Ahmedabad: ગુજરાતમાં વર્ષ 2024માં દરરોજ 230 વ્યક્તિ હૃદય રોગની બીમારીનો શિકાર
ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ 2024માં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં 17 ટકા જેટલો વધારો નોંધાયો છે, વર્ષ 2023માં હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીના 71,561 કોલ્સ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા હતા, એ પછી વર્ષ 2024માં 26મી ડિસેમ્બર સુધીની સ્થિતિએ ગુજરાતમાં આ બીમારીના 83,480 કોલ્સ આવ્યા છે એટલે કે 17 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.અત્યારે શિયાળાન ઠંડીની સિઝનમાં પણ હૃદય રોગની બીમારીના કેસમાં વધારો જોવા મળ્યો છે, આ બીમારી વચ્ચે સડન ડેથના કિસ્સા પણ સતત સામે આવી રહ્યા છે. એકંદરે ગત વર્ષે રોજના 196 જેટલા કોલ્સ આવ્યા હતા જે અત્યારે વધીને 228થી 230 આસપાસ પહોંચ્યા છે.હૃદય રોગ સંબંધિત બીમારીના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તબીબોના કહેવા પ્રમાણે તણાવભરી જીવનશૈલી, બહારથી ખાવા પીવાની ટેવ, આલ્કોહોલનું સેવન, ઝડપી લાઈફ સ્ટાઈલ, ધુમ્રપાન વગેરે જેવા કારણો આ બીમારી માટે જવાબદાર છે. યુવાનોમાં વધતા જતા હૃદય રોગ સંબંધિત કેસો ખરેખર ચેતવણી સમાન છે. જો યુવાનો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખે તો આવનારા દિવસોમાં દેશના યુવાધનને ઘણું મોટું નુકસાન થઈ શકે છે અને તેના કારણે હાલમાં જે દેશ પોતાની યુવાશક્તિને લઈને ગર્વ અનુભવી રહ્યો છે, તે દેશમાં યુવાનો નબળા હૃદયના કારણે એટલા અશક્ત થઈ જશે કે તેઓ માંદગીના ખાટલામાંથી બહાર જ નહીં આવી શકે. તેવી સ્થિતિમાં દેશના વિકાસમાં તેઓ કોઈ પ્રકારે ફાળો આપી શકશે નહીં. કોવિડ પછી પણ લોકોના હૃદયને અસર થઈ છે, જે દર્દીમાં પહેલાં 20થી 22 ટકા બ્લોકેજ હતું તેવા કિસ્સામાં જે તે દર્દીને કોરોનાના ચેપ પછી બ્લોકેજ 90 ટકા આસપાસ પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. સાત કલાકથી ઓછી ઊંઘ લેતા હોય તેવા લોકોમાં પણ હૃદય રોગની શક્યતા રહે છે, એકંદરે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. કોવિડ પહેલાની સરખામણીએ હાલમાં 30થી 40 વર્ષની વયના યુવાનોમાં હૃદય રોગના કેસનં પ્રમાણ 20થી 25 ટકા આસપાસ વધ્યું છે. એકંદરે યુવાન વયે લોકોના હૃદય વૃદ્ધ થઈ રહ્યા છે તે એક હકીકત છે. કોરોના પછી જે રીતે યુવાનોમાં હાર્ટ સબંધિત બીમારીઓ સામે આવી રહી છે, તે ઘણા પ્રશ્ન ઊભા કરે છે. જોકે, હજુ સુધી કોરોના અને તેની રસીને સાથે હૃદય રોગની બીમારીને કોઈ સંબંધ હોય તેવું સાબિત થયું નથી, પરંતુ લોકોના મનમાં એવો ભય ચોક્કસ બેસી ગયો છે કે, કોરોના પછી લોકોને અને ખાસ કરીને યુવાનોને હૃદયની બીમારી વધુ થવા લાગી છે. અમદાવાદમાં વર્ષ 2024માં કાર્ડિયાક ઈમરજન્સીના કેસમાં 16 ટકા જેટલો વધારો થયો અમદાવાદમાં વર્ષ 2023માં કાર્ડિયાક ઈમરજન્સીના 21,182 ઈમરજન્સી કેસ આવ્યા હતા, જોકે વર્ષ 2024માં આ કેસનો આંકડો વધીને 24,460 ઉપર પહોંચ્યા છે, એકંદરે અમદાવાદમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં 16 ટકા જેટલો વધારો થયો છે. ગુજરાતમાં એક વર્ષમાં હાર્ટ ફેલ થઈ જવાના કારણે 93,737 લોકોએ દમ તોડયો ગુજરાતમાં વર્ષ 2021માં કુલ 7.25 લાખ લોકોનાં મોત નોંધાયા છે, આ એક વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં મેડિકલી સર્ટિફાઈડ થયેલા અથવા નહિ થયેલામાં હાર્ટ ફેલ્યોરના કારણે કુલ 93,737 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં હાર્ટ ફેલ્યોરના કારણે વર્ષ 2021માં શહેરી વિસ્તારમાં 69,180 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 24,617 લોકોનાં એમ કુલ 93,797નાં મોત થયા છે, શહેરી વિસ્તારમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 21,289, 65થી 69 વર્ષની વયના 8668, 55થી 64 વર્ષની વયના 16,861, 45થી 54 વર્ષની વયના 11,627 દર્દીનાં હાર્ટ ફેલ થવાથી મોત થયા છે, 35થી 45 વર્ષની વયના 5850, 25થી 34ની વયે 2593નાં મોત થયા છે. એક વર્ષથી ઓછી વયે હાર્ટફેલ થવાથી 732, એકથી 4 વર્ષની વયે 205, 5થી 14 વર્ષે 303 અને 15થી 24 વર્ષે 1051 મોત થયા છે. એકંદરે 15થી 44 વર્ષની વયે 9494 મોત થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ 2024માં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં 17 ટકા જેટલો વધારો નોંધાયો છે, વર્ષ 2023માં હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીના 71,561 કોલ્સ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા હતા, એ પછી વર્ષ 2024માં 26મી ડિસેમ્બર સુધીની સ્થિતિએ ગુજરાતમાં આ બીમારીના 83,480 કોલ્સ આવ્યા છે એટલે કે 17 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
અત્યારે શિયાળાન ઠંડીની સિઝનમાં પણ હૃદય રોગની બીમારીના કેસમાં વધારો જોવા મળ્યો છે, આ બીમારી વચ્ચે સડન ડેથના કિસ્સા પણ સતત સામે આવી રહ્યા છે. એકંદરે ગત વર્ષે રોજના 196 જેટલા કોલ્સ આવ્યા હતા જે અત્યારે વધીને 228થી 230 આસપાસ પહોંચ્યા છે.હૃદય રોગ સંબંધિત બીમારીના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તબીબોના કહેવા પ્રમાણે તણાવભરી જીવનશૈલી, બહારથી ખાવા પીવાની ટેવ, આલ્કોહોલનું સેવન, ઝડપી લાઈફ સ્ટાઈલ, ધુમ્રપાન વગેરે જેવા કારણો આ બીમારી માટે જવાબદાર છે. યુવાનોમાં વધતા જતા હૃદય રોગ સંબંધિત કેસો ખરેખર ચેતવણી સમાન છે. જો યુવાનો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખે તો આવનારા દિવસોમાં દેશના યુવાધનને ઘણું મોટું નુકસાન થઈ શકે છે અને તેના કારણે હાલમાં જે દેશ પોતાની યુવાશક્તિને લઈને ગર્વ અનુભવી રહ્યો છે, તે દેશમાં યુવાનો નબળા હૃદયના કારણે એટલા અશક્ત થઈ જશે કે તેઓ માંદગીના ખાટલામાંથી બહાર જ નહીં આવી શકે. તેવી સ્થિતિમાં દેશના વિકાસમાં તેઓ કોઈ પ્રકારે ફાળો આપી શકશે નહીં.
કોવિડ પછી પણ લોકોના હૃદયને અસર થઈ છે, જે દર્દીમાં પહેલાં 20થી 22 ટકા બ્લોકેજ હતું તેવા કિસ્સામાં જે તે દર્દીને કોરોનાના ચેપ પછી બ્લોકેજ 90 ટકા આસપાસ પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. સાત કલાકથી ઓછી ઊંઘ લેતા હોય તેવા લોકોમાં પણ હૃદય રોગની શક્યતા રહે છે, એકંદરે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. કોવિડ પહેલાની સરખામણીએ હાલમાં 30થી 40 વર્ષની વયના યુવાનોમાં હૃદય રોગના કેસનં પ્રમાણ 20થી 25 ટકા આસપાસ વધ્યું છે. એકંદરે યુવાન વયે લોકોના હૃદય વૃદ્ધ થઈ રહ્યા છે તે એક હકીકત છે.
કોરોના પછી જે રીતે યુવાનોમાં હાર્ટ સબંધિત બીમારીઓ સામે આવી રહી છે, તે ઘણા પ્રશ્ન ઊભા કરે છે. જોકે, હજુ સુધી કોરોના અને તેની રસીને સાથે હૃદય રોગની બીમારીને કોઈ સંબંધ હોય તેવું સાબિત થયું નથી, પરંતુ લોકોના મનમાં એવો ભય ચોક્કસ બેસી ગયો છે કે, કોરોના પછી લોકોને અને ખાસ કરીને યુવાનોને હૃદયની બીમારી વધુ થવા લાગી છે.
અમદાવાદમાં વર્ષ 2024માં કાર્ડિયાક ઈમરજન્સીના કેસમાં 16 ટકા જેટલો વધારો થયો
અમદાવાદમાં વર્ષ 2023માં કાર્ડિયાક ઈમરજન્સીના 21,182 ઈમરજન્સી કેસ આવ્યા હતા, જોકે વર્ષ 2024માં આ કેસનો આંકડો વધીને 24,460 ઉપર પહોંચ્યા છે, એકંદરે અમદાવાદમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં 16 ટકા જેટલો વધારો થયો છે.
ગુજરાતમાં એક વર્ષમાં હાર્ટ ફેલ થઈ જવાના કારણે 93,737 લોકોએ દમ તોડયો
ગુજરાતમાં વર્ષ 2021માં કુલ 7.25 લાખ લોકોનાં મોત નોંધાયા છે, આ એક વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં મેડિકલી સર્ટિફાઈડ થયેલા અથવા નહિ થયેલામાં હાર્ટ ફેલ્યોરના કારણે કુલ 93,737 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં હાર્ટ ફેલ્યોરના કારણે વર્ષ 2021માં શહેરી વિસ્તારમાં 69,180 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 24,617 લોકોનાં એમ કુલ 93,797નાં મોત થયા છે, શહેરી વિસ્તારમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 21,289, 65થી 69 વર્ષની વયના 8668, 55થી 64 વર્ષની વયના 16,861, 45થી 54 વર્ષની વયના 11,627 દર્દીનાં હાર્ટ ફેલ થવાથી મોત થયા છે, 35થી 45 વર્ષની વયના 5850, 25થી 34ની વયે 2593નાં મોત થયા છે. એક વર્ષથી ઓછી વયે હાર્ટફેલ થવાથી 732, એકથી 4 વર્ષની વયે 205, 5થી 14 વર્ષે 303 અને 15થી 24 વર્ષે 1051 મોત થયા છે. એકંદરે 15થી 44 વર્ષની વયે 9494 મોત થયા છે.