Anand: ખંભાતમાં પોલીસકર્મી પર હુમલાને લઇ 6 શખ્સો-25ના ટોળા સામે ગુનો નોંધાયો

ખંભાતમાં ગત 17મી તારીખે પોલીસ મથકે પોલીસકર્મીને માર મારવાની ઘટના સામે આવી હતી. ટોળાઓએ પોલીસકર્મીને માર મારીને કપડા ફાડી નાંખ્યા હતા. ખંભાતમાં પોલીસકર્મી પર હુમલા મામલે 6 શખ્સો, 25ના ટોળા સામે ગુનો નોંધાયો છે.ખંભાતમાં ગત 17મી તારીખના રોજ પોલીસ મથક ખાતે મુસ્લિમ સમાજે હોબાળો કર્યો હતો. પોલીસ કર્મીને માર મારી કપડાં ફાડી નાખવા મામલે 6 શખ્સો અને 25ના ટોળા સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ચકડોળમાંથી ધાર્મિક પુસ્તકના પાના ફાડી ઉડાવવા મામલે પોલીસ મથકે હોબાળો કર્યો હતો. હોબાળા દરમિયાન એક પોલીસ કર્મીના કપડાં ફાડી તેને માર મારવામાં આવ્યો હતો. ગાળાગાળી કરતા શખ્સોને સમજાવવા જતા પોલીસ કર્મીના કપડાં ફાડી ઝપાઝપી કરવામાં આવી હતી. જે અંગે 6 શખ્સોના નામજોગ અને 25 ના ટોળા સામે ગુનો નોંધાયો છે. ખંભાતમાં પોલીસકર્મી પર હુમલા મામલે ક્ષત્રીય સેના દ્રારા એસપી અને કલેક્ટરને આજે આવેદનપત્ર અપાયું હતું. ક્ષત્રીય સેના દ્વારા આવેદનપત્ર અપાયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Anand: ખંભાતમાં પોલીસકર્મી પર હુમલાને લઇ 6 શખ્સો-25ના ટોળા સામે ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખંભાતમાં ગત 17મી તારીખે પોલીસ મથકે પોલીસકર્મીને માર મારવાની ઘટના સામે આવી હતી. ટોળાઓએ પોલીસકર્મીને માર મારીને કપડા ફાડી નાંખ્યા હતા. ખંભાતમાં પોલીસકર્મી પર હુમલા મામલે 6 શખ્સો, 25ના ટોળા સામે ગુનો નોંધાયો છે.

ખંભાતમાં ગત 17મી તારીખના રોજ પોલીસ મથક ખાતે મુસ્લિમ સમાજે હોબાળો કર્યો હતો. પોલીસ કર્મીને માર મારી કપડાં ફાડી નાખવા મામલે 6 શખ્સો અને 25ના ટોળા સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ચકડોળમાંથી ધાર્મિક પુસ્તકના પાના ફાડી ઉડાવવા મામલે પોલીસ મથકે હોબાળો કર્યો હતો. હોબાળા દરમિયાન એક પોલીસ કર્મીના કપડાં ફાડી તેને માર મારવામાં આવ્યો હતો. ગાળાગાળી કરતા શખ્સોને સમજાવવા જતા પોલીસ કર્મીના કપડાં ફાડી ઝપાઝપી કરવામાં આવી હતી. જે અંગે 6 શખ્સોના નામજોગ અને 25 ના ટોળા સામે ગુનો નોંધાયો છે.

ખંભાતમાં પોલીસકર્મી પર હુમલા મામલે ક્ષત્રીય સેના દ્રારા એસપી અને કલેક્ટરને આજે આવેદનપત્ર અપાયું હતું. ક્ષત્રીય સેના દ્વારા આવેદનપત્ર અપાયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.