વડોદરામાં આજવા રોડના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોમાં રોષ : હોબાળો

Vadodara News : વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવતું નથી. આજવા રોડ પર એકતા નગર મરાઠી મહોલ્લામાં પાણીની બૂમો ઉઠી છે. છેલ્લા 35 વર્ષથી પાણીની માંગ રહીશો કરી રહ્યા છે. પાણી માટે પૈસા ભરાવ્યા બાદ પણ લોકો પાસે ભીખ માંગવી પડે છે. લઘુમતી વિસ્તારમાં સૌપ્રથમ આવી પાણીની લાઈનો જોવા મળી છે. મત લેવા હાથ અને પગ જોડતા ભાજપના કાઉન્સિલરો મદદે ના આવ્યાના નાગરિકોએ આક્ષેપ કર્યા છે. લઘુમતીના ઘરેથી પાણીની પાઇપ લઈ પાણીના પીપડા ભરવા પડે છે. પાણીના પીપડા ભરવા બાળકોની પણ મદદ લેવી પડી રહી છે. વહેલી તકે તંત્ર પાણીના જોડાણ આપે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.

વડોદરામાં આજવા રોડના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોમાં રોષ : હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara News : વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવતું નથી. 

આજવા રોડ પર એકતા નગર મરાઠી મહોલ્લામાં પાણીની બૂમો ઉઠી છે. છેલ્લા 35 વર્ષથી પાણીની માંગ રહીશો કરી રહ્યા છે. પાણી માટે પૈસા ભરાવ્યા બાદ પણ લોકો પાસે ભીખ માંગવી પડે છે. લઘુમતી વિસ્તારમાં સૌપ્રથમ આવી પાણીની લાઈનો જોવા મળી છે. મત લેવા હાથ અને પગ જોડતા ભાજપના કાઉન્સિલરો મદદે ના આવ્યાના નાગરિકોએ આક્ષેપ કર્યા છે. લઘુમતીના ઘરેથી પાણીની પાઇપ લઈ પાણીના પીપડા ભરવા પડે છે. પાણીના પીપડા ભરવા બાળકોની પણ મદદ લેવી પડી રહી છે. વહેલી તકે તંત્ર પાણીના જોડાણ આપે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.