણ હુમલો કર્યો છે. હાલ મનજીભાઈ બેભાન અવસ્થામાં છે. ત્યારે ઉત્તમભાઈએ ત્રણેય સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એસ. એમ. શેખ ચલાવી રહ્યા છે.