મોકડ્રીલ : કંડલા પોર્ટ ઉપર આતંકી હુમલો 4 નાગરિકોને બંદી બનાવી 20 કરોડ માગ્યા

કંડલા દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ આતંકવાદી હુમલા જેવી ઘટનાઓમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તાલમેલથી કામ કરી શકે એ હેતુથી યોજાઈ મોકડ્રીલભુજ: કચ્છના દીનદયાળ પાર્ટ ખાતે આતંકવાદી હુમલો થતાં અફરાતફરી મચી જવા પામી હતી. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ, સીઆઈએસએફ, એસઓજી, મરીન ટાસ્ક ફોર્સ,  ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફાર્ર્સ દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાંધીનગરથી આવેલા ચેતક ફોર્સ કમાન્ડોએ મોરચો સંભાળીને  આતંકવાદીઓને ઠાર કર્યા, એકને જીવતો પકડયામોકડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી. ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું. આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતાં કરતાં કંડલા પાર્ટની ફ્લોટીંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યોહતો.એટીઆર બિલ્ડીંગમાં આતંકવાદીઓએ પાર્ર્ટના ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ બંધક બનાવ્યાની ઘટના જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી. મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત, સીઆઈએસએફ યુનિટે નોર્ર્થ ગેટની એન્ટ્રી અવરજવર માટે બંધ કરાવીને નાગરિકોને સલામતી સુનિશ્વિત કરી હતી. જોકે, આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામ મદદનીશ કલેક્ટરનો સંપર્ર્ક કરાવવા કહ્યું હતું. આતંકવાદીઓએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો, જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે ૪ આતંકવાદીઓને છોડવા, સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને રૂ. ૨૦ કરોડ કેશ આપવા માંગણી કરી હતી. બે કલાકમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેમ ધમકી આતંકવાદીઓએ આપી હતી. જોકે, જિલ્લા વહીવટીતંત્ર અને એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી વધુ સમય માગીને રાજ્યની સ્પેશિયલ ફોર્સ એવી ચેતક કમાન્ડો ફોર્સને બોલાવી હતી. મોકડ્રીલના ઘટનાક્રમ મુજબ આ બિલ્ડીંગમાં ઘૂસેલા ૩ આતંકવાદીઓ વિશેની પ્રાથમિક માહિતી સીઆઈએસએફ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એકઠી કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રણનીતિ બનાવીને બિલ્ડીંગ અંદર જઈને બંધકોને છોડાવવા તેમજ આતંકવાદીઓને ઠાર કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે, આઈડી બ્લાસ્ટ, ટીયર શેલ અને ઘાતકી ટ્રેપ્સ હોવાના લીધે અંતે રાજ્યની ચેતક કમાન્ડો ફોર્સ જ અંદર જઈને ઓપરેશન પૂર્ણ કરશે તેમ નિર્ણય કરવામાં આવ્યો હતો. મોકડ્રીલની નક્કી કરેલી પરિસ્થિતિ મુજબ ચેતક કમાન્ડોએ વિવિધ એજન્સીઓના સહયોગ થકી બિલ્ડીંગ અંદર જઈને ૦૨ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. કોઈપણ નુકસાન વગર ૪ બંધકોને છોડાવવામાં ચેતક કમાન્ડો ફાર્ર્સે સફળતા મેળવી હતી. આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડો ફોર્ર્સની બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં રેડ ટીમ આતંકવાદી બની હતી જ્યારે બ્લૂ ટીમે ચેતક કમાન્ડો ફાર્ર્સ તરીકે ઓપરેશનને લીડ કર્યું હતું. વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી આ દિલધડક મોકડ્રીલ છ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.આ મોકડ્રીલમાં ગાંધીધામ મામલતદાર રાહુલ ખાભરા, ચેતક કમાન્ડો ફોર્સના ડીવાયએસપી ડી.વી.ગોહિલ અને કે.એમ.ઝાલા, પૂર્ર્વ કચ્છ પોલીસના ડીવાયએસપી એ.વી.રાજગોર અને  મુકેશ ચૌધરી, સીઆરપીએફના ડેપ્યુટી કમાન્ડન્ટ આર.વી. શ્રીમાળી, કંડલા પોર્ટના ટેકનિકલ આસિસ્ટન્ટ અપૂર્વ જાડેજા, મરીન પોલીસ સ્ટેશન પીઆઈ એ.એમ.વાલા, એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.ઝાલા, સ્ટેટ આઈબીના પી.આઈ.મુકેશ સુથાર સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

મોકડ્રીલ : કંડલા પોર્ટ ઉપર આતંકી હુમલો 4 નાગરિકોને બંદી બનાવી 20 કરોડ માગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કંડલા દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ 

આતંકવાદી હુમલા જેવી ઘટનાઓમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તાલમેલથી કામ કરી શકે એ હેતુથી યોજાઈ મોકડ્રીલ

ભુજ: કચ્છના દીનદયાળ પાર્ટ ખાતે આતંકવાદી હુમલો થતાં અફરાતફરી મચી જવા પામી હતી. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ, સીઆઈએસએફ, એસઓજી, મરીન ટાસ્ક ફોર્સ,  ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફાર્ર્સ દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરથી આવેલા ચેતક ફોર્સ કમાન્ડોએ મોરચો સંભાળીને  આતંકવાદીઓને ઠાર કર્યા, એકને જીવતો પકડયા

મોકડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી. ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું. આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતાં કરતાં કંડલા પાર્ટની ફ્લોટીંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યોહતો.

એટીઆર બિલ્ડીંગમાં આતંકવાદીઓએ પાર્ર્ટના ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ બંધક બનાવ્યાની ઘટના જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી. મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત, સીઆઈએસએફ યુનિટે નોર્ર્થ ગેટની એન્ટ્રી અવરજવર માટે બંધ કરાવીને નાગરિકોને સલામતી સુનિશ્વિત કરી હતી. જોકે, આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામ મદદનીશ કલેક્ટરનો સંપર્ર્ક કરાવવા કહ્યું હતું. આતંકવાદીઓએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો, જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે ૪ આતંકવાદીઓને છોડવા, સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને રૂ. ૨૦ કરોડ કેશ આપવા માંગણી કરી હતી. બે કલાકમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેમ ધમકી આતંકવાદીઓએ આપી હતી. જોકે, જિલ્લા વહીવટીતંત્ર અને એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી વધુ સમય માગીને રાજ્યની સ્પેશિયલ ફોર્સ એવી ચેતક કમાન્ડો ફોર્સને બોલાવી હતી. 

મોકડ્રીલના ઘટનાક્રમ મુજબ આ બિલ્ડીંગમાં ઘૂસેલા ૩ આતંકવાદીઓ વિશેની પ્રાથમિક માહિતી સીઆઈએસએફ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એકઠી કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રણનીતિ બનાવીને બિલ્ડીંગ અંદર જઈને બંધકોને છોડાવવા તેમજ આતંકવાદીઓને ઠાર કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે, આઈડી બ્લાસ્ટ, ટીયર શેલ અને ઘાતકી ટ્રેપ્સ હોવાના લીધે અંતે રાજ્યની ચેતક કમાન્ડો ફોર્સ જ અંદર જઈને ઓપરેશન પૂર્ણ કરશે તેમ નિર્ણય કરવામાં આવ્યો હતો. 

મોકડ્રીલની નક્કી કરેલી પરિસ્થિતિ મુજબ ચેતક કમાન્ડોએ વિવિધ એજન્સીઓના સહયોગ થકી બિલ્ડીંગ અંદર જઈને ૦૨ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. કોઈપણ નુકસાન વગર ૪ બંધકોને છોડાવવામાં ચેતક કમાન્ડો ફાર્ર્સે સફળતા મેળવી હતી. આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડો ફોર્ર્સની બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં રેડ ટીમ આતંકવાદી બની હતી જ્યારે બ્લૂ ટીમે ચેતક કમાન્ડો ફાર્ર્સ તરીકે ઓપરેશનને લીડ કર્યું હતું. વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી આ દિલધડક મોકડ્રીલ છ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

આ મોકડ્રીલમાં ગાંધીધામ મામલતદાર રાહુલ ખાભરા, ચેતક કમાન્ડો ફોર્સના ડીવાયએસપી ડી.વી.ગોહિલ અને કે.એમ.ઝાલા, પૂર્ર્વ કચ્છ પોલીસના ડીવાયએસપી એ.વી.રાજગોર અને  મુકેશ ચૌધરી, સીઆરપીએફના ડેપ્યુટી કમાન્ડન્ટ આર.વી. શ્રીમાળી, કંડલા પોર્ટના ટેકનિકલ આસિસ્ટન્ટ અપૂર્વ જાડેજા, મરીન પોલીસ સ્ટેશન પીઆઈ એ.એમ.વાલા, એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.ઝાલા, સ્ટેટ આઈબીના પી.આઈ.મુકેશ સુથાર સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.