Ahmedabad: ડાયમંડ પોલિશિંગના ઉદ્યોગમાં મંદી કારીગરો રજા પર, સરકાર મદદ કરે

ગુજરાતમાં હીરા ઘસવા (ડાયમંડ પોલિશિંગ) ઉદ્યોગ કટોકટીમાં છે, લાખો કારીગરોની રોજીરોટી જોખમાઈ છે, છેલ્લા કેટલાક સમયમાં 100થી વધુ હીરા ઘસતા કારીગરોએ આત્મહત્યા કરી છે. જી-7 દેશો અમેરિકા, કેનેડા વગેરેએ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા નહિ ખરીદવાનો નિર્ણય કર્યો છે, તેના કારણે મંદી આવી છે.ભારતમાં સૌથી વધુ રશિયન રફ લાવીને હીરા ઘસીને દુનિયામાં પૂરા પડાય છે. જી-7 દેશોના અવિચારી નિર્ણય સામે કેન્દ્ર સરકાર ચુપ કેમ છે? રત્ન કલાકારો પાસેથી વ્યવસાય વેરાના ઉઘરાણાં બંધ કરવા સહિતની માગણી વિપક્ષ કોંગ્રેસે કરી છે.ભાજપના ધનસંગ્રહ અને વોટ આપવામાં અગ્રેસર રહેવા છતાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકોની ચિંતા ભાજપની સરકારને નથી તેવા આક્ષેપ સાથે કહેવાયું કે, હજારો કારીગરોએ કામ ગુમાવ્યું છે અને ભયંકર મંદી ઉભી થયેલી છે જેમાં ખાસ કરીને કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. ફરજિયાત રજાઓ અને પગારમાં ઘટાડા તથા બિનજરૂરી વેકેશનો કારીગરોને અપાઈ રહ્યા છે. જી-7ના દેશો ભારતના હીરા કઈ રફ્માંથી બન્યા છે તેને જોયા વગર ખરીદે તો જ ભારતનું હિત સચવાય તેમ છે. મંદી પાછળનું એક કારણ ચાઈના પણ છે, ચાઈનાએ ભારતના ઓરીજનલ હીરાના પ્રતિષ્ઠાભર્યા વેપારને નુકસાન થાય તે રીતે લેબ ગ્રોન એટલે કે સિન્થેટિક હીરા કે જે લેબોરેટરીમાં બને છે તેનું ઉત્પાદન કર્યું અને કેટલાક લાલચુ વેપારીઓ મારફ્ત ભારતમાંથી ડુપ્લિકેટ હીરાનું વેચાણ શરૂ થયું છે. હવે સરકારની જવાબદારી છે કે મંદીમાં ફ્સાયેલા ઉદ્યોગને મદદરૂપ બને. વર્ષ 2008માં ભાજપની સરકારે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી હતી અને મંદીમાં 1200 કરોડ રૂપિયાનો લાભ આપવાની વાત કરેલી પરંતુ હકીકતમાં માત્ર છ જ વ્યક્તિઓને લાભ આપીને 2012માં યોજના બંધ કરી દીધી હતી. હીરા ઉદ્યોગમાં કામ કરનારા કારીગરો પાસેથી ભારતીય જનતા પાર્ટીની સરકાર વ્યવસાય વેરો લઈ રહી છે, જે બંધ થવો જોઈએ. કારીગરોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને આર્થિક સહાય આપવા, રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા, ગ્રેજ્યુઈટી સહિતના લાભ આપવા માગણી કરાઈ છે.

Ahmedabad: ડાયમંડ પોલિશિંગના ઉદ્યોગમાં મંદી કારીગરો રજા પર, સરકાર મદદ કરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં હીરા ઘસવા (ડાયમંડ પોલિશિંગ) ઉદ્યોગ કટોકટીમાં છે, લાખો કારીગરોની રોજીરોટી જોખમાઈ છે, છેલ્લા કેટલાક સમયમાં 100થી વધુ હીરા ઘસતા કારીગરોએ આત્મહત્યા કરી છે. જી-7 દેશો અમેરિકા, કેનેડા વગેરેએ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા નહિ ખરીદવાનો નિર્ણય કર્યો છે, તેના કારણે મંદી આવી છે.

ભારતમાં સૌથી વધુ રશિયન રફ લાવીને હીરા ઘસીને દુનિયામાં પૂરા પડાય છે. જી-7 દેશોના અવિચારી નિર્ણય સામે કેન્દ્ર સરકાર ચુપ કેમ છે? રત્ન કલાકારો પાસેથી વ્યવસાય વેરાના ઉઘરાણાં બંધ કરવા સહિતની માગણી વિપક્ષ કોંગ્રેસે કરી છે.ભાજપના ધનસંગ્રહ અને વોટ આપવામાં અગ્રેસર રહેવા છતાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકોની ચિંતા ભાજપની સરકારને નથી તેવા આક્ષેપ સાથે કહેવાયું કે, હજારો કારીગરોએ કામ ગુમાવ્યું છે અને ભયંકર મંદી ઉભી થયેલી છે જેમાં ખાસ કરીને કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. ફરજિયાત રજાઓ અને પગારમાં ઘટાડા તથા બિનજરૂરી વેકેશનો કારીગરોને અપાઈ રહ્યા છે. જી-7ના દેશો ભારતના હીરા કઈ રફ્માંથી બન્યા છે તેને જોયા વગર ખરીદે તો જ ભારતનું હિત સચવાય તેમ છે. મંદી પાછળનું એક કારણ ચાઈના પણ છે, ચાઈનાએ ભારતના ઓરીજનલ હીરાના પ્રતિષ્ઠાભર્યા વેપારને નુકસાન થાય તે રીતે લેબ ગ્રોન એટલે કે સિન્થેટિક હીરા કે જે લેબોરેટરીમાં બને છે તેનું ઉત્પાદન કર્યું અને કેટલાક લાલચુ વેપારીઓ મારફ્ત ભારતમાંથી ડુપ્લિકેટ હીરાનું વેચાણ શરૂ થયું છે. હવે સરકારની જવાબદારી છે કે મંદીમાં ફ્સાયેલા ઉદ્યોગને મદદરૂપ બને. વર્ષ 2008માં ભાજપની સરકારે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી હતી અને મંદીમાં 1200 કરોડ રૂપિયાનો લાભ આપવાની વાત કરેલી પરંતુ હકીકતમાં માત્ર છ જ વ્યક્તિઓને લાભ આપીને 2012માં યોજના બંધ કરી દીધી હતી. હીરા ઉદ્યોગમાં કામ કરનારા કારીગરો પાસેથી ભારતીય જનતા પાર્ટીની સરકાર વ્યવસાય વેરો લઈ રહી છે, જે બંધ થવો જોઈએ. કારીગરોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને આર્થિક સહાય આપવા, રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા, ગ્રેજ્યુઈટી સહિતના લાભ આપવા માગણી કરાઈ છે.