Bharuch: જૂના ભરૂચના આચારવાડનું બંધ મકાન ધસી પડયું

ખખડધજ થઈ ગયેલ મકાનો ધરાશાયી થયા હોય તેવી ઘટનાઓમાં વધારોવિસ્તારમાં ભયની લાગણી ફેલાઈ, જોકે કોઈ જાનહાની નહી થતાં હાશકારો આચારવાડ વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી થયું હતું. ભરૂચ નગર અને તેમાં પણ જૂના ભરૂચ વિસ્તારમાં જુના મકાનો ધસી પડવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. ગતરોજ જુના ભરૂચ વિસ્તારમાં મકાનો ધરાશાઈ થવાની ઘટનાઓ બની રહી છે. ગતરોજ સમી સાંજના સમયે આચારવાડ વિસ્તારમાં એક બંધ હાલતમાં રહેલું મકાન અચાનક ધરાશાયી થઈ ગયુ હતુ. કડાકાભેર મકાન ધસી પડતાં આ વિસ્તારમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. જો કે આ બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હતી તેમજ જાનહાની પણ થઈ ન હતી. વરસાદના દિવસો દરમ્યાન ભરૂચ પંથકમા અને ખાસ કરીને જુના ભરૂચના વિસ્તારોમાં ખખડધજ થઈ ગયેલ મકાનો ધરાશાઈ થયા હોય તેવી ઘટનાઓ બને છે. આવી મકાન ધરાશાઈ થવાની ઘટનાઓમાં ઈજાઓ પહોંચી હોય અથવા તો જાનહાની થઈ હોય તેવી ઘટનાઓ પણ બની છે. અત્રે નોંધવુ રહ્યુ કે, દર વરસે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરના ખખડધજ થઈ ગયેલા મકાનોનો સર્વે કરવામાં આવે છે. એટલુ જ નહી પરંતુ મકાન માલિકોને મકાન ઉતારી લેવા અથવા તો મકાનોના મરામત કરવા અંગે નોટીસ આપવામાં આવે છે.  પરંતુ કોઈને કોઈ કારણસર આવા મકાનોને ઉતારી લેવામાં આવતા નથી કે તેમની મરામત પણ કરાવવામાં આવતી નથી. જેના કારણે આવા મકાનો જાહેર હિતમાં જોખમકારક સાબિત થાય છે. દિન-પ્રતિદિન જુના ભરૂચમાં વસવાટ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે લોકો સોસાયટી વિસ્તાર અથવા તો ભોલાવ, ઝાડેશ્વર કે ચાવજ તરફ આકાર લઈ રહેલી નવી સોસાયટીઓ અથવા તો ફ્લેટ સંકુલોમાં રહેવા જઈ રહ્યા છે જેના કારણે અને ઘણા કુટુંબો રોજી રોટી માટે બહારગામ સ્થાયી થયા હોય જુના ભરૂચ વિસ્તારમાં આવેલા મકાનો ખાલી પડી રહે છે.   

Bharuch: જૂના ભરૂચના આચારવાડનું બંધ મકાન ધસી પડયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખખડધજ થઈ ગયેલ મકાનો ધરાશાયી થયા હોય તેવી ઘટનાઓમાં વધારો
  • વિસ્તારમાં ભયની લાગણી ફેલાઈ, જોકે કોઈ જાનહાની નહી થતાં હાશકારો
  • આચારવાડ વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી થયું હતું.

ભરૂચ નગર અને તેમાં પણ જૂના ભરૂચ વિસ્તારમાં જુના મકાનો ધસી પડવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. ગતરોજ જુના ભરૂચ વિસ્તારમાં મકાનો ધરાશાઈ થવાની ઘટનાઓ બની રહી છે.

ગતરોજ સમી સાંજના સમયે આચારવાડ વિસ્તારમાં એક બંધ હાલતમાં રહેલું મકાન અચાનક ધરાશાયી થઈ ગયુ હતુ. કડાકાભેર મકાન ધસી પડતાં આ વિસ્તારમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. જો કે આ બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હતી તેમજ જાનહાની પણ થઈ ન હતી. વરસાદના દિવસો દરમ્યાન ભરૂચ પંથકમા અને ખાસ કરીને જુના ભરૂચના વિસ્તારોમાં ખખડધજ થઈ ગયેલ મકાનો ધરાશાઈ થયા હોય તેવી ઘટનાઓ બને છે. આવી મકાન ધરાશાઈ થવાની ઘટનાઓમાં ઈજાઓ પહોંચી હોય અથવા તો જાનહાની થઈ હોય તેવી ઘટનાઓ પણ બની છે. અત્રે નોંધવુ રહ્યુ કે, દર વરસે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરના ખખડધજ થઈ ગયેલા મકાનોનો સર્વે કરવામાં આવે છે. એટલુ જ નહી પરંતુ મકાન માલિકોને મકાન ઉતારી લેવા અથવા તો મકાનોના મરામત કરવા અંગે નોટીસ આપવામાં આવે છે.

 પરંતુ કોઈને કોઈ કારણસર આવા મકાનોને ઉતારી લેવામાં આવતા નથી કે તેમની મરામત પણ કરાવવામાં આવતી નથી. જેના કારણે આવા મકાનો જાહેર હિતમાં જોખમકારક સાબિત થાય છે.

દિન-પ્રતિદિન જુના ભરૂચમાં વસવાટ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે લોકો સોસાયટી વિસ્તાર અથવા તો ભોલાવ, ઝાડેશ્વર કે ચાવજ તરફ આકાર લઈ રહેલી નવી સોસાયટીઓ અથવા તો ફ્લેટ સંકુલોમાં રહેવા જઈ રહ્યા છે જેના કારણે અને ઘણા કુટુંબો રોજી રોટી માટે બહારગામ સ્થાયી થયા હોય જુના ભરૂચ વિસ્તારમાં આવેલા મકાનો ખાલી પડી રહે છે.