ખેડા જિલ્લામાં જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ કરાઈ

- 13 હજાર રૂપિયાની મત્તા જપ્ત - બલાડી, શત્રુંડા અને બામરોલી ગામે જુગારના અડ્ડા પર દરોડો નડિયાદ : ખેડા જિલ્લાના બલાડી, શત્રુંડા અને બામરોલીમાંથી જુગાર રમતા ૧૪ શખ્સો ઝડપાયા હતા. મહુધા, મહેમદાવાદ અને વસો પોલીસે કુલ રૂ. ૧૩,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  બલાડી જુઠો તલાવડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિક્રમભાઈ પ્રભાતભાઈ સોઢા, સોમાભાઈ ડાહ્યાભાઈ અને તખાભાઈ ડાહ્યાભાઈ સોઢાને મહુધા પોલીસે રોકડ રૂ. ૧,૪૧૦ સાથે ઝડપી પાડયા હતા. તેમજ મહેમદાવાદ પોલીસે શત્રુંડા ચોરા પાસે જુગાર રમતા રામભાઈ ખોડાભાઈ ભોઈ, ધર્મેશભાઈ જુહાભાઈ ડાભી અને રાજેશ ઉર્ફે રાજાભાઈ ભેમાભાઈ ભોઈને રોકડ રૂ.૧,૩૯૦ સાથે ઝડપી પાડયા હતા. ઉપરાંત વસો પોલીસે બામરોલી ગામમાં જુગારના અડ્ડા પર દરોડો કરી સોમાભાઈ અંબાલાલ સોલંકી, રણછોડભાઈ બુધાભાઈ, નરેશભાઈ ગોરધનભાઈ ચાવડા, અમિતભાઈ પ્રભાતભાઈ ચાવડા, ભરતભાઈ મોહનભાઈ ડાભી, ડાહ્યાભાઈ ગોવિંદભાઈ રોહિત, અમિતભાઈ ગોરધનભાઈ ચાવડા અને ગોરધનભાઈ શકરાભાઈ ચાવડાને રૂ.૧૦,૫૦૦ સાથે ઝડપી પાડયા હતા. 

ખેડા જિલ્લામાં જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 13 હજાર રૂપિયાની મત્તા જપ્ત 

- બલાડી, શત્રુંડા અને બામરોલી ગામે જુગારના અડ્ડા પર દરોડો 

નડિયાદ : ખેડા જિલ્લાના બલાડી, શત્રુંડા અને બામરોલીમાંથી જુગાર રમતા ૧૪ શખ્સો ઝડપાયા હતા. મહુધા, મહેમદાવાદ અને વસો પોલીસે કુલ રૂ. ૧૩,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

બલાડી જુઠો તલાવડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિક્રમભાઈ પ્રભાતભાઈ સોઢા, સોમાભાઈ ડાહ્યાભાઈ અને તખાભાઈ ડાહ્યાભાઈ સોઢાને મહુધા પોલીસે રોકડ રૂ. ૧,૪૧૦ સાથે ઝડપી પાડયા હતા. 

તેમજ મહેમદાવાદ પોલીસે શત્રુંડા ચોરા પાસે જુગાર રમતા રામભાઈ ખોડાભાઈ ભોઈ, ધર્મેશભાઈ જુહાભાઈ ડાભી અને રાજેશ ઉર્ફે રાજાભાઈ ભેમાભાઈ ભોઈને રોકડ રૂ.૧,૩૯૦ સાથે ઝડપી પાડયા હતા. 

ઉપરાંત વસો પોલીસે બામરોલી ગામમાં જુગારના અડ્ડા પર દરોડો કરી સોમાભાઈ અંબાલાલ સોલંકી, રણછોડભાઈ બુધાભાઈ, નરેશભાઈ ગોરધનભાઈ ચાવડા, અમિતભાઈ પ્રભાતભાઈ ચાવડા, ભરતભાઈ મોહનભાઈ ડાભી, ડાહ્યાભાઈ ગોવિંદભાઈ રોહિત, અમિતભાઈ ગોરધનભાઈ ચાવડા અને ગોરધનભાઈ શકરાભાઈ ચાવડાને રૂ.૧૦,૫૦૦ સાથે ઝડપી પાડયા હતા.