ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, જંત્રીના 10 ટકા વસૂલી જમીન NA કરી શકાશે
રાજ્યમાં બિનખેતી પરવાનગીને લઈને મહત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. પ્રીમિયમ વસૂલ્યા વિનાની બીન ખેતી જમીન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બીનખેતીને જંત્રીના 10 ટકા વસૂલી જમીન NA કરી અપાશે. જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે N.A કરી અપાશે. હાલ 30 ટકાના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે.રાજ્યમાં રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલી હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી અપાશે. હાલ જંત્રીના 30 ટકાના દરે પ્રીમિયમ વસૂલાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થશે, ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું બાકી રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ હાલની જંત્રીના 30 ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે. મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યપ્રધાને મહેસુલ વિભાગને આ નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વગર બિનખેતીની પરવાનગી આપવામાં આવેલી છે, તેવી જમીનમાં હાલના અરજદાર અને કબ્જેદાર પાસેથી હાલની જંત્રી કિંમતના 10 ટકા પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિન ખેતીની પરવાનગી અપાશે. રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે તમને જણાવી દઈએ કે જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા અને ત્વરિતતા આવશે.આ સાથે જ રિડેવલપમેન્ટની પ્રોસેસને પણ વેગ મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં બિનખેતી પરવાનગીને લઈને મહત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. પ્રીમિયમ વસૂલ્યા વિનાની બીન ખેતી જમીન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બીનખેતીને જંત્રીના 10 ટકા વસૂલી જમીન NA કરી અપાશે. જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે N.A કરી અપાશે. હાલ 30 ટકાના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે.
રાજ્યમાં રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલી હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી અપાશે.
હાલ જંત્રીના 30 ટકાના દરે પ્રીમિયમ વસૂલાય છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થશે, ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું બાકી રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ હાલની જંત્રીના 30 ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.
મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યપ્રધાને મહેસુલ વિભાગને આ નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વગર બિનખેતીની પરવાનગી આપવામાં આવેલી છે, તેવી જમીનમાં હાલના અરજદાર અને કબ્જેદાર પાસેથી હાલની જંત્રી કિંમતના 10 ટકા પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિન ખેતીની પરવાનગી અપાશે.
રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે
તમને જણાવી દઈએ કે જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા અને ત્વરિતતા આવશે.આ સાથે જ રિડેવલપમેન્ટની પ્રોસેસને પણ વેગ મળશે.