Banaskantha જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવામાં બન્યો અગ્રેસર, વાંચો Inside Story
રેશનકાર્ડના e-KYC થી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઇ શકે તે માટે તમામ રેશનકાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઇ માટે e-KYC કરાવવું જરૂરી બન્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા ૨ મહિના દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો ૨૦,૦૭૭,૨૭ ઈ- કેવાયસી પૂર્ણ કરીને રાજ્યમાં અગ્રેસર છે. બનાસકાંઠામાં 20 લાખ લોકોએ લીધો લાભ આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા કલેકટર મિહિર પટેલની રાહબારી હેઠળ જિલ્લામાં યુદ્ધના ધોરણે ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે બાકી રહેતા લાભાર્થીઓ પણ સત્વરે પોતાનું ઈ-કેવાયસી કરાવી લેવા તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. જિલ્લામાં ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ૧૦ લાખથી વધુ રજીસ્ટ્રેશન વી.સી.ઈ કક્ષાએ, ૧.૪૯ લાખથી વધુ રજીસ્ટ્રેશન પી.ડી.એસ મારફત જ્યારે ૭.૬૪ લાખથી વધુ ઈ કેવાયસી રજીસ્ટ્રેશન માય રેશન એપ્લિકેશન મારફત મળીને કુલ ૨૦,૦૭૭,૨૭ ઈ- કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યા છે. ઓનલાઈન કામગીરી થઈ શકે છે રેશનકાર્ડ ધારક ૪ (ચાર) રીતે e-KYC કરાવી શકે છે. ઘરે બેઠાં “My Ration” Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે. ગ્રામ્ય સ્તરે ઇ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત, તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઇને, સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રૂબરૂ જઇને e-KYC કરાવી શકાય છે. તમારી ખાનગી માહિતી કોઈને પણ ના આપો e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે. કોઇ દસ્તાવેજની ઝેરોક્ષ કોપીની જરૂર નથી. E-KYC કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશનકાર્ડ ધારકે પોતાની કોઇપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રેશનકાર્ડના e-KYC થી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઇ શકે તે માટે તમામ રેશનકાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઇ માટે e-KYC કરાવવું જરૂરી બન્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા ૨ મહિના દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો ૨૦,૦૭૭,૨૭ ઈ- કેવાયસી પૂર્ણ કરીને રાજ્યમાં અગ્રેસર છે.
બનાસકાંઠામાં 20 લાખ લોકોએ લીધો લાભ
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા કલેકટર મિહિર પટેલની રાહબારી હેઠળ જિલ્લામાં યુદ્ધના ધોરણે ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે બાકી રહેતા લાભાર્થીઓ પણ સત્વરે પોતાનું ઈ-કેવાયસી કરાવી લેવા તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. જિલ્લામાં ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ૧૦ લાખથી વધુ રજીસ્ટ્રેશન વી.સી.ઈ કક્ષાએ, ૧.૪૯ લાખથી વધુ રજીસ્ટ્રેશન પી.ડી.એસ મારફત જ્યારે ૭.૬૪ લાખથી વધુ ઈ કેવાયસી રજીસ્ટ્રેશન માય રેશન એપ્લિકેશન મારફત મળીને કુલ ૨૦,૦૭૭,૨૭ ઈ- કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યા છે.
ઓનલાઈન કામગીરી થઈ શકે છે
રેશનકાર્ડ ધારક ૪ (ચાર) રીતે e-KYC કરાવી શકે છે. ઘરે બેઠાં “My Ration” Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે. ગ્રામ્ય સ્તરે ઇ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત, તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઇને, સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રૂબરૂ જઇને e-KYC કરાવી શકાય છે.
તમારી ખાનગી માહિતી કોઈને પણ ના આપો
e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે. કોઇ દસ્તાવેજની ઝેરોક્ષ કોપીની જરૂર નથી. E-KYC કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશનકાર્ડ ધારકે પોતાની કોઇપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં.