Jamnagar પોલીસની નવરાત્રિ દરમિયાન મેગા ડ્રાઈવ, રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ

જામનગરમાં નવરાત્રિ દરમિયાન પોલીસની મેગા ડ્રાઇવ યોજાઈ હતી જેમાં પોલીસે અલગ-અલગ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.રાત્રીના સમયે રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે,રોમિયોગીરી કરતા 4 શખ્સોના બાઇક ડીટેઈન કરી મેમો ફટકારવામાં આવ્યો છે,પોલીસે ચાર રસ્તા પર જ આ કાર્યવાહી કરતા અન્ય સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો,નવરાત્રિ દરમિયાન આ કામગીરી યથાવત રહેશે એવું પોલીસના સૂત્રો કહી રહ્યાં છે. પ્રદુષણ ફેલાવતા બુલેટચાલકો સામે પણ કાર્યવાહી નવરાત્રિના સમય દરમિયાન લોકોને પોતાની તરફ આકર્ષણ કરી રૌફ જમાવતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટચાલકો સામે કાર્યવાહી કરી છે.પોલીસે ટ્રાફિક ભંગ બદલ 7500નો દંડ ફટકાર્યો છે.ટ્રાફિકનો ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે,પોલીસે જે લોકો પાસે લાયસન્સ નથી અને વાહન લઈને નિકળ્યા હતા તેવા લોકો સામે પણ કાર્યવાહી કરી છે,મહત્વનું છે કે આ ડ્રાઈવમાં પોલીસ ઈન્સપેકટર પણ જોડાયા હતા અને તેમનો સ્ટાફ પણ.રોમિયાગીરી કરી તો ગયા સમજો નવરાત્રિના સમયે રોમિયાગીરી કરતા શખ્સો ચેતી જજો નહીતર પોલીસ તમારી સામે ગુનો નોંધશે,જામનગરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે ડ્રાઈવ કરી હતી અને રોમિયોગીરી કરતા લોકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.પોલીસે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કર્યો હતો અને જે લોકોએ નશો કર્યો હતો તે લોકોને પણ ચેક કર્યા હતા,મહત્વનું છે કે નવરાત્રિના સમયે કોઈ બબાલ કે અનઈચ્છીનય ઘટના ના બને તેને લઈ પોલીસ સતર્ક બની ગઈ છે. જામનગર પોલીસ એલર્ટ મોર્ડ પર જામનગર નજીક બેડ વિસ્તારમાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ ટુકડી પીઆઈના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના અનુસંધાને પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન તેઓને બેડની નદીના કાંઠે એક તરૂણી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાની તૈયારી કરતાં જોવા મળી હતી. જેથી તુરતજ પોલીસ ટુકડીએ તેણીને બચાવી લીધી હતી, અને સિક્કા પોલીસ મથકે લઈ આવ્યા પછી તેણીનું કાઉન્સેલિંગ કર્યું હતું.  

Jamnagar પોલીસની નવરાત્રિ દરમિયાન મેગા ડ્રાઈવ, રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં નવરાત્રિ દરમિયાન પોલીસની મેગા ડ્રાઇવ યોજાઈ હતી જેમાં પોલીસે અલગ-અલગ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.રાત્રીના સમયે રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે,રોમિયોગીરી કરતા 4 શખ્સોના બાઇક ડીટેઈન કરી મેમો ફટકારવામાં આવ્યો છે,પોલીસે ચાર રસ્તા પર જ આ કાર્યવાહી કરતા અન્ય સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો,નવરાત્રિ દરમિયાન આ કામગીરી યથાવત રહેશે એવું પોલીસના સૂત્રો કહી રહ્યાં છે.

પ્રદુષણ ફેલાવતા બુલેટચાલકો સામે પણ કાર્યવાહી

નવરાત્રિના સમય દરમિયાન લોકોને પોતાની તરફ આકર્ષણ કરી રૌફ જમાવતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટચાલકો સામે કાર્યવાહી કરી છે.પોલીસે ટ્રાફિક ભંગ બદલ 7500નો દંડ ફટકાર્યો છે.ટ્રાફિકનો ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે,પોલીસે જે લોકો પાસે લાયસન્સ નથી અને વાહન લઈને નિકળ્યા હતા તેવા લોકો સામે પણ કાર્યવાહી કરી છે,મહત્વનું છે કે આ ડ્રાઈવમાં પોલીસ ઈન્સપેકટર પણ જોડાયા હતા અને તેમનો સ્ટાફ પણ.


રોમિયાગીરી કરી તો ગયા સમજો

નવરાત્રિના સમયે રોમિયાગીરી કરતા શખ્સો ચેતી જજો નહીતર પોલીસ તમારી સામે ગુનો નોંધશે,જામનગરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે ડ્રાઈવ કરી હતી અને રોમિયોગીરી કરતા લોકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.પોલીસે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કર્યો હતો અને જે લોકોએ નશો કર્યો હતો તે લોકોને પણ ચેક કર્યા હતા,મહત્વનું છે કે નવરાત્રિના સમયે કોઈ બબાલ કે અનઈચ્છીનય ઘટના ના બને તેને લઈ પોલીસ સતર્ક બની ગઈ છે.

જામનગર પોલીસ એલર્ટ મોર્ડ પર

જામનગર નજીક બેડ વિસ્તારમાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ ટુકડી પીઆઈના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના અનુસંધાને પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન તેઓને બેડની નદીના કાંઠે એક તરૂણી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાની તૈયારી કરતાં જોવા મળી હતી. જેથી તુરતજ પોલીસ ટુકડીએ તેણીને બચાવી લીધી હતી, અને સિક્કા પોલીસ મથકે લઈ આવ્યા પછી તેણીનું કાઉન્સેલિંગ કર્યું હતું.