Kalol: નગરપાલિકામાં થપ્પડકાંડના ઘેરા પ્રત્યાઘાતો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 લોકોના રાજીનામા

કલોલ નગરપાલિકામાં થોડા દિવસો પહેલા જ થપ્પડકાંડ સામે આવ્યો હતો, ત્યારે હવે આ થપ્પડકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને કલોલ ભાજપમાં મોટો ભડકો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ થપ્પડકાંડ બાદ ભાજપમાં મોટી હલચલ મચી ગઈ હતી.10 કોર્પોરેટર્સે પણ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા નગરપાલિકામાં થપ્પડકાંડ બાદ આજે હવે નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રકાશ વરઘડેએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે અને આ સાથે જ અન્ય 10 કોર્પોરેટર્સે પણ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. જો કે તમને જણાવી દઈએ કે આગામી સમયમાં નગરપાલિકામાં હજુ પણ વધુ રાજીનામા પડે તેવી સંભાવના છે. થપ્પડ કાંડનો મામલો કમલમ ખાતે પહોંચ્યો હતો તમને જણાવી દઈએ કે કલોલ નગરપાલિકામાં થપ્પડ કાંડ મુદ્દો ગરમાયો હતો અને કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર અને નગરપાલિકાના હોદ્દેદારો કમલમ ખાતે પહોંચ્યા હતા અને કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજની પટેલ હાજર રહ્યા હતા, જે બાબતે રજની પટેલે કહ્યું કે, બંને પક્ષે હોદ્દેદારોને સાંભળવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે કરી હતી આ સ્પષ્ટતા ઉલ્લેખનીય છે કે કલોલ નગરપાલિકામાં વિકાસના કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરવામાં આવતા આ સમગ્ર વિવાદ સર્જાયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેના દૃશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. ત્યારબાદ હવે આ મુદ્દે ધારાસભ્ય બકાજી ઠાકોરે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ મામલે મારો કોઈ રોલ નથી અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને જે આક્ષેપ કર્યા તે ખોટા છે અને જો તેઓ સાચા હોય તો પુરવાર કરે. હું કોઈ કોન્ટ્રાક્ટરને ઓળખતો નથી અને ક્યારેય પણ મળ્યો નથી. જૂના રોડ ખખડધજ હાલતમાં હતા, તે નવા કોન્ટ્રાક્ટર રોડ બનાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો ઘટનાની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરેલા કામોનું રીટેન્ડરીંગ માગવામાં આવતા કામ ખોરવાઈ ગયું હતું અને કામ ખોરવાઈ જવાના પગલે સોસાયટીઓના રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જવાબ માગ્યો હતો કે તમે રિટેન્ડરીંગ કેમ માગ્યું? વિકાસના કામોમાં રોડા કેમ નાખ્યા? તેમ કહી આક્રોશ વ્યક્ત કરી‌ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.

Kalol: નગરપાલિકામાં થપ્પડકાંડના ઘેરા પ્રત્યાઘાતો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 લોકોના રાજીનામા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કલોલ નગરપાલિકામાં થોડા દિવસો પહેલા જ થપ્પડકાંડ સામે આવ્યો હતો, ત્યારે હવે આ થપ્પડકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને કલોલ ભાજપમાં મોટો ભડકો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ થપ્પડકાંડ બાદ ભાજપમાં મોટી હલચલ મચી ગઈ હતી.

10 કોર્પોરેટર્સે પણ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા

નગરપાલિકામાં થપ્પડકાંડ બાદ આજે હવે નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રકાશ વરઘડેએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે અને આ સાથે જ અન્ય 10 કોર્પોરેટર્સે પણ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. જો કે તમને જણાવી દઈએ કે આગામી સમયમાં નગરપાલિકામાં હજુ પણ વધુ રાજીનામા પડે તેવી સંભાવના છે.

થપ્પડ કાંડનો મામલો કમલમ ખાતે પહોંચ્યો હતો

તમને જણાવી દઈએ કે કલોલ નગરપાલિકામાં થપ્પડ કાંડ મુદ્દો ગરમાયો હતો અને કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર અને નગરપાલિકાના હોદ્દેદારો કમલમ ખાતે પહોંચ્યા હતા અને કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજની પટેલ હાજર રહ્યા હતા, જે બાબતે રજની પટેલે કહ્યું કે, બંને પક્ષે હોદ્દેદારોને સાંભળવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે.

કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે કરી હતી આ સ્પષ્ટતા

ઉલ્લેખનીય છે કે કલોલ નગરપાલિકામાં વિકાસના કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરવામાં આવતા આ સમગ્ર વિવાદ સર્જાયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેના દૃશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. ત્યારબાદ હવે આ મુદ્દે ધારાસભ્ય બકાજી ઠાકોરે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ મામલે મારો કોઈ રોલ નથી અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને જે આક્ષેપ કર્યા તે ખોટા છે અને જો તેઓ સાચા હોય તો પુરવાર કરે. હું કોઈ કોન્ટ્રાક્ટરને ઓળખતો નથી અને ક્યારેય પણ મળ્યો નથી. જૂના રોડ ખખડધજ હાલતમાં હતા, તે નવા કોન્ટ્રાક્ટર રોડ બનાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો

ઘટનાની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરેલા કામોનું રીટેન્ડરીંગ માગવામાં આવતા કામ ખોરવાઈ ગયું હતું અને કામ ખોરવાઈ જવાના પગલે સોસાયટીઓના રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જવાબ માગ્યો હતો કે તમે રિટેન્ડરીંગ કેમ માગ્યું? વિકાસના કામોમાં રોડા કેમ નાખ્યા? તેમ કહી આક્રોશ વ્યક્ત કરી‌ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.