Ahmedabadના ગોમતીપુરમાં સ્થાનિકો દારૂ અને જુગારના દૂષણથી અકળાયા, રોડ પર લગાવ્યા બેનરો

અમદાવાદમાં ગોમતીપુર પોલીસને સ્થાનિકો ઉંઘમાંથી જગાડતા હોય તેવું લાગી રહ્યું છે,પોલીસની નિષ્ફળતા ગણો કે પોલીસની જાણ ગણો પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે ગોમતીપુરમાં દેશી દારૂ અને જુગારના અડ્ડા ચાલી રહ્યાં છે અને પોલીસની રહેમ નજર હેઠળ આ અડ્ડા ચાલી રહ્યાં છે તેવી વાત સામે આવી છે ત્યારે આજે સ્થાનિકોએ ભેગા મળીને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો છે અને રોડ પર બેનરો માર્યા છે કે દારૂ અને જુગારનું દૂષણ દૂર કરો. પોલીસની નિષ્ફળતા ઉજાગર કરતા સ્થાનિકો અમદાવાદના ગોમતીપુરમાં રહીશોએ દારૂને લઈ બેનરો લગાવ્યા છે,પોલીસે દરોડા કર્યા તો દારૂ ના મળ્યો અને સ્થાનિકોએ દરોડા કર્યા તો 200 લીટર દેશી દારૂ મળી આવ્યો આવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે,20 વર્ષથી આ દારૂનો ધંધો ચાલે છે તો પોલીસ ઈન્સ્પેકટ,ડીવાયએસપી અને ડીસીપી પણ કોઈ કાર્યવાહી કરતું નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે,સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી પણ પોલીસ કાર્યવાહી નથી કરતી. પોલીસે કાર્યવાહી ન કરતા આખરે લગાવ્યા બેનરો ગોમતીપુર પોલીસ સ્ટેશનનના પીઆઈ ડી.વી.રાણા સાહેબ જરા આંખ ઉઘાડીને જુઓ તમારા વિસ્તારના સ્થાનિકોની શું હાલત છે આવી રીતે પોલીસ સ્ટેશન ચલાવશો ? તમારા વહીવટદાર વિપુલ દેસાઈ પણ આ વાતને જાણે છે અને તમારો પોલીસ સ્ટાફ પણ જાણ છે કે દારૂ અને જુગાર ચાલી રહ્યો છે,ત્યારે સ્થાનિકોની વાત માનીને તમારી ટીમને કહો કે રેડ કરે અને આવા આસામાજીક તત્વો સામે કાર્યવાહી કરે જો કાર્યવાહી નહી કરો અને દારૂના ધંધા ચલાવશો તો કોઈના પરિવારની જીંદગી પણ બગડશે.ઘણા કિસ્સામાં તો પોલીસ અગાઉથી જાણ કરી દે છે રેડ કરવા આવીએ છે એટલે રેડ નીલ આવે છે તેવો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે. અમદાવાદની પીસીબી પોલીસને નથી ખબર ? અમદાવાદ પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતી પીસીબીની ટીમને પણ નથી ખબર કે શું અહીયા દારૂ મળે છે અને વેચાય છે ? આખા અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારના અડ્ડા પર રેડ કરવાની સત્તા પીસીબી પીઆઈ અને તેમની ટીમ પાસે હોય છે ત્યારે પીસીબીની ટીમ સ્થાનિક પોલીસ તો રેડ પાડતી નથી તમે તો રેડ પાડો,સ્થાનિકોએ કહ્યું કે જો આ દૂષણ બંધ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં પોલીસ કમિશનરને પણ રજૂ કરવામાં આવશે. 

Ahmedabadના ગોમતીપુરમાં સ્થાનિકો દારૂ અને જુગારના દૂષણથી અકળાયા, રોડ પર લગાવ્યા બેનરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ગોમતીપુર પોલીસને સ્થાનિકો ઉંઘમાંથી જગાડતા હોય તેવું લાગી રહ્યું છે,પોલીસની નિષ્ફળતા ગણો કે પોલીસની જાણ ગણો પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે ગોમતીપુરમાં દેશી દારૂ અને જુગારના અડ્ડા ચાલી રહ્યાં છે અને પોલીસની રહેમ નજર હેઠળ આ અડ્ડા ચાલી રહ્યાં છે તેવી વાત સામે આવી છે ત્યારે આજે સ્થાનિકોએ ભેગા મળીને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો છે અને રોડ પર બેનરો માર્યા છે કે દારૂ અને જુગારનું દૂષણ દૂર કરો.

પોલીસની નિષ્ફળતા ઉજાગર કરતા સ્થાનિકો

અમદાવાદના ગોમતીપુરમાં રહીશોએ દારૂને લઈ બેનરો લગાવ્યા છે,પોલીસે દરોડા કર્યા તો દારૂ ના મળ્યો અને સ્થાનિકોએ દરોડા કર્યા તો 200 લીટર દેશી દારૂ મળી આવ્યો આવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે,20 વર્ષથી આ દારૂનો ધંધો ચાલે છે તો પોલીસ ઈન્સ્પેકટ,ડીવાયએસપી અને ડીસીપી પણ કોઈ કાર્યવાહી કરતું નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે,સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી પણ પોલીસ કાર્યવાહી નથી કરતી.

પોલીસે કાર્યવાહી ન કરતા આખરે લગાવ્યા બેનરો

ગોમતીપુર પોલીસ સ્ટેશનનના પીઆઈ ડી.વી.રાણા સાહેબ જરા આંખ ઉઘાડીને જુઓ તમારા વિસ્તારના સ્થાનિકોની શું હાલત છે આવી રીતે પોલીસ સ્ટેશન ચલાવશો ? તમારા વહીવટદાર વિપુલ દેસાઈ પણ આ વાતને જાણે છે અને તમારો પોલીસ સ્ટાફ પણ જાણ છે કે દારૂ અને જુગાર ચાલી રહ્યો છે,ત્યારે સ્થાનિકોની વાત માનીને તમારી ટીમને કહો કે રેડ કરે અને આવા આસામાજીક તત્વો સામે કાર્યવાહી કરે જો કાર્યવાહી નહી કરો અને દારૂના ધંધા ચલાવશો તો કોઈના પરિવારની જીંદગી પણ બગડશે.ઘણા કિસ્સામાં તો પોલીસ અગાઉથી જાણ કરી દે છે રેડ કરવા આવીએ છે એટલે રેડ નીલ આવે છે તેવો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે.

અમદાવાદની પીસીબી પોલીસને નથી ખબર ?

અમદાવાદ પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતી પીસીબીની ટીમને પણ નથી ખબર કે શું અહીયા દારૂ મળે છે અને વેચાય છે ? આખા અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારના અડ્ડા પર રેડ કરવાની સત્તા પીસીબી પીઆઈ અને તેમની ટીમ પાસે હોય છે ત્યારે પીસીબીની ટીમ સ્થાનિક પોલીસ તો રેડ પાડતી નથી તમે તો રેડ પાડો,સ્થાનિકોએ કહ્યું કે જો આ દૂષણ બંધ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં પોલીસ કમિશનરને પણ રજૂ કરવામાં આવશે.