Suratમાં વરસાદી પાણીને લઈ તંત્ર ચિંતામાં, મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક યોજી બેઠક
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીઝોનની ટીમ સતત ફિલ્ડ વિઝીટ કરી રહી છે અને કંટ્રોલરૂમ સતત 24 કલાક કાર્યરત: મ્યુનિસિપલ કમિશનર કતારગામ અને વેસ્ટ ઝોનમાંથી 152 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા સુરતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને તંત્ર ચિંતામાં છે. ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલેએ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી અને તેમાં શહેરના કતારગામ ઝોન, વેસ્ટ ઝોન સેન્ટ્રલ ઝોનમાં અસરગ્રસ્ત હોવાની જાણકારી આપી છે. બે ઝોનમાંથી 152 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા: મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ આ સાથે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે તમામ વિસ્તારનો મેપિંગ કરવામાં આવી રહ્યો છે અને જરૂર લાગશે તો જે તે વિસ્તારને એલર્ટ આપવામાં આવશે, અમે લોકોને પેનિક કરવા માંગતા નથી, પરંતુ એડવાન્સમાં એલર્ટ કરી રહ્યા છે. આ સાથે જ ઝોનની ટીમ સતત ફિલ્ડ વિઝીટ કરી રહી છે અને કંટ્રોલરૂમ સતત 24 કલાક કાર્યરત છે. બે ઝોનમાંથી 152 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. કતારગામના સાબરીનગર, વેસ્ટ ઝોનમાં પાલ આરટીઓ પાછળ અને નદી કિનારે રેવાનગર અને સેન્ટ્રલ ઝોન ધક્કા ઓવારા છે ત્યાં પાણી ભરાયા છે. કતારગામ અને વેસ્ટ ઝોનમાંથી 152 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી શહેરની સ્થિતિ અંગે માહિતી મેળવી ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વરસાદને લઈને અસરગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી અને શહેરની સમગ્ર વર્તમાન સ્થિતિ વિશે તાગ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. ફ્લડગેટ બંધ થતા પાણી બેક મારી રહ્યા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે તાપી નદીનું સ્તર વધ્યુ છે. સેઠી ગામે જવાનો રસ્તો 3 દિવસથી બંધ હાલતમાં સુરતની કીમ નદીના પાણી સેઠી ગામે ફરી વળ્યા છે અને સેઠી ગામે જવાનો રસ્તો 3 દિવસથી બંધ હાલતમાં છે. કીમ નદી પર લો-લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે. કીમ નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બેકાંઠે વહી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી
- ઝોનની ટીમ સતત ફિલ્ડ વિઝીટ કરી રહી છે અને કંટ્રોલરૂમ સતત 24 કલાક કાર્યરત: મ્યુનિસિપલ કમિશનર
- કતારગામ અને વેસ્ટ ઝોનમાંથી 152 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા
સુરતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને તંત્ર ચિંતામાં છે. ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલેએ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી અને તેમાં શહેરના કતારગામ ઝોન, વેસ્ટ ઝોન સેન્ટ્રલ ઝોનમાં અસરગ્રસ્ત હોવાની જાણકારી આપી છે.
બે ઝોનમાંથી 152 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા: મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ
આ સાથે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે તમામ વિસ્તારનો મેપિંગ કરવામાં આવી રહ્યો છે અને જરૂર લાગશે તો જે તે વિસ્તારને એલર્ટ આપવામાં આવશે, અમે લોકોને પેનિક કરવા માંગતા નથી, પરંતુ એડવાન્સમાં એલર્ટ કરી રહ્યા છે. આ સાથે જ ઝોનની ટીમ સતત ફિલ્ડ વિઝીટ કરી રહી છે અને કંટ્રોલરૂમ સતત 24 કલાક કાર્યરત છે. બે ઝોનમાંથી 152 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. કતારગામના સાબરીનગર, વેસ્ટ ઝોનમાં પાલ આરટીઓ પાછળ અને નદી કિનારે રેવાનગર અને સેન્ટ્રલ ઝોન ધક્કા ઓવારા છે ત્યાં પાણી ભરાયા છે. કતારગામ અને વેસ્ટ ઝોનમાંથી 152 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી શહેરની સ્થિતિ અંગે માહિતી મેળવી
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વરસાદને લઈને અસરગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી અને શહેરની સમગ્ર વર્તમાન સ્થિતિ વિશે તાગ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. ફ્લડગેટ બંધ થતા પાણી બેક મારી રહ્યા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે તાપી નદીનું સ્તર વધ્યુ છે.
સેઠી ગામે જવાનો રસ્તો 3 દિવસથી બંધ હાલતમાં
સુરતની કીમ નદીના પાણી સેઠી ગામે ફરી વળ્યા છે અને સેઠી ગામે જવાનો રસ્તો 3 દિવસથી બંધ હાલતમાં છે. કીમ નદી પર લો-લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે. કીમ નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બેકાંઠે વહી રહી છે.