Gandhinagar: રાયસણ સ્થિત GNLUમાં બોમ્બ મૂક્યાનો ઇ-મેલ મળતા દોડધામ
ગાંધીનગર નજીક આવેલા રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ)માં બોંબ મુકવામાં આવ્યો હોવાનો ઇમેઇલ મળતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના પગલે પોલીસ દ્વારા રાત્રે જ સમગ્ર કેમ્પસમાં સર્ચ કરવામાં આવ્યુ હતું. ડોગ સ્ક્વોર્ડ, બોંબ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની મદદ લેવામાં આવી હતી.જોકે, સવાર સુધી ચાલેલી તપાસમાં કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ નહી મળતા વિદ્યાર્થીઓ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ગઇકાલે રાત્રે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને કેટલાક વિદ્યાર્થીઓને ઉપરોક્ત ધમકી ભર્યો મેઇલ આવ્યો હતો. જેની જાણ પોલીસને કરવામા આવતા એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે સ્થળ પર દોડી ગયો હતો.સાવચેતીના પગલા રૂપે આ કેમ્પસમાં આવેલ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલને ખાલી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ખુલ્લા ગાર્ડનમાં આવી ગયા હતા. પોલીસ દ્વારા સમગ્ર કેમ્પસનો ખૂણેખૂણો તપાસ કરવામાં આવ્યો હતો. અહિ આવેલા ડાયરેક્ટરના નિવાસ્થાન આસપાસના વિસ્તારમાં પણ સર્ચ કરાયુ હતું. જોકે, કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નહતી. વહેલી સવાર સુધી આ સર્ચ કરવામાં આવ્યુ હતું. પોલીસે જે ઇમેઇલ એડ્રેસ પરથી ધમકી ભર્યો મેઇલ કર્યો હતો તેની વિગતો અને આઇપી એડ્રેસ સહિતની માહિતી મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, યુનિવર્સિટીમાં 19 તારીખથી પરિક્ષાઓ શરૂ થઇ રહી છે. આ પરીક્ષાને ડિસ્ટર્બ કરવા માટે બોંબ મુકાયાનો મેસેજ કરવામાં આવ્યો હોવાની શક્યતાના આધારે પણ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -