Vadodara: બિચ્છુ ગેંગના અસલમ બોડીયા, મુન્ના તરબૂચ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે GUJCTOK હેઠળ કાર્યવાહી કરી કુલ 26 લોકોની ધરપકડ હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોડીયા અને મુન્ના તરબૂચે ગુનાઓ આચરી ગેરકાયદે વસાવેલી બે કરોડ ઉપરાંતની મિલ્કતો ટાંચમાં લીધી છે. વડોદરા શહેરમાં અસલમ ઉર્ફે બોડીયા હૈદરમીંયા શેખ તેના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ બનાવી પૂર્વ આયોજિત ક્રાઇમને અંજામ આપતા હતા. બિચ્છુ ગેંગ દ્વારા શહેરમાં ધાક જમાવી બળજબરી જમીન, મકાન મિલકત પચાવી પાડવા તેમજ ધાક ધમકીથી રૂપિયા પડાવી લેવા સહિત હત્યા, હત્યાના કોશિષ, અપહરણ, લુંટ, ધાડ, છેતરપીંડી, વિશ્વાઘાત જવા ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપી ભયનું વાતાવરણ ઉભુ કરી છેલ્લા ઘણા સમયથી જુદા જુદા ગુનાઓ આચરી અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોય અને આ ગેંગના ગુના આચરતી ટોળકીના સાગરીતો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે.કુલ 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જોકે છેલ્લા 10 વર્ષમાં બિચ્છુ ગેંગ દ્વારા ગુનાઓને અંજામ આપવાનુ ચાલુ રહેતા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના અસલમ બોડીયા, મુન્ના તરબૂચ સહિત અન્ય સાગરીતો સામે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિય, 2015 (GCTOC) હેઠળ ગુના નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના માથાભારે અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ અને મહમદહુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુચ જાકીરહુસૈન શેખ સહિત કુલ 26 આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલ અસલમ બોડીયો જેલવાસ ભોગવી રહ્યો છે. તેવામાં ગુજસીટોકના કાયદા હેઠળ પોલીસ દ્વારા ઉપરોક્ત બન્ને ગુનેગારોએ ગુનાઓને અંજામ આપી વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની ગેરકાયદે વસાવેલી રૂપિયા બે કરોડ ઉપરાંતની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. મુન્ના તરબૂચની રૂ. 1,32,84,711 ની મિલકતો ટાંચમાં લેવાઇ 1) ડભોઇ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતેનું ફાર્મ હાઉસ જેની કિંમત રૂ. 33,27,000 2) ડભોઇ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતે રો-હાઉસમાં 32 મકાનો જેની કિંમત રૂ. 92,57,711 3) ઇનોવા કાર જેની કિંમત રૂ. 7,00,000 અસલમ બોડીયાની રૂ. 69,88,725 ની મિલકતો ટાંચમાં લેવાઇ 1) તાંદલજા તહુરા પાર્ક ખાતેનું બે માળનુ મકાન રૂ. 44,75,525 2) વાડી ખાતે તાહેરી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોક પર આવેલો ફ્લેટ રૂ. 22,98,200 3) જુદા જુદા વ્યક્તિઓના નામની મેળવેલી કૂલ ચાર ઓટોરિક્ષા રૂ. 2,15,000

Vadodara: બિચ્છુ ગેંગના અસલમ બોડીયા, મુન્ના તરબૂચ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે GUJCTOK હેઠળ કાર્યવાહી કરી કુલ 26 લોકોની ધરપકડ હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોડીયા અને મુન્ના તરબૂચે ગુનાઓ આચરી ગેરકાયદે વસાવેલી બે કરોડ ઉપરાંતની મિલ્કતો ટાંચમાં લીધી છે.


વડોદરા શહેરમાં અસલમ ઉર્ફે બોડીયા હૈદરમીંયા શેખ તેના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ બનાવી પૂર્વ આયોજિત ક્રાઇમને અંજામ આપતા હતા. બિચ્છુ ગેંગ દ્વારા શહેરમાં ધાક જમાવી બળજબરી જમીન, મકાન મિલકત પચાવી પાડવા તેમજ ધાક ધમકીથી રૂપિયા પડાવી લેવા સહિત હત્યા, હત્યાના કોશિષ, અપહરણ, લુંટ, ધાડ, છેતરપીંડી, વિશ્વાઘાત જવા ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપી ભયનું વાતાવરણ ઉભુ કરી છેલ્લા ઘણા સમયથી જુદા જુદા ગુનાઓ આચરી અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોય અને આ ગેંગના ગુના આચરતી ટોળકીના સાગરીતો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે.

કુલ 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

જોકે છેલ્લા 10 વર્ષમાં બિચ્છુ ગેંગ દ્વારા ગુનાઓને અંજામ આપવાનુ ચાલુ રહેતા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના અસલમ બોડીયા, મુન્ના તરબૂચ સહિત અન્ય સાગરીતો સામે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિય, 2015 (GCTOC) હેઠળ ગુના નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના માથાભારે અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ અને મહમદહુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુચ જાકીરહુસૈન શેખ સહિત કુલ 26 આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલ અસલમ બોડીયો જેલવાસ ભોગવી રહ્યો છે.


તેવામાં ગુજસીટોકના કાયદા હેઠળ પોલીસ દ્વારા ઉપરોક્ત બન્ને ગુનેગારોએ ગુનાઓને અંજામ આપી વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની ગેરકાયદે વસાવેલી રૂપિયા બે કરોડ ઉપરાંતની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.

મુન્ના તરબૂચની રૂ. 1,32,84,711 ની મિલકતો ટાંચમાં લેવાઇ

1) ડભોઇ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતેનું ફાર્મ હાઉસ જેની કિંમત રૂ. 33,27,000

2) ડભોઇ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતે રો-હાઉસમાં 32 મકાનો જેની કિંમત રૂ. 92,57,711

3) ઇનોવા કાર જેની કિંમત રૂ. 7,00,000

અસલમ બોડીયાની રૂ. 69,88,725 ની મિલકતો ટાંચમાં લેવાઇ

1) તાંદલજા તહુરા પાર્ક ખાતેનું બે માળનુ મકાન રૂ. 44,75,525

2) વાડી ખાતે તાહેરી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોક પર આવેલો ફ્લેટ રૂ. 22,98,200

3) જુદા જુદા વ્યક્તિઓના નામની મેળવેલી કૂલ ચાર ઓટોરિક્ષા રૂ. 2,15,000