Ahmedabad: જેઠે ઊકળતું પાણી રેડતાં નાના ભાઈની પત્ની ગંભીર રીતે દાઝી

અમરાઈવાડીમાં રહેતા શખ્સની પત્ની આજથી નવેક વર્ષ અગાઉ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. પોતાની પત્નીના મોત માટે તે પોતાના નાના ભાઈની પત્નીને જવાબદાર માની તેની સાથે ઝઘડા કરતો હતો.ગત 25 ડિસેમ્બરે રાત્રે નાના ભાઈની પત્ની ચોકડીમાં હતી ત્યારે જેઠ આવ્યો હતો અને તપેલું ભરીને ઉકળતું પાણી તેના પર રેડી દીધું હતું. બુમાબુમ થતા આરોપી જેઠ ફરાર થઇ ગયો હતો. આ અંગે નાના ભાઈની પત્નીએ જેઠ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરાઈવાડીમાં 38 વર્ષીય પૂનમબેન ખટીક પરિવાર સાથે રહે છે. મહિલાનો પતિ ડ્રાઈવિંગ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. મહિલાની પાડોશમાં તેમના જેઠ ડાલચંદ ખટીક રહે છે. નવેક વર્ષ અગાઉ ડાલચંદની પત્નીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી જેઠ પોતાની પત્નીના મોત માટે નાના ભાઈની પત્નીને જવાબદાર માનીને કોઈની કોઈ વાતે ઝઘડો કર્યા કરતો હતો. ગત 25 ડિસેમ્બરે રાતના સમયે નાના ભાઈની પત્ની ખરીદી કરીને ઘરે આવ્યા બાદ હાથપગ ધોવા માટે ચોકડીમાં ગઈ હતી. ત્યારે જેઠે તપેલું ભરીને ઉકળતા પાણી તેના પર નાખી દીધું હતું. મહિલા દાઝી જવાથી બુમાબુમ કરતા ઘરમાં બેઠેલો તેનો પતિ દોડી આવ્યો હતો અને બાદમાં બને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ઉશ્કેરાયેલા મોટાભાઈએ લાકડાનો ડંડો લઈને ઘરના બારી બારણાના કાચ ફોડી નાંખ્યા હતા. આસપાસના લોકોનું ટોળું એકઠું થઇ જતા આરોપી જેઠ ફરાર થઇ ગયો હતો. તેમજ દાઝેલી મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

Ahmedabad: જેઠે ઊકળતું પાણી રેડતાં નાના ભાઈની પત્ની ગંભીર રીતે દાઝી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરાઈવાડીમાં રહેતા શખ્સની પત્ની આજથી નવેક વર્ષ અગાઉ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. પોતાની પત્નીના મોત માટે તે પોતાના નાના ભાઈની પત્નીને જવાબદાર માની તેની સાથે ઝઘડા કરતો હતો.

ગત 25 ડિસેમ્બરે રાત્રે નાના ભાઈની પત્ની ચોકડીમાં હતી ત્યારે જેઠ આવ્યો હતો અને તપેલું ભરીને ઉકળતું પાણી તેના પર રેડી દીધું હતું. બુમાબુમ થતા આરોપી જેઠ ફરાર થઇ ગયો હતો. આ અંગે નાના ભાઈની પત્નીએ જેઠ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમરાઈવાડીમાં 38 વર્ષીય પૂનમબેન ખટીક પરિવાર સાથે રહે છે. મહિલાનો પતિ ડ્રાઈવિંગ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. મહિલાની પાડોશમાં તેમના જેઠ ડાલચંદ ખટીક રહે છે. નવેક વર્ષ અગાઉ ડાલચંદની પત્નીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી જેઠ પોતાની પત્નીના મોત માટે નાના ભાઈની પત્નીને જવાબદાર માનીને કોઈની કોઈ વાતે ઝઘડો કર્યા કરતો હતો. ગત 25 ડિસેમ્બરે રાતના સમયે નાના ભાઈની પત્ની ખરીદી કરીને ઘરે આવ્યા બાદ હાથપગ ધોવા માટે ચોકડીમાં ગઈ હતી. ત્યારે જેઠે તપેલું ભરીને ઉકળતા પાણી તેના પર નાખી દીધું હતું. મહિલા દાઝી જવાથી બુમાબુમ કરતા ઘરમાં બેઠેલો તેનો પતિ દોડી આવ્યો હતો અને બાદમાં બને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ઉશ્કેરાયેલા મોટાભાઈએ લાકડાનો ડંડો લઈને ઘરના બારી બારણાના કાચ ફોડી નાંખ્યા હતા. આસપાસના લોકોનું ટોળું એકઠું થઇ જતા આરોપી જેઠ ફરાર થઇ ગયો હતો. તેમજ દાઝેલી મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.