Gandhinagar: 28મીએ મોદી ગુજરાતમાં, બે મંત્રીઓ સહિત 75 નેતાઓ મહારાષ્ટ્ર પ્રચારમાં
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને આડે માંડ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભાજપના પ્રચારાર્થે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી, સહકાર મંત્રી સહિત 75થી વધુ નેતા સોમવારથી જ મહારાષ્ટ્રના વિવિધ શહેરો, જિલ્લાઓમાં પહોંચી ગયા છે. દરમિયાન પાડોશી રાજ્યમાં ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વખત ગુજરાતના પ્રવાસે રહેશે.28મી ઓક્ટોબરે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે તેમ જાણવા મળ્યુ છે.ટોચના વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ બુધવાર સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. તે સાથે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર થશે. જૂનાગઢની વિસાવદર બેઠક મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન પેન્ડીંગ છે. આથી, ત્યાં હાલના તબક્કે અર્થાત સોમવારની સ્થિતિએ પેટાચૂંટણી જાહેર થઈ શકે તેમ નથી. આ સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાંથી બે મંત્રીઓ મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા. આગામી સપ્તાહે રાજ્યના વધુ 4 મંત્રીઓ અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં સામેલ થશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થયા બાદ નવેમ્બર- ડિસેમ્બરમાં રાજ્યમાં દોઢ- બે વર્ષથી લટકી પડેલી 75 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 4,600 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને આડે માંડ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભાજપના પ્રચારાર્થે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી, સહકાર મંત્રી સહિત 75થી વધુ નેતા સોમવારથી જ મહારાષ્ટ્રના વિવિધ શહેરો, જિલ્લાઓમાં પહોંચી ગયા છે. દરમિયાન પાડોશી રાજ્યમાં ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વખત ગુજરાતના પ્રવાસે રહેશે.
28મી ઓક્ટોબરે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે તેમ જાણવા મળ્યુ છે.ટોચના વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ બુધવાર સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. તે સાથે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર થશે. જૂનાગઢની વિસાવદર બેઠક મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન પેન્ડીંગ છે. આથી, ત્યાં હાલના તબક્કે અર્થાત સોમવારની સ્થિતિએ પેટાચૂંટણી જાહેર થઈ શકે તેમ નથી. આ સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાંથી બે મંત્રીઓ મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા. આગામી સપ્તાહે રાજ્યના વધુ 4 મંત્રીઓ અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં સામેલ થશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થયા બાદ નવેમ્બર- ડિસેમ્બરમાં રાજ્યમાં દોઢ- બે વર્ષથી લટકી પડેલી 75 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 4,600 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થશે.