Himatnagar: પાલિકાનું આરોગ્ય તંત્ર એકશન મોડમાં, ઓમકાર ફલેટની ઉભરાતી ગટરો સામે કાર્યવાહી

હિંમતનગરના બેરણા રોડ પર આવેલા ઓમકાર ફલેટના રહીશો દ્વારા જાહેર રોડ ઉપર ગટરોનું ગંદુ પાણી છોડવામાં આવતા મચ્છર, માખી તથા ગંદકીનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. જે અંગે વારંવાર રજૂઆત પાલિકા તંત્ર સમક્ષ કરાયા બાદ સોમવારે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફલેટના રહીશોને તાત્કાલિક ઉભરાતી ગટરોનું પાણી રોડ ઉપર ઠાલવવા બદલ કારણદર્શક નોટીસ ફટકારી હતી. સ્થાનિકો દ્વારા ગંદુ પાણી રોડ પર છોડવામાં આવતું હતુ આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના બેરણા રોડ વિસ્તારમાં આવેલ ઓમકાર ફલેટમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર છોડી દેવામાં આવતુ હતુ. જે અંગે આસપાસના લોકોએ પણ રજૂઆત કરી હતી. રસ્તા ઉપર ઉભરાતી ગટરોનું ગંદુ પાણી વહેતા રોડ ઉપરથી દિવસ દરમિયાન શાળાએ જતા બાળકો તથા વાલીઓને ગંદા પાણીમાં થઇને જવું પડતુ હતુ. આ ઉપરાંત ગંદા પાણીના ખાબોચીયા ભરાતા ખુબજ તિવ્ર વાસ તેમજ મચ્છરો, માખીઓનો ભારે ઉપદ્રવ થયો હતો. આસપાસના સ્થાનિક રહીશોએ પણ ઓમકાર ફલેટમાં રહેતા રહીશોને આ અંગે ફરિયાદ કરી હોવા છતા ઉભરાતી ગટરોના ગંદા પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં ફલેટના રહીશોએ રસ દાખવ્યો ન હતો. જોકે સ્વચ્છતા અભિયાન શરૂ થતા હિંમતનગર પાલિકાની આરોગ્ય ટીમ એકશન મોડમાં આવી ગઇ હતી અને સ્થાનિક રહીશોને ઉભરાતી ગટરો સમસ્યા હલ કરવામાં આવે તેવી સુચના આપી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હતી આ અંગે હિંમતનગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર દિપકભાઇ જાનીએ જણાવ્યુ હતુ કે ઓમકાર ફલેટમાંથી ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર આવતુ હોવાની ફરિયાદો બાદ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જયાં રહેતા લોકોને ગંદા પાણીની સમસ્યાના નિકાલ માટે તાત્કાલિક નવો ખાળકૂવો બનાવવા માટેની સૂચના બાદ 15 રહીશોને નામજોગ નોટીસ આપવામાં આવી છે. હાલમાં ડેન્ગ્યુ, મેલેરીયાનો રોગચાળો ફેલાયો છે. ત્યારે ઉભરાતી ગટરોના ગંદા પાણીમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ પણ થાય છે. ત્યારે ફલેટના રહીશોએ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરે તેવી સૂચના પણ આપવામાં આવી હતી.

Himatnagar: પાલિકાનું આરોગ્ય તંત્ર એકશન મોડમાં, ઓમકાર ફલેટની ઉભરાતી ગટરો સામે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિંમતનગરના બેરણા રોડ પર આવેલા ઓમકાર ફલેટના રહીશો દ્વારા જાહેર રોડ ઉપર ગટરોનું ગંદુ પાણી છોડવામાં આવતા મચ્છર, માખી તથા ગંદકીનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. જે અંગે વારંવાર રજૂઆત પાલિકા તંત્ર સમક્ષ કરાયા બાદ સોમવારે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફલેટના રહીશોને તાત્કાલિક ઉભરાતી ગટરોનું પાણી રોડ ઉપર ઠાલવવા બદલ કારણદર્શક નોટીસ ફટકારી હતી.


સ્થાનિકો દ્વારા ગંદુ પાણી રોડ પર છોડવામાં આવતું હતુ

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના બેરણા રોડ વિસ્તારમાં આવેલ ઓમકાર ફલેટમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર છોડી દેવામાં આવતુ હતુ. જે અંગે આસપાસના લોકોએ પણ રજૂઆત કરી હતી. રસ્તા ઉપર ઉભરાતી ગટરોનું ગંદુ પાણી વહેતા રોડ ઉપરથી દિવસ દરમિયાન શાળાએ જતા બાળકો તથા વાલીઓને ગંદા પાણીમાં થઇને જવું પડતુ હતુ. આ ઉપરાંત ગંદા પાણીના ખાબોચીયા ભરાતા ખુબજ તિવ્ર વાસ તેમજ મચ્છરો, માખીઓનો ભારે ઉપદ્રવ થયો હતો. આસપાસના સ્થાનિક રહીશોએ પણ ઓમકાર ફલેટમાં રહેતા રહીશોને આ અંગે ફરિયાદ કરી હોવા છતા ઉભરાતી ગટરોના ગંદા પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં ફલેટના રહીશોએ રસ દાખવ્યો ન હતો. જોકે સ્વચ્છતા અભિયાન શરૂ થતા હિંમતનગર પાલિકાની આરોગ્ય ટીમ એકશન મોડમાં આવી ગઇ હતી અને સ્થાનિક રહીશોને ઉભરાતી ગટરો સમસ્યા હલ કરવામાં આવે તેવી સુચના આપી હતી.

આ સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હતી

આ અંગે હિંમતનગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર દિપકભાઇ જાનીએ જણાવ્યુ હતુ કે ઓમકાર ફલેટમાંથી ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર આવતુ હોવાની ફરિયાદો બાદ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જયાં રહેતા લોકોને ગંદા પાણીની સમસ્યાના નિકાલ માટે તાત્કાલિક નવો ખાળકૂવો બનાવવા માટેની સૂચના બાદ 15 રહીશોને નામજોગ નોટીસ આપવામાં આવી છે. હાલમાં ડેન્ગ્યુ, મેલેરીયાનો રોગચાળો ફેલાયો છે. ત્યારે ઉભરાતી ગટરોના ગંદા પાણીમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ પણ થાય છે. ત્યારે ફલેટના રહીશોએ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરે તેવી સૂચના પણ આપવામાં આવી હતી.