Navsari: એકબીજા સામે બાંયો ચડાવતા ભાજપ-કોંગ્રસના નેતાઓ ખભેખભા મિલાવીને DJના તાલે ઝૂમ્યા
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમજમાં વર્ચસ્વ જમાવવા મથતા નેતાઓ જે એકબીજા સામે બાંયો ચડાવતા ભાજપ-કોંગ્રસના નેતાઓ ખભેખભા મિલાવીને DJના તાલે ઝૂમ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.મળતી માહિતી મુજબ, વાંસદા ખાતે બિરસા મુંડાની મૂર્તિના અનાવરણ પ્રસંગે રાજનીતિ ભુલાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શન અને એકબીજા સામે બાંયો ચડાવતા હોય જોકે એકબીજા ઉપર આકરા પ્રહારો કરતા નેતાઓ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે ખભે ખભા મિલાવીને DJના તાલે ઝૂમ્યા હતા. ભાજપી સાંસદ ધવલ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ કોંગી ધારાસભ્ય અનંત પટેલ રાજકારણને પડતુ મૂકીને DJના તાલે ઝૂમ્યા હતા.ધારાસભ્યના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા ખાતે આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાના હસ્તે રાજપારડી ચાર રસ્તા સર્કલ પર આદિવાસી જનનાયક બિરસામુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અત્રે યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગતના સમારોહમાં શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતા, જેને ઉપસ્થિત જન સમુદાયે રસભેર માણ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમજમાં વર્ચસ્વ જમાવવા મથતા નેતાઓ જે એકબીજા સામે બાંયો ચડાવતા ભાજપ-કોંગ્રસના નેતાઓ ખભેખભા મિલાવીને DJના તાલે ઝૂમ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, વાંસદા ખાતે બિરસા મુંડાની મૂર્તિના અનાવરણ પ્રસંગે રાજનીતિ ભુલાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શન અને એકબીજા સામે બાંયો ચડાવતા હોય જોકે એકબીજા ઉપર આકરા પ્રહારો કરતા નેતાઓ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે ખભે ખભા મિલાવીને DJના તાલે ઝૂમ્યા હતા. ભાજપી સાંસદ ધવલ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ કોંગી ધારાસભ્ય અનંત પટેલ રાજકારણને પડતુ મૂકીને DJના તાલે ઝૂમ્યા હતા.
ધારાસભ્યના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા ખાતે આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાના હસ્તે રાજપારડી ચાર રસ્તા સર્કલ પર આદિવાસી જનનાયક બિરસામુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અત્રે યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગતના સમારોહમાં શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતા, જેને ઉપસ્થિત જન સમુદાયે રસભેર માણ્યો હતો.