Winter Alert: શિયાળાની ઠંડી માટે હજુ જોવી પડશે રાહ..? હવામાન વિભાગની આગાહી
હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. નવેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે. જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ રહેશેહવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં શિયાળાની ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે. ઉત્તર-પશ્ચિમના સૂકા પવન રહેતા રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ઠંડીની શરૂઆત થશે. મોટાભાગના જિલ્લામાં લઘુત્તમતાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં અમદાવાદમાં બપોરે મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રી રહેશે. રાત્રિથી સવાર સુધી લઘુત્તમ તાપમાન 20થી 21 ડિગ્રી રહેશે. ગત રાત્રિથી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 20, વડોદરામાં 20.01 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે કચ્છમાં 20 ડિગ્રી, ભાવનગરમાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો દક્ષિણ ગુજરાતના સુરતમાં 23 ડિગ્રી, બનાસકાંઠામાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. નવેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે. જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે.
સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.
રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ રહેશે
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં શિયાળાની ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે. ઉત્તર-પશ્ચિમના સૂકા પવન રહેતા રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ઠંડીની શરૂઆત થશે. મોટાભાગના જિલ્લામાં લઘુત્તમતાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં અમદાવાદમાં બપોરે મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રી રહેશે. રાત્રિથી સવાર સુધી લઘુત્તમ તાપમાન 20થી 21 ડિગ્રી રહેશે. ગત રાત્રિથી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 20, વડોદરામાં 20.01 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે કચ્છમાં 20 ડિગ્રી, ભાવનગરમાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો દક્ષિણ ગુજરાતના સુરતમાં 23 ડિગ્રી, બનાસકાંઠામાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું.