ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ : વડોદરા પોલીસ કમિશનર સહિત અધિકારીઓ અને બાળકોએ મળી 133 છોડનું વાવેતર કર્યું
Vadodara Ganesh Utsav : વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના પોલીસ લાઈનના બાળકો દ્વારા કરાય છે. જેને લઈને રોજ રોજ ત્યાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે. ત્યારે 15 સપ્ટેમ્બરે પવિત્ર વન ના પ્લાન્ટેશન આયોજન કરાયું હતું. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને બાળકોએ કુલ 133 છોડનું વાવેતર કર્યું હતું. ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા નો વિસર્જન કર્યા બાદ આ માટેનો પવિત્ર વનમાં ઉપયોગ કરાશે.વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની પ્રેરણાથી વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના લાઈનના બાળકો દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ પરીવાર દ્વારા રોજેરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં સુંદરકાંડ ના પાઠ, સત્ય નારાયણ ની કથા, રાસ ગરબા, ભજન કિર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ ઉજવવામાં આવતા હોય છે. 15 સપ્ટેમ્બર ના રોજ પાંચ વાગ્યાથી "પવિત્રવન" ના પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પ્લાન્ટેશનની શુભ શરૂઆત કરાવી હતી અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ લાઈનના બાળકોએ સાથે મળી મિયાવાકી પદ્ધતિથી 133 છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પવિત્રવન માં છેલ્લા દિવસે ઈકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય બાદ આ માટીને પવિત્રવનમાં વિસર્જિત કરવામાં આવનાર છે. આ રીતે લાઈનના બાળકો વૃક્ષોના જતન સાથે ભાવનાત્મક રીતે જોડાશે અને પર્યાવરણનું જતન કરવા વધુને વધુ પ્રોત્સાહિત થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Ganesh Utsav : વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના પોલીસ લાઈનના બાળકો દ્વારા કરાય છે. જેને લઈને રોજ રોજ ત્યાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે. ત્યારે 15 સપ્ટેમ્બરે પવિત્ર વન ના પ્લાન્ટેશન આયોજન કરાયું હતું. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને બાળકોએ કુલ 133 છોડનું વાવેતર કર્યું હતું. ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા નો વિસર્જન કર્યા બાદ આ માટેનો પવિત્ર વનમાં ઉપયોગ કરાશે.
વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની પ્રેરણાથી વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના લાઈનના બાળકો દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ પરીવાર દ્વારા રોજેરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં સુંદરકાંડ ના પાઠ, સત્ય નારાયણ ની કથા, રાસ ગરબા, ભજન કિર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ ઉજવવામાં આવતા હોય છે. 15 સપ્ટેમ્બર ના રોજ પાંચ વાગ્યાથી "પવિત્રવન" ના પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પ્લાન્ટેશનની શુભ શરૂઆત કરાવી હતી અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ લાઈનના બાળકોએ સાથે મળી મિયાવાકી પદ્ધતિથી 133 છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પવિત્રવન માં છેલ્લા દિવસે ઈકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય બાદ આ માટીને પવિત્રવનમાં વિસર્જિત કરવામાં આવનાર છે. આ રીતે લાઈનના બાળકો વૃક્ષોના જતન સાથે ભાવનાત્મક રીતે જોડાશે અને પર્યાવરણનું જતન કરવા વધુને વધુ પ્રોત્સાહિત થશે.