Rahul Gandhi પર જગદીશ વિશ્વકર્માના આકરા પ્રહારો, કહ્યું 'કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ પ્રહાર કર્યા છે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે વિદેશી વિચારધારા ધરાવતા બેજવાબદાર નાગરિકની ભૂમિકા વિદેશમાં ભજવનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત નાબુદ કરવાની વાતો કરી છે.દેશ વિદેશમાં હંગામો મચાવવા અને રીલ બનાવવી રાહુલ ગાંધીનો સ્વભાવ જગદીશ વિશ્વકર્માએએ આકરા પ્રહારો રાહુલ ગાંધી પર કરતા કહ્યું કે તેમને માત્ર વિદેશ કે દેશમાં હંગામો મચાવવા અને રીલ બનાવવી જ આ માણસનો સ્વભાવ બની ગયો છે. લાલ કલરની બુક બતાવી ઈલેક્શનમાં આખા દેશમાં ફરનાર અને વિદેશમાં જનારા નેતા રાહુલ ગાંધી છે. તેમને કોઈ વિષય હોય તો તેને દેશમાં યોગ્ય પ્લેટફોર્મ પર ચર્ચા કરવી જોઈએ. કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છે અને તેના પુરાવા મીડિયાના માધ્યમથી લોકોએ જોયા છે. બાબા સાહેબના સામાજિક જીવનને ગાંધી પરિવારે ખતમ કર્યુ: જગદીશ વિશ્વકર્મા વધુમાં જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે સામ પિત્રોડા કહે છે કે એ રાહુલ ગાંધી પપ્પુ નથી પણ હોંશિયાર વ્યક્તિ છે, હવે તે વા ને રાહુલ ગાંધી સાબિત કરે. જવાહર લાલ નહેરુ પર પણ પ્રહાર કરતા ભાજપના નેતાએ કહ્યું કે તેમને કાકા સાહેબ કાલેલકરના અહેવાલનો વિરોધ કર્યો હતો અને તેમના અહેવાલને ફગાવી દીધો હતો. આ સિવાય બાબા સાહેબના સામાજિક જીવનને ખતમ કરવાનું કામ પણ નેહરૂ પરિવારે કર્યું હતું. તમામ સમાજ બહાર નીકળશે અને જવાબ આપશે: જગદીશ વિશ્વકર્મા પેટા ચૂંટણીમાં પણ બાબા સાહેબને હરાવવાનું કામ અને આ પાપ આ પરિવારે કર્યું હતું. પીએમ મોદીએ 70 વર્ષ પછી કલમ 370 અને 35A નાબુદ કરીને કાશ્મીરમાં સામાજિક ન્યાય આપવાનું કામ કર્યું છે. ઈન્દીરા ગાંધીએ મંડળ કમિશનના રિપોર્ટ જે છવાવરવાનું કામ ઓબીસીને અનામત ના આપવાનું કામ કર્યું છે. આવતીકાલે રેલી સ્વરૂપે તમામ 41 જિલ્લામાં તમામ સમાજ બહાર નીકળશે અને તેનો જવાબ આપશે તેવુ ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. દાહોદમાં બાળકીની હત્યા મુદ્દે જગદીશ વિશ્વકર્માનું નિવેદન દાહોદમાં બાળકીની હત્યા મુદ્દે જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપતા કહ્યું કે બીજેપીની સરકાર પ્રો એક્ટિવ રીતે કામ કરી રહી છે. આવી માનસિકતા વાળા માણસોને પકડી લેવાયા છે અને આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. સરકાર આ મુદ્દે કડક માં કડક કાર્યવાહી કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ પ્રહાર કર્યા છે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે વિદેશી વિચારધારા ધરાવતા બેજવાબદાર નાગરિકની ભૂમિકા વિદેશમાં ભજવનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત નાબુદ કરવાની વાતો કરી છે.
દેશ વિદેશમાં હંગામો મચાવવા અને રીલ બનાવવી રાહુલ ગાંધીનો સ્વભાવ
જગદીશ વિશ્વકર્માએએ આકરા પ્રહારો રાહુલ ગાંધી પર કરતા કહ્યું કે તેમને માત્ર વિદેશ કે દેશમાં હંગામો મચાવવા અને રીલ બનાવવી જ આ માણસનો સ્વભાવ બની ગયો છે. લાલ કલરની બુક બતાવી ઈલેક્શનમાં આખા દેશમાં ફરનાર અને વિદેશમાં જનારા નેતા રાહુલ ગાંધી છે. તેમને કોઈ વિષય હોય તો તેને દેશમાં યોગ્ય પ્લેટફોર્મ પર ચર્ચા કરવી જોઈએ. કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છે અને તેના પુરાવા મીડિયાના માધ્યમથી લોકોએ જોયા છે.
બાબા સાહેબના સામાજિક જીવનને ગાંધી પરિવારે ખતમ કર્યુ: જગદીશ વિશ્વકર્મા
વધુમાં જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે સામ પિત્રોડા કહે છે કે એ રાહુલ ગાંધી પપ્પુ નથી પણ હોંશિયાર વ્યક્તિ છે, હવે તે વા ને રાહુલ ગાંધી સાબિત કરે. જવાહર લાલ નહેરુ પર પણ પ્રહાર કરતા ભાજપના નેતાએ કહ્યું કે તેમને કાકા સાહેબ કાલેલકરના અહેવાલનો વિરોધ કર્યો હતો અને તેમના અહેવાલને ફગાવી દીધો હતો. આ સિવાય બાબા સાહેબના સામાજિક જીવનને ખતમ કરવાનું કામ પણ નેહરૂ પરિવારે કર્યું હતું.
તમામ સમાજ બહાર નીકળશે અને જવાબ આપશે: જગદીશ વિશ્વકર્મા
પેટા ચૂંટણીમાં પણ બાબા સાહેબને હરાવવાનું કામ અને આ પાપ આ પરિવારે કર્યું હતું. પીએમ મોદીએ 70 વર્ષ પછી કલમ 370 અને 35A નાબુદ કરીને કાશ્મીરમાં સામાજિક ન્યાય આપવાનું કામ કર્યું છે. ઈન્દીરા ગાંધીએ મંડળ કમિશનના રિપોર્ટ જે છવાવરવાનું કામ ઓબીસીને અનામત ના આપવાનું કામ કર્યું છે. આવતીકાલે રેલી સ્વરૂપે તમામ 41 જિલ્લામાં તમામ સમાજ બહાર નીકળશે અને તેનો જવાબ આપશે તેવુ ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
દાહોદમાં બાળકીની હત્યા મુદ્દે જગદીશ વિશ્વકર્માનું નિવેદન
દાહોદમાં બાળકીની હત્યા મુદ્દે જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપતા કહ્યું કે બીજેપીની સરકાર પ્રો એક્ટિવ રીતે કામ કરી રહી છે. આવી માનસિકતા વાળા માણસોને પકડી લેવાયા છે અને આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. સરકાર આ મુદ્દે કડક માં કડક કાર્યવાહી કરશે.